SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ તો જ મળશે. એક દિવસ મદનરેખા પતિ સાથે ઉદ્યાનમાં ફરતા હતા. આ લાગ જોઈ મોટો ભાઈ તલવાર લઈને આવે છે. મોટાભાઈને આવતો જોઈ નાનો ભાઈ તેનાં પગમાં પડ્યો. જેવો પગમાં પડ્યો કે મોટાભાઈએ ગળા પર તલવાર ચલાવી. નાનાભાઈનું માથું લટકી રહ્યું. મોટો ચાલ્યો ગયો. મદનરેખા વાત સમજી ગઈ. જેઠને પોતાનાં શરીર પર રાગ છે. પણ તેણે ત્યારે પોતાના પતિની સદ્ગતિનો વિચાર કર્યો. સ્વપ્નની પેઠે સંસારમાં અભિમાન-માન્યતાથી થયેલી તૃપ્તિ હોય છે. સાચી તૃપ્તિ તો મિથ્યાજ્ઞાન રહિતને હોય છે. તે આત્માના વીર્યની પૃષ્ટિ કરનારી છે. વૈયિક સુખોમાં જેને તૃપ્તિનો ઓડકાર આવે છે? તે ભ્રાન્તિ છે... કેવળ ભ્રાન્તિ! મિથ્યા કલ્પના છે. વિલાસી વાસનાની ભડભડતી જવાલાને ક્ષણ-બે ક્ષણ એ જવાળા શાંત થયા પછી કેવી કારમી વેદનાઓ, ધખધખતા નિઃશ્વાસો, દીનતા અને ઉદાસીનતા છવાઈ જાય છે. જીવાત્મા કેવો પામર નિઃસત્વ અને અશક્ત બની જાય છે. ઉદ્દીપ્ત વાસનાઓના નગ્ન નૃત્યમાં પરમાનંદની કલ્પના કરનાર મનુષ્યને કાળ અને કર્મની કઠોર થપાટો ખાઈને કેવું કારમું રૂદન કરવું પડે છે! તેનાં જીવંત ઉદાહરણો અને ઈતિહાસનાં પાત્રો પર દૃષ્ટિપાત કરવાની આવશ્યકતા છે. તો જ ભ્રાન્તિ દૂર થશે. સાચી તૃપ્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ દેખાશે. આત્માનુભવની’૫૨મ તૃપ્તિ કરવાના ત્રણ ઉપાયો પૂજનીય દેવચન્દ્રજીએ દર્શાવ્યા છે. (૧) ગુરૂચરણનું શરણ (૨) જિનવચનનું શ્રવણ અને (૩) સમ્યકત્વનું ગ્રહણ. આ શરણ, ગ્રહણ અને શ્રવણમાં જેટલો પુરુષાર્થ થાય તેટલા અંશમાં આત્મા અનાદિ ભ્રાંતિથી મુક્ત થાય છે. ૮ મહિના પહેલા વલસાડમાં એક જૈન ભાઈ ચૌમાસીના દિવસે જમવા બેઠા. પત્નીને પૂછે છે ‘શાક શું બનાવ્યું છે?’ મગની દાળનું. ‘તને ખબર નથી મને રોજ કાંદાનું શાક જોઈએ છે? પછી શું કામ આ શાક બનાવ્યું. કાંદાનું શાક બનાવ.’ પત્નીએ કહ્યું ‘આજે કાંદા ન ખાવ - આજે ચૌમાસી છે. આવતીકાલે બનાવી આપીશ.' ‘ના, મને જોઈએ જ. દુકાને જઈને કાંદા લઈ આવી શાક બનાવ.' ઘણીવાર સમજાવ્યા છતાં ન માન્યા. છેવટે પત્ની રડતી રડતી કાંદા લઈ આવી. સુધારીને શાક બનાવ્યું. પતિ જમવા બેઠો. જેવો રોટલી સાથે શાકનો કોળીયો મોઢામાં નાખવા જાય છે ને છાતીમાં દુઃખાવો ઉપડ્યો. એટેક આવ્યો. તરત પરલોકમાં રવાના થઈ ગયો. એક સજ્જન ડૉક્ટર મળ્યા. કહે, ‘૯૦ ટકા કેસ ખલાસ હોય તો KP*_*_* * * ***t l& ૩૦૨ *||2*1) * * * * * ||A AN
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy