________________
the spirit and growth of internal and invisible senses also ) 3079190 પણ અપાવવી જ જોઈએ. અથવા અંગ્રેજીમાં જેને Head and Heart ( મગજ તથા હૃદય) કહેવાય છે, તે બન્ને પ્રકારની [ Head (મગજ) તે Intellectual (બુદ્ધિવિષયક) અને Heart ( હૃદય તે Spiritual(અધ્યાત્મિક)] ધાર્મિક કેળવણી સિવાય સમ્રાટ પ્રિયદર્શિનના ખડક અને સ્તંભ લેખમાં કોતરાવાયેલી અને અનુભવ સિદ્ધ-પાર પડેલી–વિજ્ઞાન સ્થાપિત–પ્રાણીમાત્ર પરત્વેની વિશ્વબંધુત્વની ભાવના–ઉત્પન્ન થવાની નથી જ, તેથી મેં પણ ધર્મ વિષયની ચચને કાંઈક વિશેષ મહત્વ આપ્યું છે. વળી દેખાય છે કે, વૈદિક અને જૈન ધર્મ તે બે જ સનાતન ધર્મ પરાપૂર્વથી ચાલતા આવ્યા છે, તેમ જ આ પુસ્તકમાં પૃ. ૩૭ માં વર્ણવ્યા પ્રમાણે ઈલ્યુશન અને ઈલ્યુશનના સિદ્ધાંતાનુસાર, તે બે ધર્મ જ અદેવ તથા સજીવ રહેવાના હોય એમ વિજ્ઞાન જોતાં માલૂમ પડે છે.
(૫) સમ્રાટ પ્રિયદર્શિનના લેખેને જે જે વિદ્વાનોએ ઉંડાણથી અભ્યાસ કર્યો છે. તે સર્વે એક અવાજે દાંડી પીટીને જાહેર કરે છે કે, તેણે વર્ણવેલાં ધર્મમાં સારા વિશ્વમાં બંધુત્વ ફેલાવવાની શકિત છે. પણ પ્રિયદર્શિનને અશોક ઠરાવી, તે સર્વ યશનું સમર્પણ સમ્રાટ અશોકના બૌદ્ધ ધર્મને લાગુ પડે છે. જ્યારે અશોક અને પ્રિયદર્શિન હવે જુદા કરતા હોવાથી, તેને યશ સમ્રાટ પ્રિયદર્શિનના જૈન ધર્મને આભારી ગણાશે.
| (૬) જૈન ધર્મ કે વિશ્વવ્યાપી હતું અને હોઈ શકે તે હકીક્ત આ ઉપરથી ખુલ્લી થાય છે. તેણે પિતાની પાંખ પૂર્વ કાલે સારા જગત્ ઉપર પાથરી દીધી હતી. વર્તમાન કાળે જેમ માત્ર ગણ્યા ગાંઠયા માનવીઓ જ અને તે પણ માત્ર વણિક કેમના જ, તે ધર્મને અનુસરી રહ્યા છે તેમ તે સમયે નહોતું જ, આ સ્થિતિ શું સૂચવે છે? શું માનવતા પિતાને માર્ગ ભૂલી રહી છે, કે સુધારાના શિખરે ચડી ગઈ છે?
(શિલાલેખની હકીકતમાં કે મોહનજાડેના અવશેષમાં જૈન ધર્મને અંશે નથી. આવું કહેનારાઓ અન્ય વર્ગમાંથી મળી આવે ત્યાં સુધી શોક કરવાનું કે અજાયબ થવાનું કાંઈ જ કારણ નથી. પણ ખુદ જૈન કહેવરાવવાને મગરૂબી ધરાવતા, તેમજ તેમને મશાલરૂપ થઈ દેરવનાર વર્ગમાંથી જ્યારે ઉપર પ્રમાણે કઈ વચ્ચન ઉચ્ચારે, ત્યારે તે શોકની અને અજાયબની અવધિ જ થઈ કહેવાય ને ?
(૮) વળી આશ્ચર્યકારક તે એ છે, કે સર્વ પાશ્ચાત્ય પ્રજા જે મૂળે જૈન ધર્મ પાળનારી અને અહિંસા તત્વની પિષક હતી (જુઓ તે સર્વના સિકકાઓ તથા તેને લગતું વર્ણન–આ પુસ્તકમાં પૃ. ૬૨ થી ૧૩૨ સુધીનું વર્ણન) તે આજે બે અઢી હજાર વર્ષે પિતાને સુધરેલી અને સંસ્કૃતિમાં આગળ પડતી તથા પ્રગતિમાં મોખરે આવતી અને માનવતામાં રંગાયેલી જાહેર કરે છે. જ્યારે તેમનાં હૃદયે અહિંસાની ભાવનાથી કેટલાંયે દર પડી ગયાં છે તથા અન્ય પરાધીન પ્રજાને દાબવામાં અને કચડવામાં કેવી રીતે એકબીજા ઉપર હરિફાઈ કરવામાં મશગુલ બની રહ્યાં છે. હું એમ નથી કહેવા માંગતે કે તેમનાં પગલાં સ્તુત્ય છે કે અસ્તુત્ય છે, તે તે વખત પિતે જ કહી