SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ જાય. સ્નેહદૃષ્ટિ ખીલશે તો સંસારપણ ઉજળો બનશે... રાગ-દ્વેષની માત્રા ઘટાડવાની સતત શુભક્રિયા કરતા રહેવાની છે. શક્તિના કાળમાં સતત ધર્મક્રિયા કરી લો. અશક્તિના કાળમાં આરાધનાના પરિણામોનો લાભ મળશે. માનવ જીવનમાં મહત્વના બે કામો છે. (૧) સ્વયં ભવસાગર તરવો (૨) બીજાને તારવા. જે સમ્યફ જ્ઞાનવાળા છે, ક્રિયામાં તત્પર છે. ઉપશમભાવવાળા છે, અંતરથી ભાવિત થયેલા છે વળી જિતેન્દ્રિય છે. જ્ઞાની એને કહેવાય જે જ્ઞાન આપવા તૈયાર હોય, જે પ્રવૃત્તિનો ધર્મ કરવા તૈયાર નથી તેને જ્ઞાની ન કહેવાય. સકલ જગત તે એઠવત, બાકી સ્વપ્ર સમાન તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન જ્ઞાનની જાણકારી પ્રાપ્ત કરો, જ્ઞાનની માહિતી મેળવી લો એ જ્ઞાનને સમજવાની બુદ્ધિ સમ્યક્ કરો. એટલે ડહાપણ હોવું જરૂરી છે. આજે જેટલી સમજ છે એ એટલી પ્રવૃત્તિ કેટલી? શુભક્રિયાને પરિણામ રૂપ બનાવવા રૂચિનું નિર્માણ કરો. પૂ. હરિભદ્રસૂરિજી મ. જણાવે છે “જ્ઞાનંસ્ય ફલં રૂચિ' વિરતિ એકાદ ક્ષેત્રોમાં આવે છે જયારે રૂચિ સર્વ ક્ષેત્રમાં આવે છે. જયાં તાકાત હોય ત્યાં વિરતિ લઈ આવો અને જયાં તાકાત નથી ત્યાં રૂચિ પ્રગટાવી છે. દેવલોકના દેવતાઓ માટે રૂચિનો ધર્મ છે. મનુષ્યના ભવમાં વિરતિનો ધર્મ સુલભ છે. જે ગતિમાં જે સુલભ હોય તે ન કરે તે ભવાંતરમાં જોરદાર અંતરાય કર્મ બાંધે છે. એક વાત સમજી રાખશો કે કરોડપતિ બનવાની રૂચિ હોય તે કદાચ સફળ ન થાય પણ ગુણવાન બનવાની રૂચિ ભૂલેચૂકે નિષ્ફળ ન જાય. એક બાબત નોંધી રાખજો આરાધના કરે તેની તો સદ્ગતિ થાય પણ આરાધના ગમે તેની પણ સદ્ગતિ નક્કી જ થાય. આરાધના તો જરૂર કરો પણ આરાધનાને ગમાડતા જાઓ. સાચી રૂચિ પ્રવૃત્તિ કરાવ્યા વગર ન રહે. પહેલા ભૂખ પછી ભોજન પહેલા તરસ પછી પાણી ભગવાન પણ કહે છે પહેલા ભાવના, પછી સાધના. દાન નથી કરતા તેની વેદના સતાવે છે કે દાન નથી ગમતું તેની વેદના છે? અનીતિ નથી જ ગમતી એમ આપણે કહી શકીશું ખરા? બધાજ jતારા પક્ષ Yલવાસણા છે. જેને $ well as ya tinYESTEREIGNયાંaiiiiiiia
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy