SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ] પ્રદેશમાં ઠરાવવું, તે તે માત્ર પંદર વીસ માઇલ આધે પાસેના જ પ્રશ્ન રહે છે. જ્યાં મેાટી ને મેટી ભૂલા પણ ચાલી જતી હેાય છે અને લાચારીપણે ચલાવી લઈએ છીએ, ત્યાં આટલેા નાના ફેર કાંઈ વિસાતમાં લેખાવે ન જોઈએ. સાર એ થયેા કે કાફરનું સ્થાન જ્યાં નર્મદાનદી ખારવાણી સંસ્થાનમાંથી પસાર થાય છે ત્યાં અથવા તેના કિનારાથી ઘેાડે દૂર આવેલું હાવું જોઈએ અને ત્યાં ઈ. સ. પૂ. ૫૭માં આ લડાઈ થઈ હતી. શાહી વંશના આણેલા અંત તથા સમય ઉપરના એ પારામાં શકપ્રજાની સાથેના અન્ને યુદ્ધો; (૧) કાફર મુકામે ઈ. સ. પૂ. પછમાં શકાર સાથે મદદમાં રહીને અને (ર) ખીજાં લિગભૂમિ ઉપર શકતિ અને તેના મળતિયા શકપ્રજાના સૈન્ય સાથે ઈ. સ. પૂ. ૫૬માં સ્વતંત્ર રીતે, ગૌતમીપુત્રે લડયા હાવાનું સાબિત થઇ ગયું છે. હવે એક ત્રીજા મુદ્દાની વિચારણા હાથ ધરીશું. નાસિકના શિલાલેખ નં. ( પંચમ પરિચ્છેદે જુઓ )થી આપણને નાત થાય છે કે એન્નાકટકના સ્વામી ગૌતમીપુત્ર આ વખતે વૈજયંતિ જીતીને ત્યાં પેાતાના લશ્કર સાથે મુકામ કરી રહ્યો છે. ત્યાંથી ગેાવરધન પ્રાંતના પેાતાના સૂબાને હુકમ ફરમાવે છે કે રૂષભદત્ત જે દાન આપ્યું હતું તે હવે પોતે આપ્યું છે એમ ફેરફાર સૂચવતી નાંધ કરવી. આના સમય પેાતાના રાજ્યે ૧૮ મું વર્ષ છે એટલે કે ૫૪ ઇ. સ. પૂ.; આ લખાણથી ત્રણ ચાર બાબતના પાઠ આપણને મળે છે. (૧) ઈ. સ. પૂ. ૫૪માં પોતે એન્નાકટકના રાજકર્તા હતા. એટલે કે તેની રાજગાદી એન્નાકટકની અમરાવતી નગરે ઈ. સ. પૂ. ૫૪ની પણ પૂર્વે કયારનીચે સ્થપાઇ ગઇ હતી. (૨) પેાતે રાજા હતા છતાં લશ્કરની સરદારી લઇને યુદ્ધમાં મેદાને પડતા અને જીત મેળવવામાં સહાયરૂપ થતા. (૩) પોતે વૈજ્યંતિમાં બેઠા છે તે ગેાવન પ્રાંતના સૂબાને હુકમ આપે છે એટલે એમ પણ સાબિત થઈ ગયું. કે તે પ્રાંત પણ ઇ. સ. પૂ. ૫૪માં તેની હકુમતમાં શાહી વંશના આણેલા અંત તથા સમય [. એકાદશમ ખડ તા હતા જ. (૪) પણ રૂષભદત્તે ત્રિરશ્મિ પર્વતના તપસ્વીઓ માટે જે દાન કરેલું હતું તે ફેરવવા જેવી સ્થિતિમાં તે તે સમય સુધી આવ્યેા નહાતા; જ્યારે કાઇ એવી સ્થિતિ અત્યારે ઉભી થવા પામી હતી કે જેને લીધે તે હવે આવા ફેરફાર કરવા શક્તિવાન બન્યા હતા. અત્ર આપણે આ નં. ૪ વાળી સ્થિતિને વિચાર કરવાના છે. લેખ નં. ૩૧થી ૩૫ સુધી નાસિકના પાંચ શિલાલેખાથી જાણી શકાયું છે કે રૂષભદત્તે ત્યાં ઈ. સ. પૂ. ૧૧૮થી ૧૧૩ સુધીના પાંચ વર્ષોમાં કાંઈને કાંઈ દાન કર્યું છે. તેમ નહપાણનું વૃત્તાંત લખતાં પૂરવાર કરાયું છે કે આ સ્થાન ઉપર તેની આજ્ઞાથી જ તેના જમાઇ રૂષભદત્ત ચડાઈ લઈ ગયા હતા તે તે પ્રદેશ જીતી લીધેા હતા. એટલે કે આ દાન કરનારમાં નપાણુ અને રૂષભદત્તનાં નામ જોડાયલાં છે. તેમાંના એક, નહપાણ તે ઈ. સ. પૂ. ૭૪માં મરણ પામી ચૂકયા હતા. એટલે તેના નામની બહુ પરવા કરવા જેવું રહ્યું નહાતું. પરન્તુ રૂષભદત્ત જીવતા હતા. તે જ્યાં સુધી તે જીવતા હાય અને તેના ઉપર જીત ન મેળવી શકાય, ત્યાંસુધી તેનું કરેલું દાન ફેરવવા જેટલા અધિકાર પણ પેાતાને કયાંથી હાય, એમ ગૌતમીપુત્રનું માનવું થતું હાય તે યથાયેાગ્ય છે. આ રૂપભદત્ત કે તેને શાહીવંશ ઈ. સ. પૂ. ૭૪માં નહપાના મૃત્યુ બાદ, સૌરાષ્ટ્રમાં રાજસત્તા ભાગવતા હતા એમ પુ. ૩ ના દશમા પરિચ્છેદમાં જણાવવામાં આવ્યું છે. તેની સત્તા કડેધડે ઈ. સ. પૂ. ૬૫ સુધી તા સૌરાષ્ટ્રમાં પેલી શક઼પ્રજા, શકસ્થાનમાંથી આવીને કાલિકસૂરિ સાથે ઉતરી ત્યાંસુધી હતીજ. તે ખાદ આ· શકપ્રજાએ અવંતિ જીતી લીધું ને ત્યાં રાજ કરવા માંડયું. તથા છેવટે આ શકપતિ પાસેથી શકારિ વિક્રમાદિત્યે અવંતિને પ્રદેશ ઇ. સ. પૂ. ૫૭માં જીતી લીધે। ત્યાંસુધી પણુ, સૌરાષ્ટપતિ તરીકે શાહીવંશ ચાલુ જ હતા. અલબત્ત, રૂષભદત્ત પોતે ગાદીપતિ હતા કે તેના પુત્ર દેવણુક તે પ્રશ્ન જુદી છે. પરન્તુ શાહીવંશ પણ શકપ્રજાના એક અંશ હાઇને શકપ્રજાનું અસ્તિત્વ હતું એમ કહી શકાય જ. આ
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy