SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તેનો એક વિકલ્પ કહ્યો છે – (૧) પગ મજબૂત જોઈએ (૨) હાથમાં લાકડી જોઈએ. પહોંચવાનો વિકલ્પ છે. લક્ષ નિશ્ચિત જોઈએ. સાધના માર્ગે જવા મોક્ષનો લક્ષ રાખવો. તમે જે આરાધના કરો છો એમાં લક્ષ શું? સંગમ - શાલિભદ્રને ગોચરી વહોરાવતાં આનંદ આવ્યો કેમ? ધર્મમાં પડ્યો માટે. મિત્થાત્વી પાપના ઉદયમાં દુઃખી હોય છે. સમક્તિ પાપ કરતાં દુઃખી હોય છે. ધર્મ કરતાં આનંદ કે પાપ કરતાં દુઃખી થવું સહેલું? દેરાસરમાં દર્શન કરતાં આનંદ કે ખેતરમાં કામ કરતા રડતાં રહેવું સારું? આયંબિલ કરતાં આનંદિત કે દુધપાક રડતાં પીવો સહેલો? બાહડ મંત્રીએ દેરાસર બનાવ્યું કામ પૂર્ણ થઈ ગયું છે દેરાસરનું એ સમાચારે ૧૬ સોનાની જીભ સમાચાર આપનારને ભેટ આપી છે. થોડા દિવસ પછી સમાચાર મળ્યા કે પવનના કારણે ભમતિનો ભાગ તૂટી પડ્યો અને દેરાસર આખું ખંડિત થયું છે એ સમાચારે ફરી દેરાસર બનાવવા માટે બાજુમાં પડેલી ૩૨ સોનાની જીભો આપે છે. બાજુમાં બેઠેલો મિત્ર તેને પૂછે છે. દેરાસર બની ગયાના સમાચારે ૧૬, ને ખંડિત થવાના સમાચાર ૩૨ જીભ આપવાનું કારણ શું? મંત્રી કહે છે મારા જીવતે બનાવાના શુભ સમાચારે ૧૬ આપી અને જીવતે જીવત તૂટી ગયેલા દેરાસરને ફરી પુનર્જીવિત કરવા પાછું ઊભું કરવાનું સુકૃત મને મળે એ વિચારે એને મેં ૩૨ આપી. આપણે પ્રવૃત્તિ ધર્મથી શ્રીમંત છીએ. પરિણતી ધર્મથી ભિખારી છીએ. ચોપાટીમાં સુધાકરભાઈ રહે છે. તેમના પિતાજી મણિલાલભાઈ. સુધાકરભાઈ વકીલ છે. ૪૦ વરસના. કાળુસીની પોળમાં અમદાવાદમાં રહે. એમને રાત્રો અચૂક બટાટાવડા ખાવા જોઈએ. પ્રવચન સાંભળીને એવું પરિવર્તન આવ્યું કે ઠામ ચોવિહારના એકાસણાનો અભિગ્રહ કર્યો. આ.શ્રી ભુવનભાનુ સૂરિજી પણ એ જ પોળના હતા. એમણે પૂછ્યું કટોકટી ક્યારે આવી છે? મુલુંડનો છોકરો કલ્પેશ. ૧૮-૨૦ વરસની ઉંમર, મળવા આવ્યો. પહેલા એક ઉપવાસનું પચ્ચખ્ખાણ લીધું. પછી કહે, વાસક્ષેપ આપો. શેના? કોલેજ ચાલુ છે પણ અગિયાર ઉપવાસ કરવાની ભાવના છે. વિપ્ન ભલે આવે પણ પારણાની વૃત્તિ ન આવે માટે વાસક્ષેપ આપો. પંદર દિવસ પછી આવ્યો પૂછયું કેમ થયું? કહે વિપ્નો આવ્યા છતાં ઓવરટેક કરી ગયો! બગડેલા આ સંસારને સુધારવો છે પણ છોડવો નથી. તીર્થકરોએ બગડેલો સંસાર છોડ્યો. મોક્ષગામી બન્યા. સંસાર છોડવાના પ્રયત્નો જે કરશે તે ૧૦૦ ટકા ફાવી જવાનો. HIR AIRTEL રદર. Iકાજામ anastasilariyalalai gadia Valamit s* Famianoianistraigaiiiiiia ns
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy