________________
સંકલ્પ મુજબ મેં ચારિત્ર લીધું, જેને આજે ૪૬ વર્ષ થવા આવ્યા છે!
દૈવી આપત્તિ હરનાર શ્રી નવકાર”
(૧) એક વાર વિહાર કરતાં અમારા સાધુ સ્થંડિલભૂમિએ ગયા. કોણ જાણે શું થયું? કોઇ કબ્રસ્તાનમાં યા અન્ય તેવા સ્થળે પગ પડી ગયો અથવા બીજું ગમે તે થયું. પરંતુ રાતના બાર વાગ્યા અને તે સાધુ રુદન કરવા લાગ્યા.
તેમને ઘણું બોલાવવા-કારણ જાણવા પ્રયત્ન કર્યો પણ કંઈ જવાબ મળ્યો નહિ. છેલ્લે શ્રી આદીશ્વર પ્રભુનું નામ બોલાવવા પ્રયત્ન કર્યો. ત્યારે ‘યા અલ્લા’ એવું બોલવા લાગ્યા, અને પછી તો એક કલાક સુધી ઇંગ્લિશ ભાષામાં ભાષણ જ આપ્યા કર્યું.
મને લાગ્યું કે આ કોઈ દૈવી ઉપદ્રવ છે. તેથી તે સાધુને પકડીને મેં તેમની આગળ શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ શરૂ કર્યો. ધીમે ધીમે જેમ જાપનું બળ વધ્યું. તેમ તેમ તે દૈવી પ્રકોપ ઓછો થવા લાગ્યો. વધુ શ્રદ્ધા અને વધતી ધીરજથી જાપ ચાલુ રાખ્યો કે કલાકમાં તો તે વ્યંતરદેવ તે સાધુના શરીરને છોડી ભાગી ગયો.
સાધુ તો ઈંગ્લિશ ભણેલા જ નહિ. પરંતુ તેમની અંદર રહેલ વ્યંતરે જ આ બધા ચાળા કરેલ પણ શ્રી નમસ્કાર મહામંત્રના અટલ વિશ્વાસપૂર્ણ જાપના પ્રતાપે તે અંતર એવો અદશ્ય થઈ ગયો કે ત્યાર પછી તે સાધુને ક્યારેય આવો ઉપદ્રવ થયો નથી.
વિષમ વિષહર શ્રી નવકાર
એક વાર વિહાર કરતાં એક ગામમાં સ્થિરતા કરવાનું થયું. લોકોને વિશ્વાસ કે જૈન સાધુઓ જાણકાર હોય છે. તેથી અવાર-નવાર જૈનેતરો પણ ઉપાશ્રયે આવી જતા.
તે દિવસોમાં એવું બન્યું કે ઘાસ લેવા જતાં કોઈ બેનને સર્પે દંશ દીધો. પ્રથમ તો સામાન્ય ઉપચારો કર્યાં. પણ ઝેર ધીમે ધીમે શરીરમાં પસ૨વા
લાગ્યું.
5
ગામ નાનું હતું. વિશિષ્ટ વાહન-વ્યવહારની સગવડ વિનાનું હતું. જેથી કોઈ વિશિષ્ટ ડૉક્ટર આદિ પાસે લઈ જવાની અનુકૂળતા પણ ન હતી.
ગામ લોકો અમારી પાસે આવ્યા, ‘મહારાજ! ગમે તે કરો પણ બેનનું ઝેર ઉતારો.’
કોણ જાણે કોણે પ્રેરણા કરી. પણ મેં શ્રી નવકારનો એક ચિત્તે જાપ શરૂ કર્યો.
મહામંત્રનો પ્રભાવ કોઇ અજબનો હોય છે. જે તેના શરણે જાય છે તેને તે કદી નિરાશ કરતો નથી. માત્ર જરૂર હોય છે થોડી ધીરજની.
વિશ્વાસની સાથે ધૈર્યબલ મળે છે ત્યારે કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે.
અહિ પણ તેમજ થયું. શરીરમાં પ્રસરેલા વિષનો વેગ ઓછો થવા માંડ્યો. ધીમેધીમે વિષની તાકાત સંપૂર્ણ નષ્ટ થઈ. મારો જાપ જ્યારે મેં પૂર્ણ કર્યો ત્યારે તે બહેન જાણે કંઈ જ ન બન્યું હોય તેમ હાથ જોડી શ્રી નવકારને અભિનંદી રહ્યા.
ઉપસર્ગ-રક્ષક શ્રી નવકાર
તે વખતે અમે માલવ પ્રદેશમાં વિહરી રહ્યા હતા. આ પ્રદેશના લોકો ધર્મ-સ્વરૂપથી અજાણ, તેથી ક્યારેક અણસમજમાં સાધુને ઉપદ્રવ કરી બેસે.
વિહાર કરતાં ધારાનગરીમાં આવવાનું થયું. પ્રાચીન તીર્થભૂમિ હોઈ શાન્તિથી જિનમંદિરોનાં દર્શન કર્યાં.
યથાયોગ્ય સમયે સ્થંડિલભૂમિએ જવાનું થયું ત્યારે અજ્ઞાની લોકોએ પ્રથમ અપશબ્દોથી ઉપદ્રવની શરૂઆત કરી. લોકોનું ટોળું મોટું થવા લાગ્યું. મેં ભય પામી અભય આપનાર શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ ચાલુ કર્યું.
લોકોનો ઉપદ્રવ ચાલુ હતો, મારો જાપ ચાલુ હતો. તેઓએ પત્થરો ફેંક્વાનું શરૂ કર્યું. હું શાંતિથી મારા સ્થાન તરફ જવા લાગ્યો.
પત્થરો વધવા માંડ્યા. પત્થર વાગવાથી હાથમાંની તરપણીના ટુકડા થયા. પણ શ્રી નમસ્કાર
சு
આપત્તિના કાળમાં, આપત્તિનો હરનાર; સંપત્તિ લાવે સામટી, મહામંત્ર નવકાર.’–૭૦
૧૨૯