________________
ચિત્ર પરિચય
નીચેના વર્ણનમાં પ્રથમને આંક, ચિત્રની અનુક્રમ સંખ્યા સૂચક છે. બીજો આંક તે ચિત્રને
લગતે અધિકાર આ પુસ્તકમાં કયાં પાને લખેલ છે તે બતાવવા માટે છે. સર્વ ચિત્ર સંખ્યાના અનુક્રમમાં બેઠવ્યાં છે એટલે કયા પાને કયું ચિત્ર મૂકયું છે તે શેધી કાઢવું મુશ્કેલ નથી. કાંઈ વિશિષ્ટતા હોય અને આડું અવળું મૂકવું હોય તે તે હકીકત તે ચિત્રના પરિચય આપતી વખતે લખવામાં આવી છે.
પંઠ ઉપર–કલ્પવૃક્ષ અથવા કલ્પદ્રુમ છે. તેનું પ્રાપ્તિસ્થાન તથા અન્ય હકીક્ત પુ. ૧ માં
પૃ. ૪૧ ઉપર લખ્યા પ્રમાણે સમજી લેવાં. અત્રે તે એટલું જ જણાવવાનું કે, આખા સેટના ચારે ભાગના પૂંઠા ઉપર પ્રાચીનતા સૂચક ભિન્ન ભિન્ન ચિત્ર આપવાં એમ યોજના હતી. પણ લાંબા વિચારે એમ સુયુક્ત લાગ્યું કે આંખા સેટના ચારે ભાગના પૂંઠાની ઐક્યતા જાળવવી જેમ આવશ્યક ગણાય છે, તેમ પૂઠાંચિત્ર પણ તેજ પ્રમાણે એક અંગ હોઈને, સર્વ ઉપર તેજ રજુ કરવું, જેથી બાહા દેખાવ જોતાં તે સર્વ એક જ પુસ્તકનાં
પુષ્પ છે એમ આપોઆપ નિરાળા તરી આવે. મુખ પૃષ્ઠ –જેમ પૂઠા ઉપરના ચિત્રને નિયમ કરાવ્યું, તેમ અહીં પણ તે જ નિયમ કરાવવાનું
સૂચન હતું પણ પુસ્તકના અંતર દેહને તે પ્રકારે જે બાંધી લેવામાં આવે, તે વૈવિધ્ય પણ ન સચવાય તેમ આકર્ષક તત્ત્વને પણ અભાવ થઈ જાય માટે આ સ્થાને ભિન્નતા પણ સચવાય, તેમ પ્રાચીનતા પણ દર્શાવાય અને સાથે સાથે પૂજનીકતા, નવીનતા કે અન્ય પ્રકારની વિશિષ્ટતા પણ રજુ કરાય, તેવા હેતુથી આ ચિત્ર અહીં ઉતાર્યું છે. સામાન્ય પણે વિદ્વાનોમાં તેને “સાંચી સૂપ” તરીકે અને બૌદ્ધ ધર્મના એક અંગ તરીકે ઓળખાવાય છે. પણ મારી સમજમાં તે જૈન ધર્મનું સ્મારક છે. વળી અવંતિ પ્રદેશમાં સંચીપૂરી નામની નગરીના સ્થાને ઉભું કરાયેલ હોવાથી તથા સમ્રાટ ચંદ્રગુપ્ત તેના ઉપર દીપમાળ પ્રગટાવવા વાર્ષિક રૂ. ચાલીસ હજારનું દાન દીધેલું હોવાથી તેના જ ધર્મનું–જૈન ધર્મનું તે પવિત્ર તીર્થ ધામ હોવાનું સાબિત થાય છે. તે તીર્થ સ્થાન-તીર્થ ધામસિદ્ધાસ્થાન તરીકે અઘપિ ઓળખાતું હોવાથી, તેને જૈન ધર્મના અંતિમ તીર્થંકર શ્રી મહાવીરનું મેક્ષ સ્થાન માની “તાર નો ” શબ્દ વડે અર્થ સમપ્યું છે. વિશેષ અધિકાર માટે આ પુસ્તકે પૃ ૧૯૨ વાંચે.
સમાધિસ્થાન ઉપર ચણેલ ઘુમટને બાહ્ય દેખાવ રજુ કરેલ છે. તેના વિશે ધી ભિન્સા