SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ 'શદ્ધ ઉપયોગ એ મારા પિતા છે છે ઈન્દ્રિયોનો જય ન થાય ત્યાં સુધી ત્યાગનો ભાવ આવતો નથી. જે ઉપકારી છે એના કરતા વધુ ઉપકારીના શરણમાં જવું. ગુણાતીત અને રૂપાતીત બનાવે તે ગુરૂ. વિરાગી બન્યા વગર મા-બાપ નથી છોડાતા ગીતાર્થ બન્યા વગર ગુરૂ નથી છોડાતા તેમ વીતરાગી બન્યા વગર સત્ ક્રિયાઓ પણ નથી છોડવાની. જયણા પ્રધાન જીવે તે જૈન અષ્ટ પ્રવચન માતાના ખોળામાં રમે તે અણગાર » રાગના પાત્રો છોડતા જાઓ, ત્યાગના પાત્રોનું આકર્ષણ વધારતા જાઓ. * સવારની પૂજા રાત્રિભરના પાપો, બપોરની પૂજા આ જન્મના પાપો અને સાંજની પૂજા સાત જન્મના પાપો ધોઈ આપે છે. # દુઃખને ગળી જાઓ અને સુખને વહેચી નાખો. જ્ઞાનસારમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા આત્માને ક્રમિક રાહ દેખાડતા જાય છે. ઈન્દ્રિયોને જીતવાની ચાવીઓ મેળવી. પૂર્ણતા પામવા ઈન્દ્રિય જય જરૂરી છે. ઈન્દ્રિય દમન અલ્પકાલીન છે જયારે ઈન્દ્રિય જય દીર્ઘકાલીન છે. વિષયોમાં મતિ પ્રવર્તે ત્યારે વિષ કરતાંય ભયંકર આ વિષયો અધોગતિમાં લઈ જનાર છે એમ વિચારવું. ઈન્દ્રિયોના વિજયથી ત્યાગ શક્ય બને છે. શુદ્ધઉપયોગ પિતાના સ્થાને છે. આત્મરતિ માતાના સ્થાને છે. આ બે માતા-પિતા મળી જાય તો અન્ય માતા-પિતા કરવા પડતા નથી. જન્મ મરણમાંથી નિતાર સુલભ બને છે. અમદમાદિ ભાઈઓ બને ને સમાધિ સહચરી બનાવવાની છે. આધ્યાત્મિક સંબંધો ગોઠવવાથી સંસારના સંબંધો છૂટતા જાય છે. સંસારમાં રહેલ બાળક રોજ એના માતા-પિતાને પગે પડે છે એજ બાળક દીક્ષા લે છે પછી માતાપિતા એને વંદન કરે છે. છોકરાને હવે વંદન કરવાનું હોતું નથી. એ બાળક હવે ગુરૂના શરણમાં છે. ગુરૂ કોણ ? અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવે. મોહ છોડાવે, ને મોક્ષની પ્રીતિ કરાવે. આત્માને ગુણાતીત અને રૂપાતીત બનાવે. આવા ગુરૂ મળી જાય તો વિતરાગદશા નજીક આવતી થાય. છેલ્લે તો ગુરૂ Miami Vivamuna Haiti siYiaiી ૪૬ શia Yડાંtarinamidst N ews
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy