SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) જ્ઞાન મગ્નનું સુખ મુખથી કહી શકાય તેમ નથી. એના સુખની પ્રિયાઆલિંગનના કે ચંદન-વિલેપનના સુખ સાથે સરખામણી થઈ શકે એમ નથી. જ્ઞાનમગ્નનું સુખ અતીંદ્રિય હોવાથી વાણીનો વિષય બનતું નથી. તથા એ સુખ આધ્યાત્મિક હોવાથી સ્વાભાવિક છે, જ્યારે પ્રિયા-આલિંગનનું અને ચંદન-વિલેપનનું સુખ કૃત્રિમ છે. આથી એ સુખની પ્રિયા-આલિંગનના અને ચંદન-વિલેપનના સુખની સાથે સરખામણી થઈ શકે જ નહિ.' शमशैत्यपुषो यस्य, विपुषोऽपि महाकथा । किं स्तुमो ज्ञानपीयूषे, तत्र सर्वाङ्गमग्नताम्? ||७|| (૭) વચ્ચે-જે જ્ઞાનામૃતના વિપૃષ:-બિંદુની પિ- પણ સમલૈત્યપુષ:ઉપશમરૂપ શીતળતાને પોષનારી મહાક્રથા- મોટી વાર્તાઓ (છે.) તત્ર-તે જ્ઞાનપીયૂષે- જ્ઞાનરૂપ અમૃતને વિશે સર્વાનતા- સર્વ અંગે મગ્નપણાની -શી રીતે તુમ:- સ્તુતિ કરીએ. (૭) શમ રૂપ શીતલતાની પુષ્ટી કરનાર જે જ્ઞાનામૃતના બિંદુની પણ મહાકથા છે, તે જ્ઞાનામૃતમાં સંપૂર્ણપણે મગ્નતાની શી રીતે સ્તુતિ કરીએ? જેને જ્ઞાનરૂપ અમૃતનું બિંદુ પણ પ્રાપ્ત થયું છે તેના સુખનું વર્ણન કરવું કઠીન છે તો જેને સંપૂર્ણપણે જ્ઞાનામૃતની પ્રાપ્તિ થઈ છે તેના સુખનું વર્ણન શી રીતે થઈ શકે? અર્થાતુ ન થઈ શકે. यस्य दृष्टि कृपावृष्टिगिरः शमसुधाकिरः । तस्मै नमः शुभज्ञान-ध्यानमग्नाय योगिने ||८|| (૮) વચ્ચે- જેની દૃષ્ટિ- ચક્ષુ પવૃષ્ટિ- કૃપાની વૃષ્ટિરૂપ (છે, અને) :વાણી શમસુધાવિર:- ઉપશમરૂપ અમૃતનો છંટકાવ કરનારી છે) THજ્ઞાનધ્યાનમનાય- પ્રશસ્ત જ્ઞાન અને ધ્યાનમાં લીન થયેલા તસ્ને- તે યોનિને- યોગીને નમ:- નમસ્કાર (હો)! (૮) જેની દષ્ટિ કરૂણાની વૃષ્ટિ કરે છે અને વાણી પ્રશમ રૂપ અમૃતને છાંટે છે, પ્રશસ્ત જ્ઞાન-ધ્યાનમાં મગ્ન તે યોગીને નમસ્કાર હો! ૧. અધ્યાત્મો. અ. ૨. ગા. ૧૩. • ૪૯ • =
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy