________________
હવે ‘બારઈ’થી લગભગ દોઢ થી બે કિ.મી. દૂર નીકળ્યા હશે કે સામેથી એક ખટારો આવતો દેખાયો. મેટાડોરમાં હસમુખભાઈ ડ્રાઇવરની પાસેની સીટ પર બેઠેલા હતા. બાકી બધા પાછળ બેઠા હતા. એટલે હસમુખભાઈએ આ સામેથી આવતા ખટારાને, જે ‘સ્પીડ'માં આવી રહ્યો હતો, જોયો અને આજુબાજુ થોડી થોડી વારે આવતાં ખાડાઓની તરફ દૃષ્ટિ કરીને એક ઊંડી વિચારણામાં પડી ગયા. કારણ કે ખટારો પાછો ‘રોંગ સાઇડ'માં ચાલી રહ્યો હતો.
પોતાની મોટરથી લગભગ ૧૦૦-૧૫૦ ફૂટ દૂર બંને ગાડીનું અંતર હતું. સાંકડા રસ્તામાં રોંગ સાઇડ ઉપર અને ફૂલ સ્પીડમાં આવતા ખટારાને જોઈ હસમુખભાઈને થઈ ગયું કે આ ખટારો નક્કી આજે આપણો જાન લેશે અને તેઓ તરત જ આંખ બંધ કરી નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા કારણ કે હવે તે સિવાય બીજો માર્ગ કોઈનેય જડતો જ નહોતો.
નવકાર મહામંત્રના ધ્યાનમાં એક્તાન બની ગયેલા હસમુખભાઈ હજી તેવી જ રીતે ધ્યાન મગ્ન હતા અને ખટારો પસાર થઈ ગયો સાથે (Accident) અકસ્માત પણ થયો જ.
પણ, ભારે ચમત્કાર થયો.
હસમુખભાઈને ધ્યાનમાં ધક્કો લાગ્યો અને આંખ ખોલી જુએ છે તો પેલો ખટારો તેમની મેટાડોરને જોરદાર આંચકો લગાવી આગળ વધી ગયો હતો, અને તેના પરિણામે મેટાડોર પાસેના ટેકરા ઉપર ચઢી ગઈ. કાચ ફૂટી ગયા હતા. બધાંયનું મોત નીપજે એવો આ અકસ્માત હતો.
છતાંય નવકારનું જ્યાં સ્મરણ-રટણ અને ધ્યાન હોય ત્યાં પૂછવું જ શું?
થોડી થોડી જગ્યામાં જ્યાં સાઇડમાં ભયંકર ઊંડા ખાડા આવતા હતા ત્યાં જો આ ખટારાની સાથેની અથડામણ થઈ હોત તો?
5
પણ અકસ્માત ખાડાની જગ્યાએ ન થતાં એવા બે ખાડાઓની વચ્ચે ખાડા વગરની પણ ટેકરી બાજુમાં છે એવી જગ્યાએ થયો. આ એક ચમત્કાર!
અને પછી પણ બીજી કોઈ હોનારત ન સર્જાતા અંદર બેઠેલા બધાંને કોઈને હાથમાં, કોઈને પગમાં કે કોઈને કેડમાં જ ફક્ત થોડી ઈજા થઈ અને જાનથી બચી ગયા, એ બીજો ચમત્કાર!
તેમાં હસમુખભાઈ ડ્રાઇવરની સાથે જ આગળ બેઠેલા હતા. સામેનો કાચ ફૂટ્યો હતો. જેની કેટલીય કરચો ઊડી હતી. જે ડ્રાઇવરને વાગી નહોતી કે ન બીજી ઈજા તેઓને થઈ. બધાંને થોડુંક થોડુંક વાગ્યું. જ્યારે તેઓને કશુંય ન થયું. આ ત્રીજો ચમત્કાર!
પછી તો ધીમે ધીમે બધાને બહાર કાઢવામાં આવ્યાં. હસમુખભાઈ સિવાય બધાંયને વાગ્યું હતું. આ બાજુ મેટાડોરને પણ ઘણું નુકશાન થયું હતું એટલે તે તો હવે, ચાલી શકે તેમ હતી જ નહીં. ત્યાં જ એક યાત્રિક બસ સામેથી આવતી દેખાઈ અને તેમાં બધાંને બેસાડી બારાઈ' પહોંચાડી ત્યાંની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.
અમદાવાદ સમાચાર મોકલાવતા સંઘમાં પણ બધાંને આઘાત લાગ્યો. શ્રી સંઘમાં તેમને નિમીત્તે સામૂહિક આયંબિલ થયા. અને જેમાં ૫૦૦ જેટલા ભાઈ બહેનોએ આયંબિલ કર્યા હતા.
બે ત્રણ દિવસ બારાઈ ગામમાં રોકાણ કરી બધાના પાટા-પિંડી બરાબર કરાવી બધાં જ સાચું થયાં ને પોતપોતાના કામ ધંધામાં પાછા લાગી ગયા.
પણ, નવકાર મહામંત્રની જે અજબ ગજબની સહાય એવા સમયે થઈ, તેના પ્રભાવે સૌ નવો જન્મ પામ્યા. તેની સ્મૃતિ તો બધાંયને માટે અવિસ્તૃત બની ગઈ.
“અમેરિકામાં અજાયબી”
આવો જ એક ચમત્કાર ચારેક વરસ પૂર્વે અમેરિકા દેશમાં થયેલ તેની હકીકત એક ભાઈ પાસેથી સાંભળવા મળી હતી.
ઉત્તમ સમર્પણ ભાવથી, ગદ્ગદ્ જેનું ચિત્ત; તે ભાવે નવકારને, જપતાં આતમ-હિત.'−૮૮
૧૪૭