SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ' ઇન્દ્રિયોના મજૂર તહીં માલિક બનીએ મહાન જ્ઞાની ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અંતિમ ગ્રંથ જ્ઞાનસારમાં આત્માની ઉચ્ચ ભૂમિકા બંધાવી રહ્યા છે. જ્ઞાની-ધ્યાન-તપસ્વીવૈરાગી બધાને વિષયોના સંપર્કથી છ ગાઉ છેટા રહેવાની પ્રેરણા આપી રહ્યા છે. ઈન્દ્રિયોના કંટ્રોલથી જ શુદ્ધતાની પ્રાપ્તિ શક્ય છે. વિષયોની તાકાત પ્રચંડ છે. લગ્નની નિમંત્રણ પત્રિકા આવે છે એની એને ખબર છે પણ પતન ક્યારે થશે એની નિમંત્રણ પત્રિકા આવતી નથી. અચાનક જ આવી જાય છે. પતન એક દિવસમાં થાય છે પણ એની ભૂમિકાનો પાયો ક્યારથી શરૂ થઈ ગયો હોય છે. આપણને એની જાણ ન હોવાથી આપણને ફક્ત પતન દેખાય છે. ભગવાન ઋષભદેવના સમયની મરીચીની ઘટના આપણે ક્યાં નથી જાણતા? આત્માના પતન અને ઉત્થાનમાં કોઈ ચોઘડિયા બાધક નથી. જીવ જો ગાફેલ રહે તો ગમે ત્યારે પડી શકે છે. મરીચી કહે છે અહીં ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે. આટલા વર્ષોની સાધનામાં ઉત્સુત્ર પ્રરૂપણા ન કરનારા કપીલને ખાતર એક વાક્યથી પોતાનો સંસાર વધારી નાખ્યો. સૂર્યોદય અને સૂર્યાસ્તની આપણને જાણ છે પણ જીવ ક્યારે પતન પામી જશે એની જાણ નથી. કોઈ બાળ અવસ્થામાં તો કોઈ યુવાવસ્થામાં તો કોઈ વૃદ્ધાવસ્થામાં પતન પામ્યા છે. કાચી ઘડીનો વિશ્વાસ કરવા જેવો નથી. પ્રભુ વીરનો આત્મા શરીરની અવસ્થાના કારણે અનંત સંસાર રખડી પડ્યો. જ્ઞાનીઓ કહી રહ્યા છે જાગવાનો સમય આવ્યો છે. હે જીવ! તું જાગી જા... તારા જનમ જનમના પાપ ધોઈ નાખ. કુંભકર્ણ પણ છ મહિને તો જાગતો જ હતો. બે મહિના ધંધો બરાબર ચાલે તો બાર મહિનાનું વળતર મળી જાય ઈન્દ્રિયો તરફની પ્રીતિ લગાડી તો પતન નિશ્ચિત છે. એક ખાવાના સ્વાદમાં મસ્ત બન્યા તો કંડરીક પતન પામ્યા. એક કર્મેન્દ્રિય પાછળ હરણ પાગલ બને છે ત્યારે પ્રાણ ગુમાવે છે. સંગીતમાં ભાન ભૂલે છે ત્યારે શિકારીનો શિકાર બની જાય છે. ઘડીની ગુલામી જીવને પરતંત્રતા આપી દે છે. ઈન્દ્રિયોથી મળતો પ્રત્યેક આનંદ ક્ષણજીવી અને અલ્પજીવી હોય છે. પણ એનાથી બંધાતા પાપ ચિરંજીવી હોય છે. બ્રહ્માનંદી જીવ જ્યારે વિષયાનંદી બને છે ત્યારે ચિરંજીવ દુઃખને પ્રાપ્ત કરે છે. વિષયોનું આયુષ્ય Essays a nd ass ૨૩૬ ટકા sists tax Nitarties at Rs 35 કિલો શાકાકા કાલVisit
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy