SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ અમે ઓપરેશન ન કરીએ. તેને આશ્વાસન આપીએ. એક વખત ૬૦ વરસના ભાઈ. ૯૦ ટકા કેસ ખલાસ હતો. એટલે એને નવકાર ગણવાનું કહ્યું. તો કહે “ગણું કે ન ગણું તારા બાપનું શું જાય છે? તમારી વેદના ઓછી થશે” ત્રણ વખત કહ્યા પછી પણ એજ જવાબ મળ્યો. બાપના શબ્દ પ્રકરણ પૂરું થઈ ગયું. નબળી પરિસ્થિતિમાં આ પરિબળો, સબળ પરિસ્થિતિમાં ધર્મ ન કર્યો તેનું પરિણામ. સબળ પરિસ્થિતિમાં ધર્મ નહીં કરો તો નબળી પરિસ્થિતિમાં નવકાર નહીં ગમે. આચાર્ય તમારા ઘરે આવશે, નવકાર સંભળાવશે. પણ તમારી પાત્રતા હશે તો જ નવકાર ગમશે. બે વિકલ્પ છે : શાસન મળ્યું છે તેણે પાત્રતા વધારવાની છે અને શાસન નથી મળ્યું તેણે પુણ્ય ઊભું કરવાનું છે. બાર વરસ પહેલાં મુંબઈના પરામાં અંજન શલાકાનો મહોત્સવ હતો. એક ભાઈના ઘરે અંજન શલાકાના ઉપયોગમાં આવનારી બધી વસ્તુઓ પડી હતી. તેણે સંઘને વિનંતી કરી મારી પાસે વસ્તુઓ પડી છે તે ઉપયોગમાં લો. પતી જાય પછી આપી દેજો. બધી જ વસ્તુઓ સોનાની. સંઘે વાત માન્ય રાખી. અંજન શલાકાનો મહોત્સવ પૂરો થયો. છેલ્લે દિવસે સમારંભ હતો. ત્યાંના આગેવાન ઉભા થઈ કહેવા લાગ્યા, “આ ભાઈએ સંઘને અંજન શલાકાના ઉપકરણોની ભેટ આપી છે. અમે એની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ.' તેમને પરિસ્થિતિનો ખ્યાલ નહોતો. પેલો ભાઈ તો આશ્ચર્ય પામ્યા. વગર પૂછે પોતાના નામે સુકૃત થયું. વિચારે ઊભા થઈ રડી પડ્યા. ૮૦,૦૦૦ના ઉપકરણો તથા ૨૧,૦૦૦ બીજા સાધારણ ખાતામાં લખાવી દીધા. ત્રણ તબક્કાની ભૂમિકા કહી છે. પ્રગતિ કરો તો પ્રેમના ક્ષેત્રે કરજો . પ્રગતિ કોને માનો? અત્યંત બહોળું કુટુંબ. ગયા જનમના પ્રેમનું પ્રતીક છે. તમારૂં બહોળું કુટુંબ નથી તે જગ્યાના અભાવે કે હૃદયના સંકળાશના કારણે? પરિવર્તન કરો તો હૃદયના ક્ષેત્રે કરજો. દોષોનું પરીમાર્જન કરો. પુનરાવર્તન સક્રિયાના ક્ષેત્રો કરજો. સક્રિયામાં પુનરાવર્તન કરી માસ્ટર થાય તેની દુર્ગતિ થાય એવી કોઈ શક્યતા નથી. જીવનના અંતિમ સમયે પતિની આંખમાં લાલાશ જોઈ મદનરેખા સમજી ગઈ કે ભાઈના વિશ્વાસઘાતના કારણે આંખમાં લાલાશ છે. મદનરેખાના પેટમાં બાળક છે. જેઠ તરફથી શીલનો ભય છે અને સામે Ek Y #ાજકોટ #ક ાલાં ૪ Y રાજા
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy