________________
૩ર
પ્રિયદર્શિનના
[ તુતીય
પાળતા હતા, તેમ વળી સિક્કાના અભ્યાસથી પણ હવે તે તે બિના સિદ્ધ થઈ શકે તેમ છે. (જુઓ સિકકાને ૫રિચ્છેદ) એટલે તે હકીકત વિશે લેશ માત્ર પણ શંકા રાખવાનું પ્રયોજન રહેતું નથી.
ઉપર લખી ગયા પ્રમાણે મહારાજ સંપ્રતિ ને ધર્મ જૈન હતા. ને તેની કતિરૂપ જે શિલાલેખે ૫ છે તે જગતની જાહેરાત માટે યાવતચંદ્રદિવાકરૌ સુધી જળવાઈ રહે તેવી તેમની પિતાનીજ અભિલાષા પ્રમાણે–તે મૂકતા ગયા છે, તે ઉપરથી પણ સાબિત કરી શકાય તેમ છે. પણ આવા એક સ્વતંત્ર ઇતિહાસના પુસ્તકના ક્ષેત્ર બહારનું તે કાર્ય હોવાથી તે વિષય અત્રે હાથ ન ધરતાં મહારાજ સંપ્રતિનું જ નિરાળું પુસ્તક મેં લખવા ધાયું છે તે ઉપર છોડીશું. શિલાલેખમાં જે પ્રમાણે મહારાજા પ્રિયદર્શિ
ને પિતાના જૈન ધર્મનું પ્રિયદર્શિનના વિવરણ અને નિરૂપણ ધર્મની વિચ્છિતા કર્યું છે તે ઉપરથી સર્વે
વિધાન એકમતે ઉચ્ચારી રહયા છે કે તેજ એક વિશ્વવ્યાપક ધર્મ ૨૧ હવા લાયક છે કે જેમાં સર્વ પ્રાણી માત્રનું કલ્યાણ અહિક-ભૌતિક તેમજ પરલૌકિક સર્વ પ્રકારે સાધ્ય છે. અને તેવી સર્વ સામગ્રી રાજા પ્રિયદર્શિને પિતાના ધર્મના જે જે સિદ્ધાંતે સમજાવવા પ્રયાસ ખેડયો છે તેમાં હુબહુ દશ્યમંતી તરી આવે છે. જેને ધર્મની આટલી વિશિષ્ટતા બતાવ્યા પછી બીજુ એક અતિહાસક તત્ત્વ પણ
અત્ર તે ધર્મનું રજુ કરવા ચાહું છું. જો કે કિંચિત વિષયાંતર તે લાગશે પણ શોધક પુરૂષાને તેમાંથી કેટલાક એવા મુદ્દા પણ હાથ લાગશે કે જેથી અતિહાસિક દ્રષ્ટિએ તેઓને પિતાને ઇચ્છિત ધર્મનું મૂળ ક્યાં સુધી લંબાવાયું છે, અને તેને સબંધ કયાં મળે છે, તેની શોધમાં ઉતરવાનું બની શકશે. આટલા પ્રમાણમાં આ નિવેદન કિંચિત ઇતિહાસમાં વિષયાંતર ગણાશે પણ ઉપકારક હોવાથી આપણે તેનું વર્ણન કરવું પડે છે.અને તે તત્વ જૈનધર્મનું “સ્યાદ્વાદવ” છે. એક વખત તે “ હા ” પણ કહે, અને બીજી વખતે તે “ ના ” પણ કહે. વસ્તુ તેને તેજ હોય, છતાં આવા વિરોધી ભાવ દર્શાવતા વિચાર,
જ્યાં રજુ થાય, ત્યાં વાચકના મનનાં, તેની સત્ય પ્રિયતા વિશે શંકા ઉઠે જ, પણ જ્યારે વિશેષ સમજૂતિ સાથે તેનું સ્પષ્ટિકરણ કરી બતાવાય એટલે તુરત તે કબૂલ જ કરશે કે, યથાસ્થિતતેમજ છે ( આવી રીતે વસ્તુ સ્થિતિ ઘટાવવાની પ્રથાને જૈન ધર્મમાં “ ન્ય” કહે છે ) જેમકે, એક સ્ત્રી હોય, તેણીને જેમ બહેન, માતા, પુત્રી કહી શકાય છે, તેમ તેને તેજ સ્ત્રીને સ્ત્રી, પત્નિ, ભાભી, મામી, કાકી ઇત્યાદિ ઓળખ આપતા શબ્દ વડે પણ સંબોધી શકાય છે. અને આમ પૃથક પૃથક રીતે સંબોધાતી વ્યક્તિઓમાંની એક પણ ખેડી તે નથી જ. આવી જ રીતે જૈન ધર્મના સ્યાદવાદતનું રહસ્ય છે. જે કેટલાક ટીકાકા એમ જણાવી રહ્યા છે કે, જૈન ધર્મનું સર્વોત્કૃષ્ટ અને પરમ આદર્શરૂપ આમુખ તત્ત્વ
( ૬૫ ) શિલાલેખો અશકના નથી પણ સંપ્ર- તિના બનાવેલ છે. તથા તે બૌદ્ધધર્મના નહીં પણ જૈન ધર્મના જ છે તેની સાબિતિ માટે સમ્રાટ પ્રિય- દર્શિનના જીવન વૃત્તાંત નામના પુસ્તકમાં આ શિલાલેખેનું લખાણ, ભાષાંતર તથા જરૂર પડતી ટીકા કરી બધું સમજાવવામાં આવશે. તેમજ અન્ય પુરાવાની પણું, જ્યાં જ્યાં જરૂર લાગશે ત્યાં આપશું,
માટે તે ગ્રંથ જુઓ.
( ૧૬ ) (મૌ, સા. ઈ. પૃ. ૪૬૪ ) હમ સમ૪તે હૈ કિ અશોક ( સંપ્રતિ જોઇએ) કે ધન સે કિસી ભી સંપ્રદાય વ ધમકા વિરોધ નહીં હો સકતા: ધન દ્વારા અશક સબ ધર્મે કે સામાન્ય સિદ્ધાંતો કહી પ્રચાર કસ્તા થા.
( ૬૭ ) સ્વર્ગસ્થ મહિપતરામ રૂપરામ નીલ