SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ હોતા હૈ તબ કાક ચંચમેં રોગ, કર્મના ઉદયે મળે ઘણું પણ માણી શકે ન કોય. છોકરીની અંતિમક્રિયામાં ત્રણેય જમાઈ ગયા છે. એક જમાઈ વૈરાગી બની બાવો થઈ ગયો ને ચિત્તા પાસે બેસી ગયો. બીજો દુ:ખ સહન ન થવાથી ચિત્તામાં પડ્યો. (સત્તો બન્યો ઇતિહાસની પ્રથમ ઘટના) ત્રીજો વિચારે છે આ બે બેવકૂફ છે. આને તો હું જીવંત કરીશ અને પાછી એને જ પરણીશ. આમ વિચારી સંજીવની લેવા તે જંગલમાં ગયો. ઘણી મહેનત અને સખત પરિશ્રમ પછી સિદ્ધકૂપ પ્રાપ્ત થાય છે. રસ લઈને હરખાતો પાછો આવ્યો. છોકરીની રાખ હતી ત્યાં આવ્યો. ત્યાં પેલો બાવો બેઠો હતો. કોઈને ચપટી રાખ પણ ઉપાડવા નહોતી આપી. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય તો જુદી વાત છે. બાવો કહે છે, રાખ પાસે નહીં જવાય. પેલાએ વાત સમજાવી કે હું આને જીવંત કરી દઈશ. પછી જવા આપ્યું. પેલાએ રાખ પર રસ ઢોળ્યો. ત્યાં ચમત્કાર થયો ને છોકરી ઊભી થઈ ગઈ. પણ તેની પાછળ મુશ્કેલી એ થઈ કે પેલો બળી મરેલો યુવાન પણ ઊભો થઈ ગયો. કર્મના ખેલ સમજવા મુશ્કેલ. ત્રણેય જણા ફરીથી લડવા લાગ્યા. એક કહે છે હું એની પાછળ બળી મર્યો માટે સૌથી વધારે પ્રેમ મને છે. તેથી હું જ એને પરણીશ. બીજો કહે છે હું સંજીવની ન લાવત તો આ જીવતી જ ન થાત. માટે હું જ એને પરણીશ. બાવો કહે છે મેં રાખ સાચવી રાખી ત્યારે જ એ જીવતી થઈ. માટે હું જ એને પરણીશ. માણસ મરે છે પણ માયા મરી શકતી નથી. ત્રણ વચ્ચેનો ઝઘડો કોર્ટમાં ગયો. કોર્ટમાં ચુકાદાની મુદત પડી. આપેલી તારીખે બધા કોર્ટમાં હાજર થયા. જજ બધાનું સાંભળે છે. છોકરીનો ભાઈ કહે છે કે ઘરની અંદર છોકરો કમાતો થાય પછી છોકરાનું ચાલે તેથી મેં જેની સાથે નક્કી કર્યું છે તેની સાથે એના લગ્ન થવા જોઈએ. મા કહે છે દીકરીની બધી જવાબદારી મા ઉપર વધારે હોય છે. તેથી મારી પસંદગી પ્રમાણે એના લગ્ન થવા જોઈએ. બાપ કહે છે મારી ઈજ્જતનો સવાલ છે. ત્રણેયની વાત સાંભળી જજ વિચારમાં પડી ગયો. છોકરી એક અને પરણનારા ત્રણ. આવો કેસ તો પહેલો જ મારી પાસે આવ્યો છે. જજ ચુકાદો આપવામાં મુદત માંગે છે અને તારીખ પડે છે....... I Kindle Edakkasaliji F i ર૩પ ! as adia Views what YશકશS થા Yatra IdYA
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy