________________
ભાષણમાં, કાટલા ઉગારમાં (૨) ૧૯૩૬ના “ગુજરાતી સાહિત્ય સભાના રીપોર્ટમાં તેના સમીક્ષક રા. રા. પ્રોફેસર માંકડે અમારા પુસ્તક વિષે પ્રગટ કરેલા વિચારમાં (૩) “મુંબઈ સમાચાર” નામે દૈનિકમાં શ્રીયુત મિ. ઝવેરીએ કેઈ પણ જાતની દલીલ આપ્યા વિના ટાંકેલા પિતાના અનેક નિર્ણયમાં (૪) અને પૂ આ. મ. શ્રી. ઈન્દ્રવિજય સૂરિએ બહાર પાડેલ અનેક કૃતિઓમાં. ઉપરના ચારેનાં સમાધાનને પ્રયાસ હવે એક પછી એક કરીએ
(૧) શ્રીયુત દુર્ગાશંકર શાસ્ત્રીજીના પ્રમુખ તરીકેના ભાષણમાં કાંઈ દલીલની અપેક્ષા ન જ રખાય; તેમ તે સ્થિતિમાં પિતે ગમે તેવાં વિશેષણે વાપરે તોયે સર્વને મૌનજ સેવવું રહે એટલે તે બાબત આપણે જતી કરવી રહી; બાકી અવેલેકનમાં પણ દલીલ જેવું થોડું જ દાખવ્યું છે; માત્ર પિતાને અભિપ્રાય દર્શાવતાં અમને ધમધપણાના, અહંભાવના ઈ. ઈ. ઈલકાબ છૂટે હાથે આપે ગયા છે, પરંતુ તે ઈલકાબે પિતાને લાગુ પડે છે કે અમને, તે તે ભાવી નક્કી કરે તે ખરૂં. અત્ર તેમની એક શંકાનો ઉત્તર આપ જરૂરી છે. પરિશિષ્ટકાર શ્રી હેમચંદ્રસૂરિએ અવંતિપતિઓના સમય બાબત ત્રણ ગાથા ટાંકી છે, તેના અર્થ છે. શાંતિલાલ નામના વિદ્વાને ચાલી આવતી માન્યતા પ્રમાણે કરી બતાવ્યો છે. જ્યારે અમે જુદી જ રીતે કરી બતાવ્યું છે. એટલે શ્રીમાન શાસ્ત્રીજીને તે બહુ આકરું પડયું છે અને તે માટે પિતાના તરફની સંગીન દલીલ આપવાને બદલે (૧)માત્ર બોલે છે કે “આધાર એક જ હોવા છતાં નિર્ણય જુદા જુદા; આ વાકયને પણ જે એક દલીલ જ ગણાતી હોય તે જણાવવું રહે છે કે કાયદાની કેટે હાલમાં અનેક દરજીની ગણાય છે. સૌથી નાની મુનસફની, તેના ઉપર સેશન્સ જજ, તેના ઉપર હાઈ કેટે, તેની ઉપર પુલ બેંચ અને છેવટ પ્રીવી કાઉન્સીલ; એક કેસ જે મુન્સફની કોર્ટમાં ચાલ્યો હોય અને તેનું પરિણામ સંતોષકારક ન હોય તે ફરિયાદી તેને તેજ કાગળે લઈને એક પછી એક ઉપરની કોર્ટમાં જાય છે. અને પાંચે કેટેમાં કોઈ વખતે જુદા જુદા નિર્ણયે પણ આવે છે. આ પ્રમાણે સર્વે પાસે “કાગળ-આધાર એક જ હેવા છતાં નિર્ણય જુદા જુદા” કાં આવતા હશે તેને કાંઈ ખુલાસો છે કે?
(૨) રા. રા. પ્રો. ડોલરરાય માંકડ, તેમણે રીપોર્ટમાં અમારા પુસ્તક વિશે અભિપ્રાય દર્શાવતાં એવી તે શબ્દ અને વાક્ય રચના કરી છે કે ગુજરાતી ભાષાના નિષ્ણાત તરીકે તે તરી આવે અને બીજા પક્ષે આપણને તેમના હાથ તળે બેસીને જ ગુજરાતી ભાષાનું જ્ઞાન મેળવવાનું મન થયાં કરે; તેમને બે બાબતને દેષ મુખ્ય પણે લાગે છે. એક તે ઐતિહાસિક પુસ્તકમાં ન દાખલ કરવા જેવી બાબતને સમાવેશ કર્યો છે જેથી પુસ્તકને શુદ્ધ ઈતિહાસ ન કહેવાય; અને બીજે, દલીલ કરવાની તથા
(૧) અમને એક અન્ય વિદ્વાને કહેલ શબ્દો અત્રે યાદ આવે છે તેમના કહેવાને સાર એ હતો ) શ્રીમાન શાસ્ત્રીજીને ગુજરાતના ઇતિહાસનો અભ્યાસ હજુ હશે પરંતુ પ્રાચીન ભારતવર્ષને નહીં હોય. નહીં તે રીતસરની દલીલ આપત.