SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ટંકશાળી વચનો છે. રાજા વિચારે છે રાણીને અમરફળ આપીને અમર બનાવવાની મારી ઘારણા નિષ્ફળ ગઈ. રાજાએ આપણી જેમ પ્રવચનો નહીં સાંભળ્યા હોય. એ જગ્યાએ તમે હોત તો વિચાર કરત કે ધારેલું કશું ન થાય, ન ધારેલું બધું થાય એનું નામ સંસાર.” રાજાને આવી લાઈટ થઈ જાત તો રાઈટ દિશામાં જાત પરંતુ એ સમયે ગાઈડ ન મળવાથી ખોટી સાઈડ હાથમાં આવી ગઈ. રાજાના મનમાં એક જ વિચાર મહાવત પાસે આ ફળ આવ્યું શી રીતે? રાત્રિના પથારીમાં ઉંઘ આવતી નથી. રાણી ઉભી થાય છે. એ સમયે રાજા હલે છે. રાણીને થયું કે રાજા જાગે છે એ જઈ શક્તી નથી. રાણી ઈચ્છાપાપ ત્યારે જ કરે છે જયારે આતમરાજા સૂતા હોય. આ અધ્યાત્મિક દુનિયામાં થયેલ પ્રમાદ એટલે પાપ. રાજા થોડીવારે ખોટા નસકોરા બોલાવે છે. હવે રાજા સૂઈ ગયા છે એમ જાણી રાણી પિંગળા ઉઠી. ધીમે ધીમે ડગલાં ભરતી ઝરૂખામાં આવી. રાજા એકદમ ઉભા થઈ ગયા ને દરવાજાની આડમાં ઉભા રહી ગયા. રાણી ઝરૂખામાં ગઈ એટલે હાથી બરોબર એ ઝરૂખાની નીચે આવીને ઉભો રહે યશોવિજયજી મહારાજ બહુ માર્મિક વાત સમજાવી રહ્યા છે. મોહાદિભાવોથી જ અસ્થિરતા આવે છે. મોહાદિના કારણે આત્માપતનના માર્ગે ધકેલાઈ જાય છે. આ તમામ દશામાંથી સગુણ બહાર કાઢે છે. સંત તુલસીદાસે કહ્યું છે કે, સમદર્શી શીતલ દશા, જિનકી અદ્દભુત ચાલ, ઐસે સદ્દગુર કીજીએ, જો પલમેં કરે નિહાલ. ગૌતમ સ્વામી જેવા માથે હાથ મૂકે એનો બેડો પાર થઈ જાય. સ્વાતિ નક્ષત્રમાં છીપની અંદર પડેલું પાણી મોતી બને છે અને સર્પના મોઢામાં જાય તો ઝેર બને છે. આપણી પાત્રતા પ્રથમ નંબરમાં છે. પાત્રતા વગરનો મોટો બને તે અંતે ખોટો પડવાનો. પરદેશ ગયેલા રોકફેલરને પૂછવામાં આવ્યું, આપને જીવનમાં શાની ઉણપ લાગે છે? અબજો ડોલરનો માલિક રોકફેલર કહે છે સાચા મિત્રોની ઉણપ છે. પત્રકારો આદિ વિચાર કરે છે જેની આજુબાજુ ગોળની ઉપર માખી ફૂલની પાછળ ભમરા ગૂંજે તેમ મિત્રો વિંટળાયેલા છે અને તે કહે છે કે સાચા મિત્રોની ઉણપ છે. મનની મૂંઝવણ રોકફેલર પાસે રજૂ કરતા રોકફેલરે કહ્યું, આ રોકફેલરના મિત્રો નથી. આ બધા તો ડોલરના મિત્રો છે. રોકફેલરની પાર્ટી ઉઠે તો બધા રૂઠે.
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy