________________
તૃતીય પરિચ્છેદ
ગર્દભીલ વંશ (ચાલુ) ટૂંકસાર –રાજા શંકુનું જીવનવૃત્તાંતઃ તથા તેનું મરણ નીપજેલું કે ખૂન થયેલું તે સંબધીની કરેલી ચર્ચા
વીરવિક્રમ, શકારિ વિક્રમાદિત્યનાં વિવિધ નામની લીધેલ તપાસ-તેને જન્મ, કુટુંબ તથા આયુષ્ય ઉપર પાડેલ પ્રકાશ-વિક્રમ સંવત્સરની સ્થાપનાનાં બતાવેલ કારણવિદ્વાનોએ તે માટે કપેલ વિવિધ અનુમાને–તેના પાટનગર વિશે આપેલી કાંઈક સમજૂતિ તેણે વેધશાળાની કરેલ સ્થાપના તથા પડાવેલ સિક્કા સંબંધીની આપેલી માહિતી-ઐતિહાસિક પુરાવાસ તેના રાજ્ય વિસ્તારની બતાવેલી સીમા–તેના ધર્મ સંબંધી કરેલો વિવાદ-વિક્રમ સંવત્સરનો વપરાશ કેટલોક સમય જે બંધ પડ્યો છે તેનાં કારણે સહિત બતાવેલી સમજ-છેવટમાં તેના રાજદ્વારી તથા નૈતિક ચારિત્ર્યની કરેલી સમાલોચના તથા તેની સાથે કેટલાક સમયસુધી રાજવહિવટ ચલાવેલ તેના બંધુ અને રાજા ભર્તહરીનું સંક્ષિપ્ત જીવન
(૩) માધવાદિત્ય (૪) ધર્માદિત્ય અને (૫) વિક્રમચરિત્ર ઉર્ફે માધવસેન–તે ત્રણેનાં જીવનમાંથી મળી આવતા, મેઘમ પાંચેક બનાવની કરેલી ચર્ચા અને પરિણામે તે દરેકનું સ્થાન, કોના સમયે હાઈ શકે તેને કરી આપેલ નિર્ણય-નં. ૫ વાળા વિકમ ચરિત્રને આપેલ રાજ્ય વિસ્તાર–
(૬ થી ૧૦ ) સુધીના પાંચ રાજાઓના સમયે પ્રવર્તી રહેલ રાજ્યની સ્થિતિને આપેલ ચિતાર તથા ગર્દભીલવંશનું છેવટ કેમ અને તેના હાથે આવ્યું તેને આપેલ સંક્ષિપ્ત હેવાલ-છેવટે કુશનવંશના પ્રારંભની કેટલીક નવીન હકીકત વિશેની આપેલી ટૂંકી સમીક્ષા