________________
લખ્યો કે, જ્યારે મારા સાળા ગુજરી ગયા, તે વખતે કોઈ ગુરુમહારાજ ત્યાં પધાર્યા હતા? અને તેમનું નામ શું હતું? તે વિગતવાર મને જલદી જણાવો.’
તરત જ પત્રનો પ્રત્યુત્તર આવ્યો કે, તમારા સાળાને અંતિમ આરાધના કરાવવા માટે ગુરુમહારાજ પધાર્યા હતા. તેમનું પૂનિત નામ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારજ હતું. તેઓ તે જ દિવસે ખીમેલથી વિહાર કરી ગુજરાત તરફ સપરિવાર પધારી રહ્યા હતા અને એક દિવસને માટે તેમણે અત્રે સ્થિરતા કરી હતી, તેમણે અહીં તમારા સાળાને અંતિમ આરાધના કરાવી હતી અને નવકારમંત્ર સંભળાવ્યા હતા.
પત્ર વાંચતાં જ આ બનેવીના મનમાં વસ્તુસ્થિતિ તદ્દન સાચી છે, એમ સમજાઈ ગયું. અહો! નવકારમંત્રનો કેવો અજબ પ્રભાવ છે! ખરેખર! એવો ઉમદા મહામંત્ર મળ્યા પછી પણ આપણે-પ્રમાદી બનીએ છીએ, શ્રદ્ધા ને વિશ્વાસ રાખતા નથી. બસ તે જ દિવસથી આ બનેવીના હૃદયમાં ભારે પરિવર્તન થઈ ગયું, આ ભાઈ-એ કંઈ નાના સુના માણસ નથી. એક સારા ગવે છે. વક્તા છે, વિદ્વાન છે, શ્રીમંત છે અને સારી લાગવગ ધરાવનારા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તેમણે પોતે જ આ હકીક્ત મને કહી સંભળાવી હતી, જેને મેં અત્રે અક્ષરદેહ આપ્યો છે.
નવકારમંત્રનો પ્રભાવ દર્શાવનારાં ભૂતકાળમાં અનેક દૃષ્ટાતો આપણે સંભળ્યાં છે, વર્તમાનકાળમાં પણ ચમત્કાર ઉપજાવે તેવા કિસ્સાઓ અને તેવી હકીકતો બહાર પડતી જ રહે છે.
જન્મ-જન્મનાં પાપો દૂર થાય અને આત્મા પવિત્ર બને.
આ તો અમારાં છોકરાં ય જાણે છે!
આ એક સાચી ઘટના છે. વાતને પૂરી બે-ત્રણ વીસી પણ થઈ નથી. ગુજરાતમાં ત્યાગી સાધુમુનિરાજોનું આવાગમન અતિ સુલભ છે.
એક પ્રસિદ્ધ ત્યાગી ગુરુદેવના વ્યાખ્યાનમાં નિયમિત એક મુસલમાન હાજરી આપતો હતો. વ્યાખ્યાન શૈલિની અજબ છટા, રોચક શૈલી અને પ્રભાવપૂર્વકના પ્રવચને મુસલમાનના હૃદયમાં ઊંડી છાપ પાડી. ત્યારે એ મુસલમાન ગુરુદેવનો પૂર્ણ ભક્ત બન્યો. ગુરુદેવે તેને નવકારમંત્ર શીખવ્યો, અને એ મંત્રનો અજબ મહિમા પણ સાથે વર્ણવી બતાવ્યો અને કહ્યું કે તેના પ્રભાવે માણસ ધાર્યું કાર્ય કરી શકે છે, વિઘ્નો ને વિપદાઓ દૂરે ટળે છે અને સઘળી કામનાઓ ફળે છે માટે હંમેશા નવકારમંત્રનું ધ્યાન કરવું, ખૂબ જાપ કરવો.
મુસલમાનને જૈન સાધુ ઉપર અથાગ પ્રીતિ હતી, તેમનો પડ્યો બોલ એ ઝીલી લેતો હતો. નિયમિત એ મુસલમાન નવકારમંત્ર ગણે છે, તેની શ્રદ્ધા અટલ છે. એ સમજે છે ને માને છે કે, ‘હું નવકારમંત્રના બળે ધાર્યું કાર્ય કરી શકું છું.
એક વખત એક શ્રીમંત જૈન ગૃહસ્થ પોતાના બાળબચ્ચાં, સ્ત્રી, પુત્ર-પરિવાર સાથે ગાડામાં બેસી બીજે ગામ જઈ રહ્યા હતા. આ મુસલમાન પણ તે જ રસ્તે જઈ રહ્યો હતો. શેઠે પાણી સાથે લીધું હતું પણ થોડું હોવાથી ખૂટી ગયું. બાળબચ્ચાં રોકકળ કરવા માંડ્યાં : બાપા પાણી! બાપા પાણી! પણ આ ભયાનક જંગલમાં બાપા પાણી લાવે ક્યાંથી?
નવકારમંત્રના પ્રભાવનું અને તેના મહિમાનું વર્ણન કરવા બેસીએ તો પુસ્તકોનાં પુસ્તકો લખાઈ જાય, છતાં એનો મહિમા ગાયો ગવાય નહિ. નવકારમંત્રનો મહિમા ગાવો એ આપણી શક્તિ બારની વાત છે. આપણે નિયમિત પ્રાતઃ કાળે પવિત્ર બની શુદ્ધ મનથી નવકારમંત્રનું ધ્યાન ધરવું જોઈએ. જેથી આપણો દિવસ મંગળમય નિવડે,
પિતાએ ચારે તરફ નજર ફેંકી, પણ કૂવો, વાવ, તળાવ કે વાવડી પણ નજરમાં ન આવી. આ તરફ છોકરાઓ ચીસ પાડે છે પિતાને વિચાર થઈ પડ્યો : શું કરવું? આવા ઘોર જંગલમાં પાણી ક્યાંથી
જેના મન વિષે રહે, નવકારમંત્ર રણકાર; ભેંકાર ભાગે ભવતણો, પામે સુખ શ્રીકાર.’–૫૮
5
૧૧૭