SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ એક પણ વાદળ નહિ. સ્વચ્છ આકાશ... પૂર્ણિમાની રજની અને સોળે કળાએ ખીલેલો ચાંદ... જોયું છે આ દૃશ્ય? અહીં આપણને શ્રી ઉપાધ્યાયજી એક અભિનવ ચાંદના દર્શન કરાવે છે. ‘જુઓ... એક પણ કર્મનું વાદળ દેખાતું નથી. સ્વચ્છ સ્ફટિકમય સિદ્ધશીલાનું આકાશ છે. ‘શુકલપક્ષ’ની અનુપમ ઉજ્જવલા રજની છે... અનંત ગુણોની કળાથી આત્માનો ચાંદ ખીલી ઉઠ્યો છે... બસ નિરખ્યા જ કરો... નિરંતર... સદૈવ નિરખ્યા કરો... એ સદોદિત ચાંદને અનંતકાળ નિરખ્યા કરો. આત્માના શુદ્ધ સ્વરૂપનું. અનંત ગુણમય સ્વરૂપનું ધ્યાન કઠિન કર્મોના મર્મને છેદી નાંખે છે. જયાં સુધી એ વાસ્તવિક અનંતગુણમય સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી એ સ્વરૂપનું ધ્યાન અને એ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો મહાન પુરૂષાર્થ ચાલુ રહેવા જોઈએ. જયાં એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ, પછી સારૂંયે વિશ્વ પૂર્ણ દેખાશે. એવું પૂર્ણતાનું દર્શન ક૨વા માટેનો ક્રમિક પુરૂષાર્થ આઠ અષ્ટકોમાં આ રીતે જાણવા મળે છે. પૂર્ણતાની દૃષ્ટિ, જ્ઞાનાનંદમાં મસ્તી, ચિત્તનું સ્વસંપત્તિમાં સ્થિરીકરણ, મોહત્યાગ, તત્વજ્ઞતા, કષાયોનો ઉપશમ, ઈન્દ્રિયવિજય અને સર્વત્યાગ. આ રીતે ક્રમશઃ સર્વોચ્ચ શિખરે પહોંચી જવાય. સુરેન્દ્રનગ૨માં મણિપ્રભવિજય મ. બિમાર પડ્યા. રોજના એકાસણા જ કરે. ડૉ. હોમિયોપેથિક ગોળી આપી. ચાર ટાઈમ ચાર-ચાર ગોળી વાપરવાનું કહ્યું. એ તો એક જ દિવસમાં હાલતા ચાલતા થઈ ગયા. બીજે દિવસે ડૉ. આવ્યા તેમને નવાઈ લાગી. તેમણે આટલા જલ્દી સાજા થઈ જવાનું કારણ પૂછયું તો કહે એક ટાઈમમાં જ આખી બાટલી દવાની ખાલી કરી નાંખી. મણિભાઈની ૮૯ વરસની ઉંમરે આચાર્યશ્રી એમના ઘરે ગયા. આગળ - તકીયો રાખેલો હતો અને એની ઉપર વળીને બેઠા હતા. ચાર દ્રવ્ય પર એકાસણું કરે. વઘારેલા મમરા-મગનીદાળ-કરીયાતુ અને પાણી. એ અડધો ગ્લાસ પાણી માંડ વાપરે. તેમની પત્નીએ વિનંતી કરી. આપ કહો કે બે ટાઈમ પાણી વાપરે!' પૂજ્યશ્રીએ પૂછ્યું. તમે આખો દિવસ કરો છો શું મણિલાલભાઈ ? તો કહે રોજ ત્રણ કલાક આંખો બંધ કરી સીમંધર સ્વામીની દેશના સાંભળું છું. અત્યારે ત્યાં શું ચાલે છે? એટલે તરત આંખો બંધ કરી અને કહે, ‘સીમંધર સ્વામીની દેશના ચાલે છે.’ ત્યાં સાધ્વીજીઓ કયાં બેઠા છે? સાધ્વીજીઓ બેઠા નથી ઊભા ઊભા દેશના સાંભળી રહ્યા છે. આખે આખું સિમંધર સ્વામીના સમવસરણની દેશનાનું વર્ણન કહી સંભળાવ્યું. છેવટે પૂજ્યશ્રીએ કહ્યું, ‘એક વાત કહું, હવે બે ટાઈમ પાણી વાપરવાનું MAA TAA-18_1_----- ૨૬૩ CA mimi - mi[ AATHEMA મળY (1) Yea
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy