________________
અંદરજ જેડી દીધા છે. પણ તેમ કરવામાં કયાંક વાક્ય રચનાની અસંગતતા દેખાઈ આવે તે તેને પરિસ્થિતિને દેષ સમજી લેવા વિનંતિ છે, નહીં કે ઐતિહાસિક પરિસ્થિતિને.
(૨) પ્રથમ ભાગની પ્રશસ્તિમાં કેટલાયે આક્ષેપે મારા શિરે આવી પડવાની મેં અટકળ દેરી હતી. તે અનુમાન સર્વથા નહીં તે મુખ્યત્વે તે સાચું જ પડ્યું છે. સારું થયું છે કે તેના ખુલાસા તેજ વખતે આપી દીધા છે, જેથી કરીને પુસ્તકમાં વર્ણવેલી ઐતિહાસિક વસ્તુ વિષે થતી ઘણીય ગેરસમજૂતી આપમેળે અટકી પડી છે. એટલે દરજજે પરમાત્માને આભાર માનું છું. આટલું જણાવી વિચાર રજુ કરવાની મુખ્ય સ્થિતિ તરફ પાછો વળું છું.
(૩) પ્રાચીન સમયને ઇતિહાસ વર્ણવતાં સર્વ પ્રથે તપાસતાં માલૂમ પડશે કે, તેમણે ધર્મની અગત્ય વિષે લેશ પણ ઇસાર કર્યો નથી, અથવા કદાચ કોઈ ગ્રંથમાં ભૂલેચૂકે કાંઈ બે અક્ષર લખાઈ ગયા હશે. તે તે આધુનિક વિદ્વાન વર્ગ માં ઉતરી આવતી માન્યતા દર્શાવતા લખાણના આધારે, કે અધકચરી હકીકત ઉપરથી તારવણી કરીને જ; જ્યારે મારી તરફથી બહાર પડેલ બે વિભાગો (તેમજ હવે પછી બહાર પડવાના બે ભાગે મળી કુલ ચારે ભાગો) જોતાં વાચકની ખાત્રી થશે, કે તે વખતના સર્વ રાજકર્તાઓએ ધર્મને તે સર્વ પ્રવૃત્તિનું એક મુખ્ય અંગજ લેખ્યું છે, એટલું જ નહીં પણ તેમણે પિતાનાં જીવન પણ તદનુસારે ઘડી કાઢયાં છે. તે વાતની પ્રતીતિ સર્વે મોર્ય સમ્રાટેનાં જીવન ચરિત્રનાં વાંચન ઉપરથી આપણને મળી શકે છે. પછી ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશોક કે પ્રિયદર્શન-એમ ત્રણ કે ચારમાંથી ગમે તેનું દષ્ટાંત , અથવા તેમણે દરેકે ક ધર્મ પાળ્યું હતું તે વાત પણ એકવાર અલગ રાખે, છતાં એટલું તે સ્પષ્ટ તરી આવશે જ કે, તેમણે દરેકે ધર્મની અગત્ય ઉપર ભાર તે મૂક છે જ. એટલે કે તેમની સજજડ માન્યતા બંધાઈ ગઈ હતી કે, ધર્મની પિછાણ વિના મનુષ્ય જીવનની સફળતા છે જ નહીં.
(૪) પછી ધર્મ કોને કહે, તથા તેને પ્રજાનાં કે માનવજાતિનાં કેવળ ઐહિક હિત સાથે જ સંબંધ છે કે, સાથે સાથે પરલૌકિક હિત સાધવા માટે પણ તે ઉપકારક ગણાય છે, તે બાબતની ચર્ચામાં ઉતરવાનું અત્ર સ્થાન પણ નથી, તેમ તે વિષય પણ આપણે નથી. છતાં એટલું જણાવવું તે આવશ્યક ભાસે છે જ, કે વર્તમાન કેળવણીકારની અને દરેક હિંદી યુનીવરસીટીના સંચાલકોની ખાતરી થઈ ગઈ છે, કે માત્ર બુદ્ધિ વિષયક (Intellectual and moral) કે મગજને સ્પર્શતી જ ( relating to head only; or developing the growth of visible senses only ) કેળવણી આપવાને અખતરે હવે વિશેષવાર લંબાવવાની જરૂર નથી. પણ સાથે સાથે સદ્દગુણી બનાવતી અને ચારિત્ર્યશીલ સંસ્કાર રેડનારી (developing
(૧) ધર્મની વ્યાખ્યા આપણે પુ. ૧ ની પ્રશસ્તિમાં પૃ. ૨૧-૨૨ માં જણાવી છે. એક સમર્થ વિવેચક વળી જણાવે છે કે “ધર્મમાં કેળવણીનું સ્થાન પણ છે જ, ધર્મ એટલે વ્યકિતનું તેમજ સમાજનું ઘડતર ” ( જુઓ. તા. ૨૪-૧૦-૩૬ નું જન્મભૂમિ નામે મુંબઈ શહેરનું દૈનિક પત્ર )
( ૨ ) આપણે ત્યાં Director of Public Instruction ને છેદે છે. નહીં કે Public Education al.