________________
પરિચ્છેદ ]
ને ધર્મ
૩૪૧
આ પ્રમાણે આપણે એક મહાન સત્ય કે જેને અભાવ અત્યાર સુધી બધા વિદ્વાનેને ભૂલાવો ખવડાવતે હતું તથા તેને લગતી હકીકતે ઉકેલવાને ગુંચવણમાં નાંખી દેતે હતા તેવા એક સત્યને નિશ્ચયપણે પત્તો લગાવ્યો ગણાશે.
સમ્રાટ પ્રિયદશિને ખડક લેખમાં લખ્યા છે તેવા સમાજે ૧૪ રાજા ખાલે પણ ઉભા કર્યા હતા એવી હકીકત હાથી ગુફાના શિલાલેખમાંથી નીકળે છે (જુઓ ગુ x વ x સે. એ પ્રસિદ્ધ કરેલ અશોક ચરિત્ર પૃ. ૯૦) એટલે એમ કહી શકાય કે રાજા ખારવેલ અને અને સમ્રાટ પ્રિયદશિન બને એકજ ધર્મના હોવા જોઇએ. અને એ વાત તે હવે સર્વ કઈ સ્વીકારે છે કે રાજા ખારવેલ જૈન ધર્મ હતું. એટલે સત્ર નિયમાનુસાર સમ્રાટ પ્રિયદર્શન પણ જૈન ધર્મજ કરી શકે છે. આ હકીકત રાજતરંગિણિના લેખકના શબ્દ ઉપરથી પણ સાબિત થઈ જાય છે. (જુઓ આ પુસ્તકને અંતે જોડેલું પરિશિષ્ટ )
વળી ગણિત શાસ્ત્રના–ભૂમિતિના–નિયમાનુસાર પણું સાબિત કરી શકાય છે કે સમ્રાટ પ્રિયદર્શિન જૈન ધર્માનુયાયીજ હતા.
(૧) ઉપર પૃ. ૧૯૭માં કૌટિલ્ય–ચાણક્યને તથા ખડક લેખના કેતરાવનારને એકજ ધર્મ પાળતા હોવાનું સાબિત કરી બતાવ્યું છે.
(૨) પૃ. ૧૯૬ માં એમ ઠરાવાયું છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત તથા ચાણકય બન્ને એકજ ધર્મના હતા. એટલે કૌટિલ્ય, ચંદ્રગુપ્ત તથા ખડખના કેતરાવનાર સમ્રાટ પ્રિયદર્શિન એમ ત્રણે વ્યકિતઓ સ્વધર્મી થયા કહેવાશે.
(૩) ચંદ્રગુપ્ત જૈનધર્મ પાળતું હતું એમ પુરવાર થઈ ગયું છે. તેમજ હાથી ગુફાના લેખ કેતરનાર રાજા ખારવેલ પણ જનર્ધી હોવાનું
મનાયું છે.
(૪) પ્રિયદર્શિનને સંધ કાઢી યાત્રાએ જાતે વર્ણવ્યો છે તેવી જ રીતે ચંદ્રગુપ્ત પણ સંધ સાથે તેજ ગીરનારની યાત્રા કરી છે (જુઓ સુદર્શન તળાવની પ્રશસ્તિ )
(૫) વળી તેજ સુદર્શન તળાવની પ્રશસ્તિ ઉપરથી સમજાય છે કે (જુઓ આ પુસ્તકના અંતે તેને લગતું પરિશિષ્ટ) તે તળાવ બાંધવામાં જેમ ચંદ્રગુપ્ત મુખ્ય ભાગ ભજવ્યા છે, તેમ પાછળથી તેજ તળાવની પાળો–બંધો તૂટી જતાં સમ્રાટ પ્રિયદર્શિને તેને સમરાવ્યાં છે. એટલે ચંદ્રગુપ્ત તથા પ્રિયદર્શિન અને એકજ ધર્મ પાળતા હશે એમ ફલિતાર્થ નીકળે છે.
(6) પ્રિયદશિને પિતાના ખડકલેખમાં એમ પણ જણાવ્યું છે કે, તેના પૂર્વજોએ ધર્મપ્રચારના કાર્યમાં તથા તે ધર્મના સિદ્ધાંત પ્રજાવર્ગના મનમાં ઠસાવવાને પૂર્વ સમયે ઘણો પ્રયાસ આદર્યો હતા. પણ સંપૂર્ણ ફતેહ તેમને મળી નહતી. જેથી પોતે વધારે ઉત્સાહથી અને ચિવટપણે હવે તે આદરે છે. આ શબ્દ પણ પુરવાર કરે છે કે તેના પુર્વજો જે ધર્મ પાળતા હતા તેજ ધર્મ પતે પાળતો હતો. અને ચંદ્રગુપ્ત વિગેરે જૈન ધર્માનુયાયી હતા, તે તો હવે સો વસા નકકી થઈ ગયેલી હકીકત છે.
(૭) એટલે ઉપરની છએ દલીલોને પરસ્પર સમન્વય કરીશું તો By rule of axioms સિદ્ધાંતના નિયમાનુસાર–ઉપરની સર્વ વ્યકિતઓ સમ્રાટ ચંદ્રગુપ્ત, પ્રિયદર્શિન, ખારવેલ, તથા પં. ચાણક્ય તે ચારે મહાપુરૂષ એકજ ધર્માનુયાયી હતા. એટલે કે તે સર્વે જૈન ધર્માનુયાયીઓ હતા.
એટલે શિલાલેખથી અને ગણિતના નિયમથી જેમ પુરવાર કરી શકાયું છે કે તેઓ જૈન ધર્મ
વિશેષ સમજાશે; ત્યાં આગળ રાજતરંગિણિમાને ૧૦૨ ને શ્લોક જે ટાંકળે છે. તેને ભાવાર્થ તથા તે ઉપરના વિચારો આ પારિગ્રાફની હકીકત સાથે સરખા
એટલે વિશેષ સ્પષ્ટ રીતે સમજાશે.
(૬૪) જાઓ ૫. ૩૩ નું લખાણું તથા ટી. નં. ૩૮,