SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ એ પથદર્શક કોણ હશે? સા. શ્રી નેમશ્રીજી મુક્તિમંદિર જૈન ઉપાશ્રય વાણિયાવાડ, વેજલપુર, ભરૂચ. છ વર્ષની કુમળી વયે માતુશ્રી વેજબાઈ સાથે દીક્ષા લીધી. કચ્છ ડુમરાના વતની કિન્તુ લલાટે ચારિત્રધર્મનું સૌભાગ્ય સાંપડ્યું. ૭૪ વર્ષના સંયમ પર્યાયમાં વર્તમાને ૮૦ વર્ષની વૃદ્ધ વય છે. છતાંય પાંચે ઇંદ્રિયની પટુતા, શરીર સંપત્તિનો અપૂર્વ વૈભવ ૨૫ વર્ષનાં યુવાનને પણ શરમાવે છે, તે સઘળો પ્રભાવ જો કોઈનોય હોય તો પ્રગટ પ્રભાવી પંચમંગલ મહાશ્રુતસ્કંધનો જ છે! નવકારમંત્રના પ્રબળ પ્રભાવે મનમાં જે જે ભાવના થટાવું છું, તે તે સર્વ જાણે અનાયાસે જ પૂર્ણ થઈ જાય છે. છે વર્ષ સુધીનું બાલમાનસ...સંસારની ભૌતિકતાનો જ્યાં સ્પર્શ જ નથી થયો, એવા અત્યાર સુધીના સંયમીજીવનમાં ક્યારેય રત્નત્રયીની આરાધનામાં સ્ખલના આવી નથી! સર્વ ભાવોની સિદ્ધિનું સાધન છે કેવલ મંત્રાધિરાજ...! ભવી જડીબુટ્ટી જો કોઈ પણ હોય તો ફક્ત નમસ્કારમંત્ર...! સંસારઅટવીને નિર્ભયપણે પાર ઉતરવાની કેડી એટલે નવકારમંત્ર...! દૂરસુદૂર નજર કરતાં કરતાં તો જાણે આંખો બહાર આવી ન ગઈ હોય તેમ જણાતું હતું, પંથડો ભૂલ્યા...વનની વનરાજીઓએ પણ જાણે રૂસણા ન લીધા હોય તેમ કાઉસ્સગ ધ્યાને સ્થિર થઈ ગઈ. પવનદેવ તો અદશ્ય થયા હતા. આવા ઘોર વનમાં સ્ત્રીનું ગજુ કેટલું? આખર નારી તો અબળા જ છે ને..? હ્રદયમનાં ધબકારા વધી ગયા. સહવર્તી શ્રમણીવૃન્દ આકુળ વ્યાકુળ બની ગયું. બધા જ હારે તો કોણ કોને હિંમત આપે? છેવટે મેં સર્વને સાંત્વન આપ્યું ભેટ પાતરા ઉતારી દૃષ્ટિપડિલેહણ કરીને સહુ શ્રમણીઓ ભૂમિ પર બેઠા. એકાગ્રચિત્તે મંત્રાધિરાજ મહામંત્ર નવકારના ધ્યાનમાં લયલીન બની ગયા. અરિહંત...સિદ્ધ... પંચપરમેષ્ઠીનું શરણું, ભવજલધિ તારક તરણું પકડી લીધું. નવકારને સર્વસ્વ બનાવી દીધો. હજુ તો ૫-૧૦ અને ૧૫ મિનિટ થઈ ન થઈ એટલામાં તો કોઈ એક માનવદેહને નજીક આવતો નીહાળ્યો, પાસે આવીને તરત જ સીધા માર્ગે ચડાવી અદૃશ્ય થઈ ગયો...ક્યાં ગયો? તેની કશી જ ખબર પડી નહીં. સ્વપ્નવત્ સહુ કાર્ય બની ગયું. કોણ હશે? ક્યાંથી આવ્યો, ઘોર અટવીમાં આવવું... અદૃશ્ય થવું...આ બધા વિચારો જ્યારે કરું છું, ત્યો મસ્તક ઝૂકી પડે છે, મહામંત્ર નવકારના શરણે...!! ૭૪ વર્ષનાં સંયમી જીવનમાં ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કેટકેટલાંય તીર્થોની જાત્રા કરી. જીવનને સમ્યગ્દર્શનથી નિર્મળ બનાવ્યું છે. એકદા પરમતારક તીર્થંકર ભગવંતોના કલ્યાણકની ભૂમિ બિહાર પ્રાન્તમાં વિહાર કરી રહ્યા હતા. તે સમયે આજની જેમ રોડ રસ્તા નહીં, જેથી રણ જંગલોમાંથી પસાર થવું પડતું. ભયંકર એવા જંગલમાં જઈ ચડ્યા. ચારે બાજુથી શ્વાપદો દોડધામ કરતાં જાણે બેંડવાજાથી સામૈયું ન કરતા હોય તેમ ભાસતું હતું. માનવદેહનાં પદ ચિહ્નોનું તો નામનિશાન દષ્ટિપટ પર આવતું ન હતું. નમસ્કારમંત્રના અજપાજાપથી જીવન આગળ ધપી રહ્યું છે. એકદા શંખેશ્વર જતાં રસ્તો ભૂલ્યા, ત્યાં એક ઘોડેસવાર આવીને પંથ બતાવી અદૃશ્ય થઈ ગયો. આવા આવા અનેકવિધ ચમત્કારોથી મહામંત્ર નવકાર અને જૈન શાસન પ્રતિની અપૂર્વ શ્રદ્ધા વધુ દૃઢ બને છે. વૈરાગ્ય ભાવની વૃદ્ધિ થાય છે. શૂન્ય શિખર પર આસન વાળી, જપતાં શ્રી નવકાર; અવધુત યોગી થઈને આતમ, કરે કર્મ પરિહાર.’-૧૦૬ ૧૬૫
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy