________________
ગ્રંથ પ્રશસ્તિ
આખુંય પ્રાચીન ભારતવર્ષનું પુસ્તક નવીન શિલીએ જ તૈયાર થયું હોવાથી તેના પ્રથમ ભાગમાં જ તેના સર્જન વિશે ખુલાસો કરવા આવશ્યક લાગ્યું હતું. ઉત્તરોત્તર ત્રણ વિભાગે પ્રગટ થઈ ગએલ હોવાથી, તેવા ખુલાસાની હવે અપેક્ષા રહેતી નથી. જેથી પ્રથમ વિભાગે જે પૃ ૨૮, બીજામાં ૧૦ અને ત્રીજામાં છા રેકવાં પડયાં છે તે માટે આ ચતુર્થ વિભાગે તો તેથી પણ કમતી કરવા રહેત; પરંતુ બીક રહે છે કે કદાચ તે નિયમ અહીં ન પણ સચવાય; કેમકે જેમ વિભાગ વધતા જાય તેમ વાંચનનાં ક્ષેત્ર અને વિશાળતા પણ વધે; એટલે વિવેચકેના મતભેદ પણ વધારે પ્રમાણમાં બહાર પડે તે સ્વભાવિક છે.
આવી રીતે બહાર પડતા વિવેચનને ઉત્તર વાળવાનું આ સ્થાને નથી, તેમ જરૂર પણ ન ગણાય; પરંતુ તેમ કરતાં બે સ્થિતિ ઉભી થાય છે. જે મતભેદને ખુલાસે નથી અપાતે, તે અમે રજુ કરેલા વિચાર ખોટા છે એમ અમે પિતે જ સ્વીકાર કરી લીધાની માન્યતા પ્રસરે છે અને ખુલાસે આપવા પ્રયત્ન કરાય છે તે, જેમ એક ભાઈએ જણાવ્યું છે તેમ “પડયા પણ તંગડી ઉંચી ” અથવા અહંકાર અને અભિમાનનું આળ માથે ચેટે છે. બીજા પ્રકારની સ્થિતિમાં જે કંઈ જાતની હાનિ પહોંચતી હોય તે અમને એકલાને જ છે; જ્યારે પહેલી સ્થિતિમાં તો આખા ઈતિહાસને હાની પહોંચે છે. આ વસ્તુસ્થિતિમાં જાતિ વિષયક હાનિને ગૌણ લેખી, ઈતિહાસને થતી સર્વ સામાન્ય હાનીને બચાવી લેવી તે કર્તવ્ય છે. જેથી થોડી ઘણી પણ અત્રે ઉપયોગી લેખાય તેટલી સમજૂતિ આપીશું. આવી સમજૂતી આલેખવાનું ધોરણ આપણે “ભૂમિકા ”ના શિર્ષક તળે રાખ્યું છે. •
() ભમિકા
: સમર્થન આપનાર જે અનેક અભિપ્રાયે અવલોકનો કે અભિનંદન પત્રો મળ્યાં હોય તેને ઉલ્લેખ કરે તે આત્મશ્લાઘા કહેવાય માટે તેની સંખ્યા ગમે તેટલી વિપુલ હેય તોયે જતી કરવી જ ઉચીત ગણાય છે. જ્યારે વિરૂદ્ધ પડતી ગમે તેવી નાની ટીકા હોય તો પણ તેને લક્ષમાં લઈ, તેમાંથી ગ્રાહ્ય હોય તેને અમલ કરવાથી આપણને મજબૂતી મળે છે. આવાં ચેડાંક ટીકાસ્થાને અમારી નજરે પડ્યાં છે; (૧) શ્રીયુત દુર્ગાશંકર શાસ્ત્રીજીએ પ્રાચીન ભારતવર્ષનું “પ્રસ્થાન” માસિકમાં અવલોકન લીધું છે, તેમાં તથા કરાંચી મુકામે મળેલ સાહિત્ય પરિષદના એક વિભાગીય પ્રમુખ તરીકે વાંચેલ