________________
અર્ધો ક્લાક ધાર્મિક વાચન કરું છું. પછી, થોડી વાર આરામ કરી, બે-ત્રણ સામાયિક કરું છું. એમાં નવતત્ત્વ વગેરેનો થોડો અભ્યાસ અને ધ્યાનાદિ કરું છું.
સાંજે ભોજનનો સમય થતાં વાળુ કરી, દેરાસર દર્શન કરી માવી, પ્રતિક્રમણ કરું છું. બાદ મહારાજ સાહેબ હોય તો વૈયાવચ્ચ ભક્તિ કરી, ઘેર આવું છું. સર્વ જીવોને ખમાવી, ભાવના ભાવી, નવકાર ગણતાં ગણતાં ઊંઘી જાઉં છું. બે-ચાર નવકાર ગણતાં જ એવી ઊંઘ આવી જાય કે ક્યારે ઊંઘ્યા અને ક્યાં ઊંઘ્યા એની ખબર પણ પડતી નથી. ઊંઘમાં ‘ૐ તો ગઢ નમ:' કે ‘નમો અરિહંતાળ’ એ એક પદનો જાપ તાલબદ્ધપણે, ઘડિયાળના ટક ટક અવાજની જેમ, ચાલ્યા કરે છે.
હાલતાં-ચાલતાં, ઊઠતાં-બેસતાં, બસમાં, ટ્રેનમાં જ્યાં ટાઈમ મળે ત્યાં ‘નમો અરિહંતાળ' કે ‘ૐ હૈં હૂઁ નમઃ' નો જાપ ચાલુ જ રાખું છું; અને અડધા અડધા કલાકે જરા અટકીને મનની તપાસ કરું છું કે તેમાં શું વિચાર ચાલે છે?
છેલ્લાં દશ વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે. પહેલાં પાંચ વર્ષ આવો કોઈ નિયત કાર્યક્રમ ગોઠવ્યો ન હતો; પણ ‘જે થોડો વખત આરાધના માટે મળી ગયો છે એનો પૂરો ઉપયોગ કરી સદ્ગતિ સાધી લઉં’ એ ધૂનથી નવકાર અને ભાવના, ફરી ભાવના અને નવકાર એ પ્રમાણે દિવસ અને રાત રટણા રાખેલી. એ પછી, મેં ઉપર મુજબ એક કાર્યક્રમ નક્કી કરી લીધો.
નવકારના સતત સ્મરણનું પરિણામ
આથી મારો રોગ ગયો એટલું જ નહીં, મારી આર્થિક સ્થિતિ પણ સુધરી, માનસિક વિકાસ થયો અને શરીર પણ ઘણું જ સારું થઈ ગયું. લાઇટ લીધા પછી અમુક મુદતે હૉસ્પિટલમાં બતાવવા જતો. એક વખત વજન કરવાના કાંટા ઉપર નવો માણસ આવેલો. વજન કરાવવા મારું નામ પોકારાયું : ‘ગુલાબચંદભાઈ...’ હું જઈને ઊભો રહ્યો. મને જોઈને એણે કહ્યું કે, ‘તુમ ક્યોં આયા? પેશન્ટ (દરદી) કો ખડા કરો.’ મારે કહેવું પડ્યું કે ‘મેં હી
5
પેશન્ટ (દરદી) હું.’ હું દરદી હોઈશ એવી કોઈને કલ્પનાય ન આવે એવું મારું શરીર થઈ ગયું હતું. આજે હું બધો જ ખોરાક લઈ શકું છું. કોઈ પરેજી પાળતો નથી. હું સંપૂર્ણ તંદુરસ્ત છું.
મારી આર્થિક સ્થિતિમાં પણ ઘણો જ સુધારો થઈ ગયો છે અને મારો માનસિક વિકાસ થયેલ પણ અનુભવાય છે. આજે હું બે હજારની સભામાં માઇક ઉપર નીડરતાથી બોલી શકું છું અને મારા વિચારો સભાને ઠસાવી શકું છું. મારો અભ્યાસ બહુ ઓછો.
અને આજ સુધી સભામાં કેમ બોલવું એનો કોઈ અભ્યાસ મેં કર્યો નથી કે નથી કોઈ પાસે માર્ગદર્શન લીધું; છતાં એવા એક-બે પ્રસંગો ઉપસ્થિત થયા ત્યારે હું બે હજાર માણસની સમક્ષ સારી રીતે બોલી શક્યો હતો.
વળી મને અંદરથી એમ થાય કે ‘અમુક વ્યક્તિને ઘણા દિવસથી મળાયું નથી, મળવું છે,’ તો હું ઘેરથી બહાર નીકળું. દાદર ઊતારું ત્યાં એ વ્યક્તિ સામી મળી જતી! કામમાં કોઈ ગૂંચ પડી હોય, કંઈ સૂઝતું ન હોય કે આમાં શું કરવું? તો હું ત્રણ નવકાર ગણીને વિચારું ને એમાં મને યોગ્ય માર્ગદર્શન મળી જાય છે! આર્થિક પરિસ્થિતિમાં એમ લાગે કે આટલી જરૂર છે, તો સામેથી કોઈ પાર્ટી મળી જાય કે ‘હમણાં અમારાં આટલાં નાણાં સાચવજો!' કેટલીક વાર સ્ફુરણાઓ થાય છે કે અમુક કાર્યમાં અમુક રીતે વર્તવું. એક વાર મને વિચાર આવ્યો કે મૂળજી જેઠા માર્કેટમાં દુકાન લઈએ. મારા ભાઈઓ કહે કે ‘પચાસ હજાર પાઘડી આપતાં પણ મૂળજી જેઠા માર્કેટમાં દુકાન મેળવવી મુશ્કેલ છે. વળી ત્યાં દુકાન ખોલીએ તો એકાદ લાખની મૂડી જોઈએ. એટલે આ અશક્ય લાગે છે,’ થોડા દિવસમાં મારી ધારણા મુજબ બન્યું. દુકાન મળી ગઈ! થોડા મહિના ઉપર અમે મુંબઈનાં પરાંમાં રહેઠાણ માટે મકાનની શોધમાં હતા. અમને એક જણે વાત કરી કે એક જૈન ભાઈને એક મકાન ભાડે આપવું છે. અમે અરજી કરી. ત્રણસો અરજીમાંથી અમારી અરજી પાસ થઈ! સારી
જન્મોજન્મની પૂંજીરૂપ, મહામંત્ર નવકાર; તેને રાખો સાથમાં, તો બેડો થાશે પાર.’–૧૮
૩૨