SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિનો પરચો પામીને પોતે સહી સલામત આગ્રા પહોંચી શક્યો, એનો ગેબી પ્રભાવ હજી બાકી જ હતો. રાજેન્દ્રને પૈસા માટે મહેનત કરતો મૂકીને, હવે જરા ચંબલની ખીણમાં પાછું એક ડોકિયું કરીએ! ચંબલની ચોગરદમ હજા૨ની સંખ્યામાં પોલીસપહેરો સજ્જ થઈ ગયો હોય. એ બનાવ ચંબલે હજી જોયો ન હતો. અને આ વખતનો પોલીસનો પંજો ખતરનાક હતો. ડાકુઓના કોઈ સગાઓને પોલીસે અટકમાં લીધા હતા. પળે-પળે ડાકુઓ ભરડામાં ભીંસાતા જતા હતા. ઉત્તર-પ્રદેશની સરહદ પર, અડીખમ ભીંત બનીને પોલીસ ખડી રહી ગઈ હતી. મધ્ય-પ્રદેશમાં ડાકુઓ નાસી ન શકે, એ માટે તો જમના નદીની નાકાબંધી હતી જ! પોલીસ ધારત તો ધિંગાણું કરીને ઘણા ખરા ડાકુઓને ગીરફતાર કરી શકત. પણ આમ કરવામાં અપહૃત-યુવાનોના જાન જોખમાય એમ હતા. ઠાકુર અને બીજા ત્રણ યુવાનો તો ચંબલની ભેદી કોતરોમાં છૂપાઈ ગયા હતા પણ પળે-પળે નાલેશીના જે સમાચારો આવતા હતા, એથી ઠાકુર ખૂબ જ ચિંતામગ્ન હતો. અમે સુરેશ, નવીન ને ચીનુભાઈ ઠાકુરનું હતાશ ને ભગ્ન હૈયું જોઈને વણસેલી વાતનો અણસાર પામી શક્યા હતા. પણ અમને તો મુખ્ય ચિંતા રાજેન્દ્રની જ હતી. એક ડાકુ આવ્યો, એ હારનો સંદેશ લાવ્યો હતો. ગોપી ઠાકુરનું આખું કુટુંબ એની મા, પત્ની, પુત્રો ને સાળાને પોલીસે કબ્જામાં લઈ લીધા હતા. અપહૃત-યુવાનોને ખાતર પોતાને આટલું મોટું સંકટ વેઠવું પડશે, એવી ઠાકુરને કલ્પના સરખી પણ ન હતી. શાંતિમિશનની દોડધામ એની આંખ સામે તરવરી રહી. એક જમાનાના જુલ્મી ડાકુ સિલદારસિંહ અને લોકમનના જુલમો એને સાંભરવા માંડ્યા. એને થયું : આ બધાનું પાપ શું મને જ નડશે? : ને ખેડૂતો પણ વારાફરતી ડાકુને સમજાવવા આવવા માંડ્યા કે, ‘ગોપી! હવે મજા નથી. યુવાનોને છોડી દે, નહિ તો જોવા જેવી થઈ જશે.’ ઠાકુરને બી.એ. પાસ ડાકુ પર ખૂબ ગુસ્સો ચડ્યો. છઠ્ઠી તારીખે જ રાજેન્દ્ર રવાના થઈ ગયો હોત તો આઠમી નવમી સુધીમાં લાખ રૂપિયા હાથમાં આવી ગયા હોત ને યુવાનો મુક્ત થઈ જતે, આ પોલીસ પહેરો ઊઠી ગયો હોત! પણ પોતે લોભની લહેરમાં તણાયો અને વાતાવરણ આજે સાવ વણસી ગયું. ઠાકુરનો સાળોય અટકમાં હતો. એણે પોલીસને વચન આપ્યું કે, ‘તમે આજે મને છોડી દો! કાલે જો યુવાનો મુક્ત ન થાય, તો તમે મારી લાશ પર ધિંગાણું ખેલજો!' ડાકુનું વચન એટલે વચન! એ ડાકુ છૂટો થયો, ને એ ચંબલની કોતરો તરફ નાઠો. નવમી તારીખનો આખો દિવસ ઠાકુર માટે તંગ રહ્યો. અમે જોતા : એ વાત કરતાં કરતાં ગરમ થઈ જતો. બધા અમારી મુક્તિની જ વાત કરતા. પણ ઠકુરને કોઈ પણ ભોગે ૧૨મી તારીખ સુધી વાત લંબાવવી હતી. જે યુવાનો માટે આટ-આટલું જોખમ ખેડ્યું, એમને એક પણ પૈસાની પ્રાપ્તિ વિના છોડી દેતાં, એનો જીવ ચાલતો ન હતો. ત્યાં તો સમી-સાંજે એક ડાકુ આવ્યો. એ ઠાકુરનો સાળો હતો. એણે સીધી જ આજ્ઞા કરી : ‘ગોપી કાં આ યુવાનોને મુક્ત કરી દે! કાં મને ઠાર કરી દે. લે, આ બંદૂક!' ઠાકુરે બધી વાત સાંભળી. સાળાની સમર્પણની પ્રતિજ્ઞા આગળ એને નમતું તોળ્યા વિના છૂટકો જ ન દેખાયો. ઘણાની હમદર્દી ગુમાવી બેઠેલા ડાકુઓ ઝડપી નિર્ણય લેવા અશક્ત હતા. સાળાને માટે પળ-પળ કિંમતી હતી. એણે બીજી વાર કહ્યું ‘ગોપી વિચાર શું કરે છે? પકડાઈશ તો જીવતરની કમાણી ધૂળધાણી થઈ જશે. આ વખતે પોલીસ એવી તો વિફરી છે કે, એકે ડાકુ જીવતો નહિ રહી શકે! અને મને તો મારા વચનની વધુ કિંમત છે. કાં નિર્ણય લે કાં લે, આ બંદૂક! ને કરી દે મને ઠાર!' ડાકુઓ આજુબાજુની પ્રજા ને ગામડાંઓના વિશ્વાસને સહારે જ ગુપ્ત રહી શકતા હતા. પ્રજા નવ પદનાં શરણ વિના, પાપ-પડળ નવ જાય; ધર્મપદ આવે નહીં કંદર્પ દર્પ નવ જાય.’–૧૪ ર
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy