________________
ત્યાં તો ચમત્કાર!
પેલાં બેન જોઈને જ છક્ક થઈ ગયા. કારણ કે કાંકરાની જગ્યાએ તેમાં તો ઝગમગતા ચળકાટ
કરતાં અતિ કિંમતી રત્નો દેખાતાં હતાં. બેનને થયું કે આ શું? માા પતિ પાસે આવા કિંમતી રત્નો ક્યાંથી આવ્યાં? કઈ રીતે લાવ્યા? શું તેઓ આજે ધર્મ ચૂક્યા કે?
આમ અનેક પ્રશ્નોની હારમાળા એક સાથે તેમના મગજમાં રમવા માંડી. એટલામાં જ ત્યાં તેમનાં પતિ આવી પહોંચ્યા. અને આવી રીતે વિચારમગ્ન બનેલ પત્નીને તે જોઈ પૂછ્યું :
ભદ્રે! શું વાત છે! શેનો વિચાર કરો છો? અને આ હાથની મુઠ્ઠીમાં શું છે?
એમ કહી જોવા માટે મુઠ્ઠી ખોલવા ગયા ત્યારે મુઠ્ઠી ખુલ્લી કરતાં પેલાં બેન કહે છે ઃ
નાથ! શું રત્નોને જોઈ આપ પણ ધર્મ ચૂક્યા છો? ક્યારેય આપે આવું ન કર્યું આજે કેમ?
એ ભાઈને આ સાંભળી આંચકો લાગ્યો અને સાથે ધોતિયાં ને છેડે જાતે રાતના બાંધેલા પત્થરો (કાĀરા) તે રત્નરૂપે જોઈને આશ્ચર્ય થયું!
પણ પછી નવકારમંત્રનો જ પ્રભાવ છે, એમ જાણી પત્નીને કહ્યું કે- ભદ્રે! મેં અત્યાર સુધી પરદ્રવ્યને લોષ્ઠવત્ સમજ્યું છે. તો આજે આમ કેમ કરી શકું? પણ, આ નવકારમંત્રની લીલા છે. એમ કહી બધી વાત વિસ્તારથી કહી સંભળાવી.
પત્નીને આ સાંભળી ખુબ જ આનંદ થઈ ગયો. સાથે નવકારમંત્ર ઉપરની શ્રદ્ધા પણ વધી.
નમસ્કાર મહામંત્રના આરાધક આ ભાઈ તો કાંકરા સાથે લઈને પણ ન્યાલ થઈ ગયા. આવો! આ નવકારનો ચમત્કાર!' અકસ્માતમાંથી ઉગાર્યા"
અમદાવાદ શહેરમાં આવેલ ખાનપુર સંઘના બે આગેવાન ભાઈઓ. એક ભૂરમલજી વાલાજી અને બીજા શાહ હસમુખલાલ મફતલાલ!
ભૂરમલજી આ સંઘના પ્રમુખ! તેઓને અને તેમના ધર્મપત્ની પતાસાબેન-બંનેને વરસીતપ ચાલે. ભૂરમલજીની ભાવના એવી આ વખતે વરસીતપનું પારણું હસ્તિનાપુર જઈને કરવું. તેઓએ હસમુખભાઈને વાત કરી અને સાથે જણાવ્યું કે આપણે ત્યાંથી શ્રી સમ્મેત શિખરજીની પણ યાત્રા કરી લઈશું. હસમુખભાઈને સમ્મેતશિખરજી જવાની ભાવના હતી માટે તૈયાર થઈ ગયા.
એક નાની મેટાડોર કરી બંને ભાઈઓએ પોતાના ફેમીલી સાથે યાત્રાની બધી તૈયારી કરી શુભ દિવસે અમદાવાદથી પ્રયાણ કર્યું, સં. ૨૦૪૦ના વૈશાખ સુદ-૩ (અખાત્રીજ)ના દિવસે શ્રી ભૂરમલજી તથા શ્રી પતાસાબેનને વરસીતપનું પારણું હસ્તિનાપુરમાં સુખરૂપે થયું. પારણાં પછી આજુબાજુના તીર્થોના દર્શન કરતાં આ બેય કુટુંબીજનો શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થમાં પહોંચી ગયા.
શિખરજી પહોંચ્યા બાદ ત્યાં થોડુંક રોકાણ કરી ખૂબ ભાવથી યાત્રાઓ કરી. હવે અમદાવાદ પાછા ફરવાનું હતું. ભોમિયાજી દેવના અંતિમ દર્શન કરી બધા આગળ જવા શિખરજીની ધર્મશાળા છોડી પોતાનો સામાન વગેરે મેટાડોરમાં ગોઠવી દીધો. અને સૌ પોતપોતાની સીટ ઉપર બેસી ગયા. મોટર સ્ટાર્ટ થઈ અને થોડીક જ વારમાં પાકી સડક ઉપર આ બે કુટુંબીજનોને લઈ તે મેટાડોર દોડવા લાગી.
શિખરજીથી નીકળી તેઓ ‘બારઈ' પહોંચે છે અને ત્યાં ગાડી ઊભી રખાવી. કારણ કે નવકારશીનો ટાઇમ થઈ ગયો હતો. પરંતુ નવકારશી કરવાની કોઈની ભાવના ન હોવાથી આગળ પહોંચી ત્યાં નવકારશી પતાવીશું, એમ વિચારી ગાડીમાં ફરી બધા બેસી ગયા અને ગાડી પાછી ચાલુ થઈ.
જો કે શિખરજી પછી રસ્તો બરાબર નહોતો. એમાંય ‘બારઈ’નો રસ્તો ખૂબ જ સાંકડો છે. અને તેમાં બન્ને બાજુ થોડી થોડી વારે ખાડાઓ આવે, એટલે સામેથી આવતા વાહનોને પસાર કરવામાં, બંને વાહનચાલકોએ ખૂબ જ ખ્યાલ રાખવો પડે.
પંચ પરમેષ્ઠિ મંત્રમાં, શક્તિ ભરી અપાર; ચાંપ દબાવો મનતણી, તો થાયે તેજ અપાર.’– ૮૭
卐
૧૪૬