SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સગવડવાળું નવું મકાન વગર પાઘડીએ મળી ગયું! બે મિનિટનો સ્ટેશનનો રસ્તો અને પાંચ મિનિટે દેરાસર પહોંચી જવાય એવા અનુકૂળ સ્થળે મકાન મળ્યું. મને આવા નાના-મોટા ઘણા અનુભવો થતા રહે છે. મારાં બહેનને દમનો વ્યાધિ થયેલ. મુંબઈમાં. ડૉ. કોહિયાજી વગેરે પાસે ટ્રીટમેન્ટ કરાવી. મી૨જ લઈ ગયા. પણ કંઈ ફાયદો નહિ થયેલો. વ્યાધિ એટલો બધો કે આખી રાત આરામખુરસી પર બેઠાં બેઠાં કાઢવી પડે; જરા પણ સૂઈ ન શકાય. મારી પાસે તો દવા તરીકે આ ભાવના હતી. મેં એમને આ ભાવના બતાવી. અને હું પોતે સવારે, ‘બધા જીવો નીરોગી બનો' એ ભાવના કરતી વખતે, એમના ઉપર ખાસ લક્ષ આપતો; એમનું નામ દઈને એ નીરોગી બને એવી ભાવના કરતો. થોડા વખતમાં એમને સુધારો થયો. આજે તેમને તદ્દન સારું થઈ ગયું છે. મનનું ચેકિંગ અને ભાવના આમાં મને મનના ચેકિંગની ખૂબ મહત્તા દેખાઈ છે. એટલા માટે હું બને તેટલું ઓછું બોલું છું. છતાં કોઈ પ્રસંગે કોઈને બે શબ્દો કહેવાઈ ગયા હોય કે કોઈનું મનદુઃખ થયું હોય તો મારી ભાવનાનો ‘ફ્યૂઝ’ ઊડી જાય છે. સવારના ભાવના માટે બેસું, પણ કામ આગળ ચાલતું જ નથી. વચ્ચે વચ્ચે જાણે એ વ્યક્તિ મનોભૂમિકામાં આવ્યા જ કરે. હું સામી વ્યક્તિ પાસે જઈને ક્ષમાપના કરું પછી જ કામ સરળતાથી ચાલે. એક દાખલો આપું : એક વાર મેં એક વોરાની દુકાને ફોટા મઢાવવા આપેલ. બિલ સાડાસાત રૂપિયા કર્યું. મેં કહ્યું : 'આટલા હોય! સાત રૂપિયા બરાબર છે.’ ‘ના શેઠ! જે કહ્યું છે, તે વાજબી છે. મુંબઈમાં તમે આ કામ કરાવ્યું હોત તો આના કરતાં વધુ ખર્ચ થાત.' છતાં સાત રૂપિયા આપી હું ઘેર ગયો. બીજે દિવસે સવારે ભાવના કરવા બેઠો, ત્યારે ભાવના બરાબર ન ચાલી. મેં તપાસ કરી કે જરૂર કંઈક ભૂલ થઈ છે. વોરાની દુકાને જઈ મેં વોરાને કહ્યું : અલીબાબા, તમે કાલે સાચી વાત કરેલી, તમે કામ ઘણું જ સરસ કર્યું છે. આ એક રૂપિયો લો!' એ ખુશ થઈ ગયો. એ પછી જ મારી ભાવના બરોબર ચાલી. કોઈ વાર દેરાસરમાં પૂજારી સાથે બે અક્ષર બોલાઈ જાય તોય કામ અટકી પડતું. પછી ચાહીને દેરાસરે દર્શન કરવા જાઉં, ચાર-આઠ આના પૂજારીને આપી એને ખુશ કરું અને ક્ષમાપના કરું, પછી જ મારું કામ બરાબર ચાલે છે. મારે પ્રવૃત્તિ બહુ ઓછી છે. એટલે બહારનાંઓ સાથે મારે પ્રસંગ જ ઓછો પડે ને કુટુમ્બીઓ તો ખૂબ જ અનુકૂળ બની ગયા છે. બધાને હું આ ભાવના બતાવું છું. એમને હું કહું છું કે, ‘તમારે સુખ જોઈતું હોય તો સુખ વાવો-બીજાને સુખ આપો, બીજા સુખી થાય એવી ભાવના કરો' આથી મન બગડવાનાં નિમિત્તો માટે ઘણાં ઓછાં રહે છે. છતાં હું મનનું ચેકિંગ કર્યા કરું છું કે મનમાં શું વિચાર ચાલે છે? હું કોઈને મળું છું કે વાતચીત કરું છું ત્યારે પણ વચ્ચે વચ્ચે આ ચેકિંગ ચાલુ રાખું છું. સર્વ જીવોને સુખી જોવાની ભાવનાનું પરિણામ એ આવ્યું છે કે આખું જગત આજે મારું મિત્ર બની ગયું છે. હું કોઈ અજાણ્યા સ્થળે જાઉં છું તો ત્યાં પણ મારી સાથે વાત ક૨ના૨ જાણે ચિરપરિચિત હોય તેમ મારી સાથે ખૂબ જ મિત્રતા દાખવે છે, તેમને મારા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે અને મને ફરી મળવાની ઇચ્છા તેમના મનમાં રહ્યા કરે છે. એક વખત સવારે હું ઊઠ્યો ત્યાં પગે કોઈ જંતુ હોય તેમ લાગ્યું. મને થયું કોઈ મોટું જીવડું છે. અંધારું હતું. હું રાતે ફાનસ કે લાઇટ રાખતો નથી. મારો ઊઠવાનો સમય થઈ ગયો હતો. તેથી, બેડિંગ વાળી લઈને, હું ભાવનામાં બેસી ગયો. ભાવના અને નવકા૨નો કાર્યક્રમ પૂરો થતાં હું ઊઠ્યો. બેડિંગ ઉપાડીને મૂકવા જાઉં છું ત્યાં બ્લેકેટમાંથી એક મોટો વીંછી નીકળીને સડસડાટ ચાલ્યો ગયો. જાણે એ પણ મારી મૈત્રીભાવના સાંભળવા ન બેસી ગયો હોય, તેમ વૈરવિરોધ ભૂલી, બે કલાક સુધી બેસી રહ્યો! મને થયું કે જો આપણી અલ્પ શુભ ‘અકળ અલખરૂપ તારું, હે દેવ શ્રી અરિહંત; લક્ષ રાખી જે ભજે, તે તોડે ભવના સંત.’–૧૯ ૩૩
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy