SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૦ કોઢિયાઓ ભેગા રહી શકે અને જોડિયાભાઈ સાથે ન રહી શકે એનું કારણ શું? સ્નેહદૃષ્ટિનો અભાવ. તત્ત્વદૃષ્ટિના ઉઘાડ માટે ૧૨ ભાવનાઓનું ચિંતન-મનન ક૨વા જેવું છે. હમણાં ઘણાં બોલતા હશે કે પાલીતાણામાં તો ચોથો આરો વર્તાય છે. પ્રમોદ દષ્ટિ વિનાનો બોલશે કે આમ બધું તો ઠીક પણ સંઘવી જરા લોભીયા છે. તમે જેની સામે લડી નથી શકતા તેની તમે ઈર્ષ્યા કરો છો. અદેખાઈને ટાળવા પ્રમોદભાવ છે. પ્રમોદ ભાવનો ભયંકર શત્રુ છે ઈર્ષ્યાભાવ. સ્નેહદૃષ્ટિના ઉઘાડથી ઘણો લાભ થશે. યોગદૃષ્ટિ તો ઘણી આગળની વાત છે પણ જીવનમાં પ્રસંગે પ્રસંગે સમજદષ્ટિનો ઉઘાડ કરતા શીખો. શ્રીપાલ મયણાને કહે છે ‘કાકસ્ય કંઠે કૃત્ર રત્નમાલાં...' આ કોઠિયાના સંગથી તારા કંચનવર્ણો દેહ રોગિષ્ટ થશે. હજી તું તારી મા પાસે જા.. ત્યારે મયણાએ તત્ત્વદૃષ્ટિસભર જવાબ આપે છે. ‘સ્વામિ! ઈણ વચને જીવ જાય...' કૃપા કરો! આવા વચન ન કહો મારા જીવનના તમામ કોડ તમારા સંગે જ પૂરા થશે. આ દેશની સંસ્કૃતિ કેવી મહાન હતી. પતિ એજ પરમેશ્વર. ખાનદાની પણ કેવી? ★ અમદાવાદમાં એક બેન એક પ્રજ્ઞાચક્ષુ ભાઈને વ્યાખ્યાન પ્રતિક્રમણમાં હાથ પકડીને લઈ આવે. એમને યોગ્ય સ્થાને બેસાડે. એમને બેસવા ઉઠવામાં કોઈ તકલીફ ન થાય એવી જગ્યાએ કટાસણું બિછાવે. બેન ચોક્કસ સમય થતાં એમને લઈ જાય. કોઈ ભાઈએ બીજાને પૂછ્યું આ બેન એમને લઈ આવે, લઈ જાય તે કોણ છે? એ ભાઈએ જવાબ આપ્યો કે એમના ધર્મપત્ની છે. આવું સાંભળ્યા પછી આપણે શું કલ્પના કરીએ. એ ભાઈએ પૂછ્યું. લગ્ન પછી એમની આંખ ચાલી ગઈ હશે ને? એ ભાઈએ જવાબ આપ્યો પહેલેથી જ આ ભાઈ પ્રજ્ઞાચક્ષુ છે. આપણા મનમાં તરત વિચાર આવી જાય કે આ બાઈના માતા-પિતા પૈસાની લાલચમાં કદાચ અંધ સાથે દીકરીને વળાવી હશે? એ ભાઈએ જવાબ આપ્યો કે એ બેન સુખી સંપન્ન શ્રીમંત ધરના દીકરી છે. બન્નેએ પોતાની ઈચ્છાથીજ લગ્ન કર્યા છે. ભાઈના પૂણ્ય જોરદાર છે ખૂબ સુંદર આરાધના કરાવે છે. આજની જીંદગી કેવી છે? જિંદગી તો જાણે રમત છે. પહેલી મિનિટમાં પરણવું અને બીજી મિનિટમાં છૂટા થવું એ મોર્ડન લાઈફ. માત્ર લગ્નની બાબતમાં જ નહિં પણ દીક્ષાને પણ ૨મત સમજી લેવાઈ છે. ઠાઠમાઠથી દીક્ષિત બને અને નજીવા કારણસર ઘરભેગા થઈ જાય... તત્વદૃષ્ટિનો ઉઘાડ થાય તો બેડો પાર થઈ _____ __EE! ~ ૨૭૭ _is_MON_CE (28) STATUS_4__d_!$!# $ !AC 203523631213208062020806205 205 205 205 205 2153215 | Nastys_M_AM| C!AL)BN! E!_*_* *_
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy