SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ' વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. * ત્યાગ વગર ગુરની પ્રાપ્તિ નથી ને સિદ્ધિની પણ પ્રાપ્તિ નથી. કે જે ત્યાગ પાછળ વિરાગ નથી તે ત્યાગ આત્મ કલ્યાણ કરનાર નથી. આધ્યાત્મિક ઉદય વગરનો ત્યાગ એ બંધન છે. શાસન મળે ને અંતર ભળે તો ફળે, નહિ તો કાંઈ નહી વળે. ત્યાગ પાછળ વીતરાગનું પીઠબળ હોય તો વીતરાગ મળે. આંતરિક વૈભવ એનું નામ વૈરાગ્ય, બાહ્ય વૈભવ એનું નામ ત્યાગ. આંતરિક જાગૃતિવાળાનો ત્યાગ જ પ્રશંસનીય છે. કે દુર્થાન ન થાય એવો તપ કરવો. . ત્યાગાષ્ટકની વાત કરતાં ઉપાધ્યાય યશોવિજયજી મ. કહે છે. ત્યાગ એનું નામ કે જે ત્યાગની પાછળ વિરાગનું બેકિંગ હોય અને તે વિતરાગ તરફ લઈ જાય. ત્યાગની પાછળ રાગનું બેકિંગ હોય તો તે ત્યાગ દુર્ગતિમાં લઈ જાય છે. જીવનમાં ત્યાગ અનિવાર્ય છે. ઘણીવાર શરીરાદિની ચિંતા, સ્વાર્થ વિષયોની વૃત્તિ ત્યાગ માટે કારણ બને છે. વિનય રત્ન મુનિએ ૧૨ વર્ષ સુધી ત્યાગી જીવન જીવી ગુરૂનું સાનિધ્ય સેવ્યું. ત્યાગ એવો કે ગુરૂ પણ જોઈ તાજુબ થઈ જાય. શુદ્ધ પરિણતી, શુદ્ધ ઉપયોગ જાગવો જોઈએ. આધ્યાત્મિક દુનિયામાં ત્યાગથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. જે ત્યાગની પાછળ વિરાગ નથી એ ત્યાગથી મુક્તિ નથી. પણ દુર્ગતિ થવી સંભવિત છે. શુદ્ધ ઉપયોગ અને આત્મરતિ ત્યાગ પાછળ કામ કરે તો જીવને વિતરાગ બનાવે. પરમાત્માનું શાસન પામ્યા માત્રથી આપણું કલ્યાણ થઈ જશે એ તો ભ્રમણા છે. અભવ્યનો જીવ અનંતીવાર પ્રભુનું શાસન પામ્યો. પ્રભુનું શાસન મળે પણ ફળે નહિ કારણ અંતરમાં ભળે તો કાંઈ વળે નહીં તો ચોર્યાશીના ચક્કરમાં ટળવળે. અભવ્ય આત્મા બધું જ પામે છતાં ઉધ્ધાર નથી કારણ ? શુદ્ધ ક્રિયા કરવા છતાં એ ક્રિયામાં અંતર ભળતું નથી. ત્યાગની પાછળ વિરાગ ન હોય તો તે વિતરાગ બનવા દેતો નથી. ત્યાગની પાછળ રમણતા એ તીર્થકર માટે વંદનીય છે. ઈન્દ્ર સિંહાસન ઉપર બેસે ત્યારે પ્રથમ કોને નમસ્કાર કરે? વિરતિને. વિનય રત્નના જીવનમાં વૈરાગ્ય નહોતો જેથી શું પરિણામ આવ્યું? એક રાજાનું ખૂન કરી રાતના જ રવાના થઈ ગયો. છરી is ass statistics ass samas રપ 9. કાર જીજps satiritsa t stasiasmiY mirities airtelists satistી ૬૫1 Fits શ શ શશશs Vi
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy