________________
‘નવકાર અને હું!’
સા. શ્રી પદ્મયશાશ્રીજી
સૌરાષ્ટ્રમાં શ્રી પાદલિપ્તપુર-પાલીતાણા... બીજી બાજુ ગરવો ગઢ ગિરનાર. એ ગિરનારની ગોદમાં અમારું કાઠીનું ગામ જેતપુર. બાલ્યકાળમાં માવડીની અંગુલી પકડી જૈન પાઠશાળામાં જવાનું... જ્ઞાનદાન આપનાર બેને ‘નવકાર’ શીખવાડેલ. જૈન શાળામાં નાની નાની કથાવાર્તાની ચોપડી રાખતા. અમરકુમારની કથા વાંચી! અમકુમારને નવકારમંત્ર કેવો ફળીભૂત થયો તે વાત મનમાં અંકિત થઈ. ક્રમશઃ પંચપ્રતિક્રમણ પૂરા કર્યા. સ્મરણો પણ કંઠસ્થ કર્યા!
દ૨૨ોજ નવકાર ગણવાનું ચાલુ કર્યું! નવકાર પ્રત્યે અહોભાવ જાગ્યો. પછી તો આરાધના, જાપ, સ્મરણ શરૂ કરેલ. એક વાર શ્રી શંખેશ્વરતીર્થમાં ૨૭ દિવસ અખંડ નવકારની જાપની આરાધનાનો પ્રસંગ હતો. હું ત્યાં ગયેલ. જાપમાં જોડાવાની ઉત્કંઠા હતી. ત્યાં પહોંચ્યા બાદ સમાચાર જાણ્યા. ‘સ્ત્રીઓ' માટે જાપ અલગ ઉપાશ્રયમાં રાખેલ છે.
એટલે એ રીતે અખંડ મૌનપણે ૨૭ દિવસ એકાસણાના તપ સાથે સાધના કરેલ. પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી મ.સા.' પૂ.પં. અભયસાગરજી મ.સા., પૂ. જંબુવિજયજી મ.સા. આદિની નિશ્રામાં નવકારમંત્ર ઉપર વ્યાખ્યાન તથા વાર્તાલાપ રાખેલ. કિરણભાઈ, રિખવદાસભાઈ વગેરે પણ હતા. ‘નવકાર’મંત્ર પર વિશદ છણાવટ થતી. સાધના પૂરી થઈ. પરંતુ જે આનંદ પ્રાપ્ત થયો તેનું વર્ણન થઈ શકે તેમ નથી!
ગ્રંથોનું વાચન કર્યું. મનને એવી પ્રતીતિ થઈ કે મન શુદ્ધ કરવાની કળા નવકારમંત્ર જ છે. આપણે જન્મ્યા ત્યારથી જ ઊંડાણમાં ઊતરતાં શીખ્યા જ નથી. જેમ જેમ એકાગ્રતા આવે છે તેમ તેમ નવકારમંત્ર ઉપર ભાવ જાગે છે!
જીવલેણ અસાધ્ય દર્દની અઢી દાયકાથી વેદના જોરદાર ચાલુ છે. જેમાં પેષ્ટિક અલ્સર અને આંતરડાનાં ચાર ઑપરેશન થયાં છે. છેલ્લાં ઑપરેશન સમયે સારું ગભરાયા. કારણ? ઑપરેશન ડેન્જરસ Dangerous હતું. મને સ્ટ્રેચરમાં નાખેલ. થોડું ભાન હતું. મારા હાથના આંગળા ઉપરના વેઢા ઉપર આંગળી ફરતી હતી. મારી સાથેના સાધ્વીજી કહે : ‘શાતામાં છો?' મેં તરત હાથ બતાવ્યો. ઑપરેશન સફળ થયું. એક માસ દવાખાનામાં રહેવાનું હતું. દરમ્યાન આખો દહાડો જાપ ચાલુ હોય. અસહ્ય વેદના, ઉનાળાનો સમય. સાત દિવસ સુધી પાણીનું ટીપું નહિ. આવા સંજોગોમાં ‘‘નવકારમંત્ર અને ઉવસગહરં સ્તોત્ર’ બીજી બાજુ લોગસ્સ સૂત્રની નવકા૨વાળી અને મહાપુરુષોના ચરિત્ર, મહાસતીઓના ચરિત્રોનું ચિંતન-આ ત્રિવેણી સંગમ હતો. સ્વાધ્યાય અને મૌન પણ સાથોસાથ! દવાખાનેથી ઉપાશ્રયે આવ્યા. શારીરિક આરામ સાથે વાચન, ચિંતન
‘પાપ-તાપ સૌ ઉપશમે વળી થાય દુઃખનો નાશ; સુખના સાગર ઊછળે, જપતાં શ્રી નવકાર.’–૧૦૦
૧૫૯
પછી તો પૂ. આચાર્ય ભગવંતો, પદસ્થમુનિઓના સહવાસમાં વધુ ને વધુ આગળ મંત્રમાં ડૂબકી મારતાં ઘણું જ મળ્યું છે. અનેક
મારા જીવનને નવકાર મંત્રે કેટલીય વાર બચાવેલ છે. અનેક આપત્તિ, વિઘ્નોમાં નવકારમંત્રના સ્મરણથી ઉગરી ગયેલ છું. સાધુ જીવનમાં વિહાર–આક્રમણ-વિપત્તિમાં નવકારમંત્રના પ્રભાવે જરૂર ક્ષેમ કુશળ રહેલ. આ રીતે જીવનમાં નવકાર મંત્રને પામી, જાણી તેની અદ્ભુત આરાધના-સાધના-જાપ સ્મરણ કરેલ છે!