SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી મુશ્કેલીઓના તથા ૧ વની પ્રશસ્તિના ખાટા અર્થ થઇ જવાથી રૂદ્રદામનના અંગેજ માત્ર ઉભી થવા પામી બીજી પણ થયેલ છે એમ નથી, પણ સમ્રાટ પ્રિયગેરસમજૂતિઓ દર્શિનને અંગે પણ થઈ છે. તથા તેમના ધર્મે તેવીજ રીતે અંધ્રપતિને પણ કેટલાક અન્યાય દેવાઈ ગયા છે. હાલ તા રૂદ્રદામનને પ્રસંગ હતા એટલે તેને લગતુંજ વિવેચન હાથ ધર્યું હતું. રાજ્ય વિસ્તાર સિવાયની ગેરસમજૂતિ જે વળી દેખાઈ છે તે હવે જણાવીએ. મુખ્ય અંશે તે તેમના ધર્મને અંગેજ છે. પરંતુ તે તેમણે કાતરાવેલ શિલાલેખમાંથીજ ઉદ્ભવેલ દેખાય છે. એટલે તેનું વર્ણન સાથે સાથે કરી લઇએ. કુશાનવંશી રાજાએાના ધર્મ વિશેની ચર્ચા લખતી વખતે સાબિત કરવામાં આવ્યું છે કે તેમના મૂળ ધર્મ જૈન હતા પણ વાસુદેવ પહેલા એ (સમય ઇ. ૧૯૮ થી ૨૩૬) તે ધર્મનું પરિવર્તન કર્યું હતું. તેના રાજ્યના પ્રારંભથીજ કે આગળ જતાં તે પરિવર્તન થવા પામ્યું હતું તે બહુ અગત્યને પ્રશ્ન નથી. પરંતુ એટલું ખરૂં કે કનિષ્ક બીજાના રાજ અમલના અંત આવ્યા ત્યાં સુધી તે તે। જૈન હતાજ. વિદ્વાનાના હાથે અનેક ઠેકાણે જેમ બનવા પામ્યું છે તેમ, આ કુશાન વંશીઓને પણ બૌદ્ધધર્મી હરાવી દેવાયા છે. જે હકીકત ત્યાં આગળ પુરાવા આપી સાબિત કરાઈ ગઇ છે. તેમ ચણુ વંશની પ્રજા પણ આ કુશાન વંશનેજ મળતી છે એવું કહી ગયા છીએ; ઉપરાંત ચણુ વંશના ઉદ્ભવતા રાજા વાસુદેવના સમય થઈ ગયાનું નોંધાયું છે. એટલે અનુમાન કરી શકીએ કે, ચણુ વંશીઓના ધર્મ પણ જૈનજ હતા. આ અનુમાનને સમર્થન આપનારી હકીકતા તેમના શિલાલેખા તથા સિક્કાઓમાંથી વિપુલ પ્રમાણમાં મળી આવે છે. [ નવમ ખંડ સિક્કાએની સાક્ષી ખાખતમાં જણાવવાનું કે જેમ અન્ય વંશી રાજાઓએ પેાતાનાં ધાર્મિક ચિહ્ન અમુક પ્રકારે રાખ્યાં છે અને કાતરાવ્યાં છે, તેમ આમણે જે ચિહ્નો રાખ્યાં છે તે, સૂર્યચંદ્ર ( Star and Crescent ) ઇ. છે. (જીએ પુ. ૨ માં પૂ. ૧૦૦ ઉપર સિક્કાચિત્ર ૪૨ તથા પુ. ૩ માં પૃ. ૪૦૨ સિક્કા ચિત્ર નં. ૧૦૨) તે ચિહ્નોની સંપૂર્ણ સમજૂતિ તે તે ઠેકાણે આપણે આપી પણ છે. અત્ર આપણે એટલુંજ જણાવવાનું કે તેઓ જૈન ધર્મનુયાયી હતા એ હકીકત જેમ ત્યાં આગળ પૂરવાર કરી બતાવાઈ છે તેમ અહીં પણ માન્ય રાખવી. હવે શિલાલેખ પરત્વે જણાવીએ. એ વાત પ્રસિદ્ધ છે કે, આવા લેખે। કાતરાવનાર પ્રથમના આરંભમાંજ, પાતે જે ધર્મના હોય તેનું જે કાઈ લાઙ્ગીક ચિહ્ન હેાય છે તેને મંગળસૂચક ગણીને શુભ કા'માં સ.મંગળાચરણુ તરીકે તેના ઉલ્લેખ કરી દે છે, તેમાં પણ ખાસ કરીને જો તે કાર્ય પેાતાના ધર્મ પરત્વેનું ડ્રાય તાતા તેને અનિવાર્ય પણ લેખે છે. તે નિયમાનુસાર જો ચૠણ વંશીઓએ કાંતરાવેલા લેખાનું નિરીક્ષણ કરીશું તે “ નમે। સિદ્ધં ” કહીને શરૂઆત કરેલી દેખાશે અને ઇતિહાસવિદેશો એ હકીકત જાણીતીજ છે કે, આ પ્રાર્થનાસૂચક શબ્દો પેાતાના ઇષ્ટદેવને નમસ્કાર કરીને આરંભ કરવાની રીત માત્ર જૈન ધર્મીએએજ તે સમયે વાપરી છે, એટલે સિક્કાચિત્રા ઉપરથી ારેલ આપણા અનુમાન મજબૂત થયા ગણાશે. વિશેષમાં કહેવાનું કે, તેમના અનેક શિલાલેખા પ્રગટ થયા હશે; પરંતુ રેપ્સન સાઢુંએ તેમના કા. આં. રે. પુસ્તકમાં પૃ. ૫૯ થી ૬૨ સુધી નં. ૩૮,૩૯,૪૦,૪૧ અને ૪૨ આંક ભરીને પાંચ શિલાલેખોનું॰ જે વર્ણન કર્યું છે તે સર્વે જો બરાબર ધ્યાનપૂર્વક વાંચીશું તે જણાશે તે સર્વેમાં કાઈ ને કાઈ પ્રકારે દાન કર્યાનું કે (૭૦) જીએ તે પુસ્તકમાં તેમનુ વર્ણીન; અત્ર તેા તેમની ટૂંક નોંધન આપીશું. નં. ૩૮ જુનાગઢને, રૂદ્રદામનના માર્ગશીર્ષ કૃષ્ણ પ્રતિપદાની મિતિના, નં. ૩૯ ગુદાને-રૂદ્રસિંહ પહેલાના વૈશાખ સુદ પની મિતિના, નં. ૪૦ જુનાગઢના રૂદ્રસિંહ પહેલાને. નં. ૪૧ મુલેશ્વર-મુલવાસરના રૂદ્રસેન પહેલાના, વૈશાખ કૃષ્ણ પ ́ચમીને. ન. ૪૨ જસદણના, રૂદ્રસેન પહેલાના અને ભાદ્રપદ કૃષ્ણ પંચમને.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy