SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શક્રપ્રવર્તન વિશે ત્યારે શુ? [ ૨૫૯ ઉપર વર્ણવેલી એક પ્રકારની સમસ્યાની વિચારણાથી, જેમ શાલિવાહનને પદચ્યુત કરી શકાતા નથી તેમ અન્ય રીતે પણ તે જ સ્થિતિને વળગી રહેવાનું સાબિત કરી શકાય છે. રાણી ખળશ્રીના શિલાલેખથી તેના પુત્રને ગૈાતમીપુત્ર અને પાત્રને વાસિષ્ઠીપુત્ર તરીકે ઓળખાવાયા છે. સામાન્ય નિયમ એવા ગણાય કે પુત્ર પછી પાત્ર જ ગાદીએ આવે છે, છતાં ન બનવાનું પણ ખતી જાય છે. (જેમ નં. ૨ આંધ્રપતિ પછી તેને પુત્ર ન બેસતાં તેના કાકાના રાજ્ય અમલ વચ્ચે ચાલી ગયા છે). એટલે તે સ્થિતિ પણ આપણા લક્ષ અહાર જવી ન જોઇએ. મતલબ કે બળશ્રીના પુત્ર અને પાત્ર વચ્ચે કાઈ તૃતીય વ્યક્તિ રાજપતિ તરીકે આવ્યેા છે કે નહીં તે સ્થિતિ પણ વિચારવી જોઇએ. પરંતુ અહીં તે શિલાલેખની હકીકતથી જ સ્પષ્ટ થાય છે, કે તેના પુત્ર પુછી તેના પાત્ર જ, કાંઈ અંતર પડયા વિના અથવા સળંગ અનુક્રમે ગાદીએ બેઠા છે. તેથી રાણી અળશ્રીએ પાતાના પુત્રને શક પ્રજાનું નિકંદન કાઢી “શાતવાહનની કીર્તિને ઉજ્વળ કરનાર” તરીકે મનાવ્યે છે. તેમ પુરાણકારે પણ પ્રજાની સાથે યુદ્ધમાં ઉતરીને મારી નાંખનાર શાત રાજાનું મૃત્યુ, શારિ વિક્રમાદિત્યે શકને હરાવ્યા બાદ દશ વર્ષે થયાનું જણાવ્યું છે (પુ. ૪, પૃ. ૨૦). આ સ` હકીકત ઉપરથી રાણી અળશ્રીના પુત્ર કે જેણે શક પ્રજાનું નિકંદન કાઢી નાખ્યું ને જેનું મરણુ ઈ. સ. પૂ. ૫૭ (શકારની જીતના સમય) ખાદ દશ વર્ષે નોંધાયું છે તે શાત રાજાને જ શાતવાહનની કીર્તિને ઉજવળ કરનાર અને શકાર વિક્રમાદિત્યના સહાયક તરીકે લેખવા રહે છે. અને તેને તેમ ગણી, તેની પાછળ ગાદીએ આવનારને– ખળશ્રીના પાત્રને ઈ. સ. પૂ. ૪૭ થી શરૂ કરી ૬૫ વર્ષીનું રાજ્ય ભાગવી ઇ. સ.૧૮માં મરણ પામતા લેખવે રહે છે. જો આમ થાય તા જ જૈન સાહિત્યગ્રંથેામાં સૂચવેલા, આર્યખપુટ, પાદલિપ્તાહિના સર્વ પ્રસંગાના સમયાનુક્રમ સચવાઈ જાય છે. જેમ શિલાલેખના (૮) વિશેષ શિલાલેખી પુરાવા માટે ન, ૧૮ના વૃત્તાંતમાં ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજૂતિવાળા પાયગ્રાફ જીએ, યાદશમ પરિચ્છેદ 1 સ્થિતિના વિકલ્પે આપણે વિચારી જોઇએ. પુરાણકારાએ કવિશુણાયના સમકાલીન તરીકે અથવા તેના આશ્રયદાતા તરીકે જેને કુંતલ ઉર્ફે શાલિવાહન ગણાવ્યા છે. તેને જ આપણે પણ શાલિવાહન ગણાવ્યા છે. વળી તેમાં આપેલ અને એળખાવેલ તેના ખીજાં સગાં સંબંધીતે આપણે પણ તે જ નામથી ઓળખતા થયા છીએ. એટલે સર્વેનાં નામઠામ, તથા અરસપરસનાં સગપણ સંબંધ મળી રહેતાં જણાય છે; જેથી ફ્રાઈ અન્ય વ્યક્તિ તરીકે તેને ગણી લેવામાં આવ્યે। હાય તે પ્રકારની ભૂલ તા થતી નથી દેખાતી. હવે તેને સમય ઈ. સ. પૂ. ૪૭ થી ઈ. સ. ૧૮ જે હરાવ્યા છે તેને બદલે તેના રાજ્યના આરંભ કે અંત ઈ.સ.૭૮ માં થયા સંભવે છે કે કેમ તે પ્રશ્ન વિચારીએ. સામાન્ય રીતે શકની સ્થાપના તેના પ્રવર્તકના (જો રાજા `હાય તે રાજ્યકાળના અને ધર્મોપદેશક હાય તેા તેના જીવનના ) અંત સમય સાથે જ સંકલિત થયેલ હાય છે. એટલે તે નિયમને અનુસરીને જો રાજાશાલિવાહનના રાજ્યના અંત ઈ. સ. ૭૮ માં આવ્યા હાય તે તેનું રાજ્ય ૬૫ વર્ષ પર્યંત ચાલ્યું હાય તા, તેનું ગાદીએ એસવું ઈ. સ. ૧૬ની આસપાસમાં માનવું રહેશે. અને તેમ બંધ બેસતું કરવા માટે, જે જૈનાચાર્યા, આખપુર, પાદલિપ્તસૂરિ તથા મંત્રાદિ સિદ્ધિના પ્રણેતા પંડિત નાર્ગાઈન અને ાકારિ વિક્રમાદિત્ય તેમના સમકાલીન તરીકે સાહિત્યગ્ર'થામાં અનાયા છે, તે સર્વને મૃત્યુ ખાદ કરીને નવી જીંદગી ધારણ ધરતા બનાવવા પડશે. જેમ અનવું અશકય છે, ઈ. સ. ૭૮માં રાજ્યના અંતને બદલે તેનું રાજ્યારાણુ ગણીએ તેા તેનું મરણુ ૭૮+૬૫ઈ. સ. ૧૪૩ માં થશે. તેમ થતાં તા, ઉપરમાં જે બનાવાની અશકયતા દર્શાવી છે તે વિશેષત: અશકય બની જશે. મતલબ કે સમયની ગણુત્રીએ જે સ્થાને આપણે શાલિવાહનને સ્થાપ્યા છે ત્યાંથી આધાપાછા કરવાથી પશુ તેને શક સંવતની સ્થાપના સાથે સંબંધ ધરાવતા અનાવી શકાતા નથી.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy