________________
પ્રથમ પરિચ્છેદ
કશાન વંશ
ટૂંક સાર્ઃ—કુશાનવંશના સમય ઈ. સ. ૧૦૦ બાદના છે એટલે કે આ પુસ્તકની સમય મર્યાદા ટપી જાય છે, છતાં તેનું વર્ણન આપવું પડે છે તે સંબંધી પ્રવેશકમાં આપેલ ખુલાસા—હૂણ અને કુશાન પ્રજાના આર્ય તરીકેનેા આપેલ પરિચય તથા તે એની વચ્ચેના બતાવેલ તફાવત—કુશાનની સત્તાના અને રાજ્યકાળના કરી આપેલ નિર્ણય~~~ જુદાજુદા વિવાદ કરી, ઉપજાવી આપેલ તેમની નામાવળી તથા તેમના અનુક્રમ— અંતમાં તેમના સંબંધી અત્યાર સુધી ચાલી આવતી દૂર કરેલી ભ્રમણા——તેમ કરવા જતાં વચ્ચે વચ્ચે ઉભી થતી મુશ્કેલીઓના આપેલ ખ્યાલ અને છેવટે ગાઢવી આપેલ સાલવારી—
કુશાન પ્રજામાં સમાયલી જાતિઓનું આપેલ વર્ણન તથા ઉદ્ભવ—કુશાન પ્રજાના કડસીઝ પહેલા સાથેના સંબંધ કેવા પ્રકારના હાઈ શકે તેની કરેલ ચર્ચા—તથા તેના રાજકીય જીવનના આપેલ આછા ખ્યાલ—કડસીઝ બીજો હિંદનૃપતિ થયેા હાવા છતાં, તેને બહારને કેમ ગણવામાં આવ્યા છે તેનું બતાવેલ કારણ——તેના જયપરાજય તથા રાજ્યવિસ્તાર સંબંધી લીધેલ લખાણપૂર્વક તપાસ—ઉત્તર હિંદનાં બે મોટાં શહેરી, તક્ષિલા અને મથુરા, તેના રાજકીય જીવન સાથે કેટલે દરજ્જે સંકલિત હોઈ શકે તેની પ્રશ્નોત્તરી કરીને બતાવી આપેલ નિર્ણય—કુશાન સંવતની સ્થાપના વિશેના આપેલ ચાડાય ઘટસ્ફોટ,