SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાચારનું શુદ્ધ પદ કેવલજ્ઞાન છે. આથી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાનાચારનું સેવન જરૂરી છે. દર્શનાચારનું શુદ્ધ પદ ક્ષાયિક સમ્યકત્વ છે. આથી ક્ષાયિક સમ્યત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દર્શનાચારનું સેવન જરૂરી છે. એ પ્રમાણે સ્વશુદ્ધપદ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચારિત્રાચારનું સેવન કરવું જોઈએ. સ્વશુદ્ધપદ પરમ શુકલધ્યાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તપાચારનું પાલન કરવું જોઈએ. આત્મવીર્યની સર્વથા શુદ્ધિ ન થાય ત્યાં સુધી વીર્યાચારનું સેવન જરૂરી છે. આત્મા જયાં સુધી ઉચ્ચકોટિની સમાધિ યા ધ્યાનદશા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી અમુક આચારોનું સેવન કરવા યોગ્ય છે અને અમુક આચારોનું સેવન કરવા યોગ્ય નથી વગેરે શુભ વિકલ્પો - સંકલ્પો હોય છે. આથી એ અવસ્થાનો ત્યાગ સવિકલ્પ છે. સાધનાની પ્રારંભદશામાં આવો શુભ વિલ્પ પૂર્વકનો ત્યાગ જ હિતકર છે. સવિકલ્પ ત્યાગની સાધના કરતાં કરતાં આત્મા જયારે ઉચ્ચ કોટિની સમાધિ યા ધ્યાનદશા પ્રાપ્ત કરે છે ત્યારે પૂર્વોક્ત વિકલ્પોથી-સંકલ્પોથી રહિત બની જાય છે, અને સર્વ પ્રપંચરહિત સ્વાત્માનુભવરૂપ શુદ્ધોપયોગ દશામાં વર્તે છે. આ દશામાં વર્તતા ત્યાગીનો ત્યાગ નિર્વિકલ્પ ત્યાગ છે. આ દશામાં હું અમુક (આવશ્યકાદિ) ક્રિયા કરું વગેરે વિકલ્પો-સંકલ્પો ન હોવાથી ક્રિયા પણ ન હોય. આથી અહીં કહ્યું કે નિર્વિકલ્પ ત્યાગની અવસ્થામાં વિકલ્પ નથી અને ક્રિયા પણ નથી. આ એ જ વિષયનો ભાવ છઠ્ઠા અષ્ટકની ત્રીજી ગાથામાં યો IIઢ: શમાવ સુષ્યત્યન્ત તા: એ શબ્દોમાં કહ્યો છે. योगसंन्यासतस्त्यागी, योगानप्यखिलांस्त्यजेत् । इत्येवं निर्गुणं ब्रहा, परोक्तमुपपद्यते ||७|| (૭) ચોરીસંચાલતઃ-યોગનો રોધ કરવાથી ત્યારી-ત્યાગવાળો વિતાસઘળા યો-યોગોનો -પણ ત્યને–ત્યાગ કરે રૂતિ-એ પ્રમાણે પર-૩iબીજાએ કહેલ નાનુ-ગુણ રહિત બ્રહ્મ-આત્મસ્વરૂપ ૩૫૫ત્તે-ઘટે છે. (૭) ક્ષાયોપથમિક ધર્મનો ત્યાગી યોગના નિરોધથી સર્વ યોગોનો પણ ત્યાગ કરે. આ પ્રમાણે બીજાએ કહેલ ગુણ રહિત આત્મા પણ ઘટે છે. સાંખ્યદર્શનના પ્રણેતા કપિલ વગેરે આત્માને સર્વથા ગુણોથી (જ્ઞાનાદિ ગુણોથી પણ) રહિત માને છે. પણ તે અસત્ય છે. આત્મા કયારેય સર્વથા ગુણરહિત બનતો જ નથી. આત્મા સર્વથા ગુણરહિત બને તો આત્માનું KER & stays is as Hડા કડાકાર, કાકા ક મા
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy