________________
૬ દ્વિતીય પરિચ્છેદ
ઈન્ટરેગનમ---અંતર્દાળ
સંક્ષિપ્ત સારા–અંતર્ઝાળ શબ્દ જે ભાવાર્થમાં વાપર્યો છે તેની સમજૂતિ– શકપ્રજાની ખાસિયતો તથા તેમણે હિંદ તરફ કરેલાં અનેક સરણને ઈતિહાસ–જે સંજોગ વચ્ચે તેમને હિંદમાં આવવાનું નિમંત્રણ થયું હતું તેનું વર્ણન–આ આમંત્રણ કેવું ભારે પડી ગયું હતું તેનો ટુંક ખ્યાલ–શકરાજાઓની વંશાવળી તથા તેમના અધિકાર સમયનું વર્ણન – શકારિ વિક્રમાદિત્ય તથા અંધ્રપતિ શાત સાથે તેમણે કરેલા યુદ્ધને હેવાલ અને તેમાંથી નિપજેલું પરિણામ
વિદિશા, લિસા અને ઉજૈની નગરીના શાસક એવા અનેક વંશી અવંતિપતિઓના સમયે થઈ રહેલ તે નગરીઓને ઐતિહાસિક પ્રભાવ તથા વિકાસ–પુપપુર નગર કેટલાં અને ક્યાં હોઈ શકે તેનું કરેલું પૃથક્કરણ – જૈન સંપ્રદાયવાળાઓ અવંતિના પ્રદેશને કેટલું મહત્વ આપી શકે તે માટે તે સ્થાનનું ઐતિહાસિક તેમજ સાહિત્યિક દષ્ટિએ કરેલું નિરૂપણ