________________
મહામંત્રના જાપના પ્રતાપે એક પણ પત્થર મારા શરીરે સ્પર્યો નહીં.
આ રીતે માનવસર્જિત ઉપસર્ગ-આપત્તિઓ પણ શ્રી નવકારના પ્રભાવે કંઇ હેરાન કરી શકતી નથી.
આ બધા બનાવોથી મારા હૈયામાં શ્રી નવકાર પ્રત્યે અટલ વિશ્વાસ પેદા થયો છે. કેવલ શ્રી નવકારના જાપથી કેટલાયના ભૂત-પ્રેત
અંતરાદિના ઉપદ્રવો દૂર થયાના બનાવો મારા જીવનમાં બન્યા છે. સામાન્ય આપત્તિઓ તો ક્યાંય ભાગી જાય છે. આવો મહાપ્રતાપી શ્રી નવકાર છે. શરત છે માત્ર એને સમર્પિત થવાની. આજ સુધી નવકારે કોઇને છેહ દીધો નથી અને જે એને પૂર્ણ સમર્પિત થાય છે એને કદી છેહ દેશે પણ નહિ.
શ્રી નમસ્કાર મહામંત્રનો પ્રભાવ
પૂ. પં. શ્રી અભયસાગરજી મ. સા.
અહીં રજૂ થયેલા ૪ અર્વાચીન દૃષ્ટાંતો નવકાર મહામંત્રના ઉત્તમ આરાધક પૂ. પં. શ્રી અભયસાગરજી મ. સા. દ્વારા સંપાદિત ‘‘મહામંત્રનાં અજવાળાં’' પુસ્તકમાંથી સાભાર ઉદ્ધૃત કરવામાં આવ્યા છે.
[આરાધક પુણ્યાત્માઓએ એકનિષ્ઠાથી કરેલ શ્રી નમસ્કાર મહામંત્રના જાપ આદિના બળે જીવનમાં જે અવનવી ઘટના અનુભવી, તે વિવિધ ઘટનાઓ અત્રે સંક્ષેપમાં કથા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે.]
સંપાદક
‘શ્રીકાંતભાઈને જવા દો, એમને મારગ આપો. એમને સ્મશાનમાં પહોંચતાં મોડું થશે.’
ભગતની આજ્ઞા થઈ એટલે ટોળાએ માર્ગ તો આપ્યો, પણ, શ્રીકાંતના પગ ત્યાં જ થંભી ગયા!
‘સ્મશાનમાં?’ એમણે ભગતને પૂછ્યું. જવાબમાં ભગત કંઈ બોલ્યા નહિ. ફક્ત થોડુંક
હસ્યા.
‘ભગત, હું તો મારા મિત્ર દિવ્યકાંતના લગ્નમાં જઈ રહ્યો છું, સ્મશાનમાં નહિ.' શ્રીકાંતે કહ્યું.
-
નાનું સરખું ગામ, એનો સાંકડો માર્ગ.
લોકવર્ણના નામથી ઓળખાતી એક કોમના એક મહાત્માની ગામમાં પધરામણી થઈ હતી. ઉકા ભગત નામથી ઓળખાતા એ મહાત્માના દર્શન કરવા, આજુબાજુમાં ગામોમાંથી, એમના અનુયાયીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
રસ્તો રોકીને એ બધા બેઠા હતા. ઉકા ભગતને પગે પડવાની સ્પર્ધા ચાલી રહી હતી.
શ્રીકાંતને સ્ટેશન તરફ જવાની ઉતાવળ હતી, વખતસર સ્ટેશને પહોંચીને, શહેર તરફ જવાની ગાડી એમને પકડવાની હતી.
રસ્તો રોકીને બેઠેલા તથા ઊભા રહેલા ટોળાને વીંધીને એમને જવાનું હતું. બે હાથ જોડીને, પોતાને માર્ગ આપવાની વિનંતી એ ટોળાને તેઓ કરી રહ્યા હતા. પણ માર્ગ મળતો નહોતો.
વખતસર સ્ટેશન પહોંચ્યા, ટિકિટ લઇને ગાડીમાં બેઠા ને ગાડી ઉપડી પણ શ્રીકાંતના મનમાં ઉકા ભગતની સ્મશાનવાળી વાત એવી ભાઈ ગઈ, કે લગ્નમાં ભાગ લેવા જવાનો જે આનંદ
એમાં, ઉકા ભગવતનો અવાજ સંભળાયો –
“ભવ સમુદ્રમાં જીવને ધ્રુવ સમો નવકાર; શિવપુરીએ પહોંચવા, માર્ગદર્શક બનનાર.’– ૭૧
૧૩૦
કેવાં લગન ને કેવી વાત! જાઓ, ઝટ જાઓ; નકર ગાડી ઉપડી જશે ને તમે મોડા પડશો.' ઉકા ભગત આટલું જ બોલ્યા. તેમણે શ્રીકાંતને સ્ટેશન તરફ જવાનો ઇશારો કર્યો.
ગાડી ઉપડી જાય, તે પહેલાં સ્ટેશને પહોંચી જવાની ઉતાવળ હતી, એટલે, શ્રીકાંતે ત્યાંથી પગ ઉપાડ્યા.