________________
કેળવણી ખાતાંઓ, વિગેરેને અરજ કરવાનું મન થયું છે. તે દિશામાં પ્રયાસ આદરી ચૂકી છે અને પ્રભુ કૃપાથી સંતોષકારક પરિણામ આવશે એમ પણ જણાય છે. જે ઠીક ઠીક સર્વ ઠેકાણે થઈ ગયું, તે ઈચ્છા છે કે હિન્દીમાં અને અંગ્રેજીમાં આવૃત્તિઓ કાઢી, આ પુસ્તકને વિશેષ લેકગ્ય બનાવવું. આ પ્રમાણે દૂર દૂરની ઈચ્છા છે. પરમાત્મા તે ઈચ્છા પાર પાડે એવી પ્રાર્થના કરીએ છીએ.
આવી રીતે પ્રથમ પુસ્તકને ઉપાડ થવામાં, ધારેલ સ્થળેથી ઓછું અને અણધારેલ સ્થળેથી વિશેષ ઉત્તેજન મળ્યું છે. તેમાં પણ કુદરતને જ કાંઈ ગુપ્ત સંકેત માલૂમ પડે છે. એકંદરે પરિણામ તે કરેલ ગણત્રી પ્રમાણે જ આવી રહ્યું છે. છતાં સહર્ષ જણાવવું રહે છે કે, જે પ્રેસ સંબંધી મુશ્કેલીઓ નડી નહોત, તે પ્રચાર કરવામાં વિશેષ સમય અને શક્તિના ગે વિશેષ સુંદર પરિણામ નીપજાવી શકાત. આ પ્રમાણે પુસ્તકની જે કદર વાચક વગે કરી છે, તે માટે તેમને જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
વળી જે જે ગ્રંથકારનાં પ્રકાશનેનાં વાંચનની મદદ લેવાઈ છે તથા જેમનાં ગ્રંથોના ઉતારાઓ ટાંકી બતાવ્યા છે, તેમજ જેમનાં પુસ્તકમાંથી ચિત્રોની નકલો કરવામાં આવી છે અથવા જેમનાં જ્ઞાનને, કૃતિઓને કે અન્ય સાધનને કઈ પણ રીતે ઉપયોગ લેવાયે છે તે સર્વને ખરા અંત:કરણ પૂર્વક આભાર માનીએ છીએ.
પ્રથમ ભાગની માફક આ ભાગમાં પણ છે જે ચિત્રો-પરિચ્છેદનાં મથાળાનાં, કે પુસ્તકની અંદર આવતાં–નવીન ઉપજાવી કાઢવાં પડયાં છે, તે સર્વ આપણી ગરવી ગુજરાતના પ્રખ્યાત ચિત્રકાર શ્રીયુત સેમાલાલ ચુનીલાલ શાહે ચીતરી આપ્યાં છે તથા તેને લગતે ટૂંક પરિચય પણ તેમણે લખી આપે છે. તે માટે તેમને પણ આ તકે આભાર માન રહે છે. - આ પ્રમાણે સર્વ પક્ષને ઉપકાર માની અંતમાં જણાવવાનું કે-આખા પુસ્તકનાં પ્રકાશન
આ સંબંધી જે જે વ્રુટિઓ કે અલના માલૂમ પડે, તે માટે વાચક મહાશયની ક્ષમા ચાહીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે તે તરફ અમારું ધ્યાન દોરવા કૃપા કરે.
વડોદરા, રાવપુરા
નમ્ર સેવક શશિકાન એન્ડ કુ.