SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુસ્થિતિ શી રીતે ઘટાવી શકાય ? દશમ પરિચ્છેદ ] સમયે આ પ્રકારની ક્રાંતિ થવા પામી હાય એમ ગણવું પડશે. થી ભગવાન શંકરાચાર્યના સમય શાર્ક ૭૧૦ ૭૪૨ = ૩૨ વર્ષના આયુષ્યને। ગણાય છે. વિદ્વાનોએ આ આંકને શકસંવત્સર તરીકે લેખી તેમને સમય ઈ. સ. ૭૮૮ થી ૮૨ના ઠરાજ્યેા છે પરંતુ તે સમય અન્યાની ગણત્રીએ ખરાખર નથી લાગતા. એટલે અમારી નમ્રપણે એ સૂચના છે કે તે આંકને શકસંવત્સર ન લેખતાં તેમનું મૂળ જે ગુપ્તવંશ તેને જ સંવત લેખવા અથવા ૧૮ ગણીને, તેમના જન્મસ્થાનમાં જે સંવત વપરાતા હેાય તે સંવતમાં તે આંકને ઘટાવાય તેા બધા વિરોધ સમી જવા જોઇએ. આ સૂચના પ્રમાણે તપાસી જોવા વિદ્વાનાને વિનંતી છે. છે. [અત્ર અમારે એક હકીકત જે પુ. ૪. પૃ. ૧૦૨ થી ૧૦૫ સુધીમાં જણાવી દીધી છે તેના સારરૂપે જણાવવી છે; કેમકે તેનાથી શકસંવતની ઉત્પત્તિ જૈનમત પ્રમાણે છે કે વૈદિકમત પ્રમાણે છે, તે પારખી કાઢી શકાશે, તેવું અમારૂં ધારવું થાય છે. જૈનસંપ્રદાયમાં પ્રથમ પૂર્ણિમાંત માસ ( પૂર્ણિમાએ મહિને પૂરા થાય અને કૃષ્ણપક્ષથી ના માસ ગણાય તે) Solar months ની ગણુના—પદ્ધતિ હતી; પરન્તુ વિક્રમે સંવત્સર સ્થાપ્યા ત્યારથી અમાસાંત ૧૯ ( અમાસે મહિના પૂરા થાય અને શુકલપક્ષથી નવે માસ ગણાય તે) Lunar months ની ગણના દાખલ થઈ છે. તેથી અનુમાન એ થયા કે ઉત્તરદિના જેતાએ વિક્રમ સવત્સરની સ્થાપના થયા બાદ, અમાસાંતની ગણના અખત્યાર કરી કહેવાય. પરન્તુ, કુશાન અને ચણુવંશીએએ જેમ વિક્રમસંવત ગ્રહણ કર્યા નથી તેમ તેણે (૧૮) શાકે શબ્દની વ્યાખ્યા માટે ઉપરમાં પૂ.૨૬૭ જુએ. (૧૯) જીએ પુ. ૪, પૃ. ૧૦૯, [ ૨૦૧ દાખલ કરેલી અમાસાંત પતિ પણ દાખલ કરી દેખાતી નથી. આ ભેદને લીધે સંભવિત છે કે ડૉકટર કીલ્હાર્ને લખ્યું હશેર “ દક્ષિણહિંદ કરતાં ઉત્તરહિંદને શક લખવાની પદ્ધતિમાં જે ફેર દેખાય છે તે દક્ષિણહિંદમાં વસતા બ્રાહ્મણેાના ધર્મની અસરનું જ પરિણામ છે.'' તેમના કહેવાની મતલબ એ છે કે, ક્ષિહિંદમાં જે શક લખાય છે તે અમાસાંત છે અને તેનું કારણ બ્રાહ્મણેાના સંપર્ક છે, જ્યારે ઉત્તર હિંદના શક પૂર્ણિમાંત પતિને છે. આ કથન ઉપરથી આપણે તે એટલેા જ સાર કાઢવાના છે કે, જૈનેાની ગણુના ઉત્તરદિનાશક પ્રમાણે) પૂર્ણિમાંતની છે. આ નિયમ ધ્યાનમાં રાખીને દક્ષિણહિંદમાં વપરાયલા શકની મિતિની ગણુત્રી તપાસી જોશું તે તે કયા ધર્મના છે તેના તરત પત્તા મળી આવશે. અલબત્ત, એક મુશ્કેલી છે કે, વિક્રમે અમાસાંતની પતિ દાખલ કરી વાળી છે, પરન્તુ ધ્યાન રાખવાનું છે કે, વિક્રમસવત્સરની અસર તે મુખ્યપણે ઉત્તરહિન્દમાં જ થઇ છે, નહીં કે દક્ષિણ હિંદમાં. એટલે સેવસા તે જે શક સંવત ઇ. સ. ૭૮ માં આંધ્રપતિએ સ્થાપ્યાનું કહેવાયું છે, તેની ગણના તે જૈનધર્મી હોવાથી પૂર્ણિમાં પતિની જ હોવી જોઈ એ. જ્યારે ઉપર બતાવી ગયા પ્રમાણે જે શકસંવત ભગવાન શંકરાચાર્ય ના સમય બાદ વાપુરમાં આવ્યા છે તેની પતિ અમાસાંતની છે. એટલે સંભવ છે કે આ સેટી વડે બંને શક પારખી પણ શકાય. ] શિવસ્વાતિ વિશે કાંઈ અન્ય માહિતી મળેલ ન હાવાથી તેમજ શકસંવતને લગતું જે કાંઈ કહેવું હતું તે સંપૂર્ણ લખાઈ ગયું હોવાથી આ પ્રકરણ અત્ર પૂરું કરવામાં આવે છે. ܢ (૨૦) તેમના અસલ શબ્દો માટે જીએ ઈં. એ, પુ. ૩૭ પૃ. ૪૬ તથા આપણા પુ. ૪, પૃ. ૧૦૨,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy