________________
આકૃતિ વર્ણન નંબર પૃષ્ઠ
૩૩
૬૨ ૨૪૩
- Nullaછું. હેરાનગતી જેવું પણ નહેતું. પરંતુ સર્વ દિવસે કે નિા સરખા જતા નથી. તે ઉક્તિ પ્રમાણે કુશનવંશીઓને નિર્મૂળ કરી નાખી ગુપ્તવંશીઓએ અવંતિને કારભાર હાથમાં લીધો છે; જ્યાં જ્યાં તેઓ ગયા છે ત્યાં ત્યાં ધર્મક્રાંતિ ઉપજાવી છે. પરંતુ તેમના કાંડે બળ હેવાથી શાંતિ સ્થાપતા ગયા છે. તેમને સમય આપણી ક્ષેત્રમર્યાદા બહાર જતો હેવાથી આપણા માટે તે અસ્પૃશ્ય રહ્યો છે.
આ પ્રમાણે ઈ.સ.ના પ્રારંભ સુધી પહોંચી ગયા પછી વળી, ઈ.સ. પૂ. ની પાંચમી સદીમાં પ્રવર્તી રહેલ રાજ્યસ્થિતિનાં દર્શન કરવા ઉતરવું પડે છે. મગધપતિ નંદિવર્ધન-નંદ પહેલાને, પિતાના સરદાર-સ્વામી મુંદના સમયે અંધાધૂધી જે પ્રસરવા માંડી હતી તેને સબળ હાથે દાબી દેવાની ફરજ પડે છે. પરંતુ જેમ પિતે નંદવંશની સ્થાપના કરી છે તેમજ એક ચેદીવંશી ક્ષેમરાજ નામના સરદારે માથું ઉચકીને તેજ સમયે પિતાના વંશને ઉદ્ધાર કરી કલિંગપતિ તરીકે ઉદ્ઘેષણા કરી છે. નંદિવર્ધને લગામ હાથ કરી તે પહેલાં, જે કેટલેક મુલક ક્ષેમરાજે મગધની સત્તામાંથી ઝૂંટવી લીધું હતું તે પાછો મેળવવા તેણે કલિંગજિન મૂતિને બહાને મથામણ તે ઘણી કરી હતી પરંતુ ક્ષેમરાજ ભારે માથાને દેખાવાથી કેવળ મૂર્તિનું જ અપહરણ કરી, પિતાના નાકનું ટેરવું ઉંચું રાખી તેણે પોતાનું ધ્યાન ઉત્તર, પશ્ચિમ અને મધ્યહિંદમાં જ શાંતિ સ્થાપવા તરફ રેકી રાખવું પડયું હતું. એટલે પૂર્વ હિંદના કિનારાના મોટા ભાગ ઉપર તથા કલિંગ ઓરિસ્સાના પ્રાંતો ઉપર ક્ષેમરાજની સત્તા જામી પડી હતી, જેમાં તેના પુત્ર વૃદ્ધિરાજના સમયે વૃદ્ધિ થયા કરી હતી જ્યારે હિંદના બાકી રહેતા ભાગ ઉપર નંદિવર્ધન પહેલાનું એક છત્રી રાજ્ય તપી રહ્યું હતું.
મગધપતિ નંદ પહેલે તથા બીજે; તે બેનું રાજ્ય શાંતિપૂર્વક ચાલ્યા બાદ, પાછું ત્યાં અંધેર વર્તવા માંડયું હતું. તે વખતે દક્ષિણ હિંદમાં વૃદ્ધિરાજના પુત્ર ખારવેલનું રાજ્ય સ્થાપિત થઈ ગયું હતું. તેણે પિતાના દાદા ક્ષેમરાજના સમયે હરાઈ ગયેલી કલિંગજીત મૂતિને પેલા નંદીવર્ધનના વંશજ આઠમા નંદ બહસ્પતિમિત્ર પાસેથી પાછી મેળવી હતી અને તેને પોતાના પગે નમાવી, સમ્રાટ ગણાતા મગધપતિનું પાણી ઉતારી નાખી પિતે ચક્રવતી ખારવેલ બની, કલિંગપતિને ડંકે વગડાવ્યો હતો. પછી તે દક્ષિણ હિંદમાં પણ ઠેઠ કન્યાકુમારી સુધી મુલકે જીતી, શાંતિ પ્રસરાવી ત્રિકલિંગાધિપતિ પણ બની બેઠે હતે.
૬૩. ૩૫૩