________________
નવકાર મંત્રનો અજબ પ્રભાવ
શતાવધાની પ. પૂ. આ. ભ. શ્રી વિજય કીર્તિચંદ્રસૂરીશ્વરજી મ. સા.
અત્રે રજૂ થયેલ ૬ અજૈન પ્રસંગો સહિત કુલ ૭ પ્રસંગો ઉપરોક્ત પૂ. આચાર્ય ભગવંત દ્વારા લિખિત/સંપાદિત ‘સંસ્કારની સીડી', ‘પ્રસંગ પરિમલ', 'તેજસ્વી રત્નો' તથા ‘ધર્મતત્ત્વપ્રકાશ'માંથી સાભાર ઉદ્ધત કરવામાં આવ્યા છે. – સંપાદક
-
યુ. પી. પ્રાંતમાં આવેલા ઝાંસી શહેરનો આ તાજો બનાવ છે, જેને હજી એક દશકો પણ પૂરો વીત્યો નથી. એક મુસલમાન જૈન સાધુના સંસર્ગમાં આવ્યો. જૈન સાધુના ત્યાગની અને તેમની અસરકારક વાણીની તેના હૃદય પર કોઈ અજબ અસર પડી. તેણે માંસ-મદિશનો ત્યાગ કર્યો. એટલું જ નહિ પણ ત્યાગી ગુરુ પાસેથી નવકારમંત્ર શીખી લીધો. પવિત્ર અને નિર્મળ બની હંમેશાં તે તેનો જય કરવા લાગ્યો. ધીરેધીરે નવકાર મંત્ર ઉપરની તેની આસ્થા-શ્રી અત્યંત મજબૂત બની.
આવા પવિત્ર આચાર વિચારથી એ મુસલમાન પોતાની કોમથી જુદો પડવા લાગ્યો. બીજા મુસલમાનોને એ કેમ ગમે? તેમણે આ મુસલમાનને ઘણું-ઘણું સમજાવ્યો કે છોડ આ બધું ધતીંગ, પણ પેલો શ્રદ્ધાળુ મુસલમાન અડગ રહ્યો. પોતાના વિચારમાંથી જરા પણ ચસક્યો નહિ.
આથી મુસલમાનો ઝનૂને ચડ્યા અને તેમાંના એક મુસલમાને તેને જાનથી મારી નાંખવાનો નિર્ણય કર્યો, તે માટે આડા-અવળા અનેક વિચારો કર્યા પછી તેણે એક ઉપાય અજમાવ્યો. તે એક ઝેરી સર્પને ઉપાડી લાવ્યો અને જ્યાં આ શ્રદ્ધાળુ મુસલમાન હમેશાં સૂઈ રહેતો હતો, ત્યાં તેની પથારી નીચે એ સર્પ એવી રીતે મૂક્યો કે દોડીને ચાલ્યો ન જાય. આ વખતે શ્રદ્ધાળુ મુસલમાન હાજર ન હતો. પરંતુ રાતના ત્યાં આવ્યો અને સૂવાની તૈયારી કરી હંમેશ મુજબ નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યો, ત્યાં તેને આપોઆપ એવો ભાસ થયો કે, મારી
પથારીમાં સર્પ છે, એટલે તરત જ તે ઊઠ્યો અને પથારી ઊંચી કરીને જોયું તો સાપ ગભરાઈ રહ્યો હતો. તે જ ક્ષણે સર્પ ત્યાંથી નાસી છૂટ્યો.
આ શ્રદ્ધાળુ મુસલમાને ગુરુદેવના મુખેથી નવકારમંત્રનો અજબ મહિમા સાંભળ્યો જ હતો
અને આ બનાવ બન્યો. તેથી તેના હૈયામાં અનેરી શ્રદ્ધા પ્રગટી.
આ તરફ પેલો સર્પ ત્યાંથી વિહ્વળ બની જે મુસલમાન આ સાપને મૂકી ગયો હતો, તેના જ ઘેર સીધો ગયો અને તેની એક છોકરી સૂતી હતી તેને કરડ્યો. છોકરીએ ચીસ પાડી, તેથી ત્યાં શોરબકોર મચ્યો અને ચોમેરથી માણસો દોડી આવ્યા. છોકરીનો બાપ-પેલો મુસલમાન પણ તેટલામાં ત્યાં આવી પહોંચ્યો.
એને એ ખબર ન હતી કે, મારી પુત્રીને સર્પ કરડ્યો છે! એના હ્રદયમાં આજે અપાર ખુશી હતી, કે પેલા ભગતડા મુસલમાનનું આજ ઠીક નિકંદન કાઢ્યું.
પણ બનાવ એ બન્યો કે, શ્રદ્ધાળુ મુસલમાન તો નવકારમંત્રના પ્રભાવે આબેહૂબ બચી ગયો, એને કશીયે હરકત ન આવી અને એ તો નિશ્ચિત થઈ સૂઈ ગયો.
પેલો દુષ્ટ મુસલમાન પોતાની પુત્રી પાસે આવ્યો ત્યારે એને ખબર પડી કે, મારી પુત્રીને સર્પ કરડ્યો છે, જેથી તેના હોશ ઊડી ગયા, ઘણાય ઉપચારો કર્યાં. મંત્રવાદીઓને તેડાવ્યા પણ સર્પનું ઝેર ન જ ઊતર્યું. આશા નિરાશામાં મળી ગઈ.
‘નમનભાવ રાખી કરી જાપ જપે નવકાર; વમન કરે ભવરોગનું, તાપ શમન કરનાર.’–૫૫
L
૧૧૪