________________
મોટા મંદિરે વાંદીયા રે લોલ, અજિતનાથ ભગવાન સુખકારી રે, નાના મંદિરે પૂજીયા રે લોલ, સંભવનાથ ભગવાન મનોહારી રે નવકાર. કોંઢવાળાને દેહરે રે લોલ, વદિયા વીર સિંદ સુખકારી રે, બાબુભાઈના દેહરે રે લોલ, પૂજ્યા વિમલ નિણંદ મનોહારી રે નવકાર. જન બોર્ડિંગમાં વાંદીયા રે લોલ, સંભવનાથ ભગવાન સુખકારી રે, એ પાંચે જિન વંદતાં રે લોલ, ભવિ બન્યો ગુણવાન પ્રયકારી રે નવકાર. નાની બજારમાં આવીયું રે લોલ, નાનકડું મકાન સુખકારી રે, મુજ પત્ની માંદી પડી રે લોલ, ખોયા ભાનને સાન દુઃખકારી રે નવકાર. મો. મુ. સેન્ટરમાં દાખલ કરી રે લોલ, મ્યુકોઝ બાટલા અપાયા હિતકારી રે, ઓકસીજન પર રાખતાં રે લોલ, ઇંજેકશન દેવાય દુઃખકારી રે નવકાર. ટ્રીટમેન્ટ' એવી ભાળતાં રે લોલ, કાંઈનું કાંઈ થઈ જાય તે વારી રે, દુશ્મનને પણ ન હજો રે લોલ, આ દુઃખ એવું બોલાય નરનારી રે નવકાર. કષ્ટ સાધ્ય એ દર્દ છે રે લોલ, શ્વાસ ભયંકર થાય નિત્યકારી રે, કોને ખબર ક્યારે બંધ પડે રે લોલ જીવનની ઘડીયો ગણાય દુઃખકારી રે નવકાર. ત્રણે પુત્ર હાજર હતા રે લાલ, સેવા કરે દિન રાત નિત્યકારી રે, ફેર પડે નહિ દર્દમાં રે લોલ, લાંબી થાય કાળી રાત દુઃખકારી રે નવકાર. વિધવા પુત્રી સેવા કરે રે લોલ, મારી બા સાજા ક્યારે થાય સુખકારી રે, આધાર તેહનો ઘણો રે લોલ,
જશે તો મારું શું થાય? દુઃખકારી રે નવકાર. ખડે પગે સેવા કરે રે લોલ, પુત્રવધુ ગુણવાન તે વારી રે, મારાને તેના ભાઈ આવીયારે લાલ, દરદીને નથી કાંઈ ભાન દુઃખકારી રે નવકાર. ચોથે દિવસે ડાફટર કહે રે લોલ, અમે ખંખેર્યા હાથ દુઃખકારી રે, સારું થવાની આશા નથી રે લોલ, સાંભળો કાંતિભાઈ વાત દુઃખકારી રે નવકાર. ચૈત્ર શુક્લ દિન ચોથનો રે લોલ, ઓગણીસ માર્ચ મંગળવાર દુઃખકારી રે, રાત્રે દોઢ વાગ્યે બોલીયા રે લોલ, ઘરે લઈ જાવ તત્કાલ પ્રિયકારી રે નવકાર. અંતિમ ઘડી હવે બેનની રે લોલ, જલ્દી ઘેર લઈ જાવ દુઃખકારી રે, જીવન તેનું ટકાવવા રે લોલ, અ ઇજફશન અપાય તો વારી રે નવકાર. શરીર બધું ઠંડું પડ્યું રે લાલ, ઠંડા પડ્યા પગ હાથ દુઃખકારી રે, મુખેથી ફીણ ચાલ્યા ગયા રે લોલ, ખોટા પડ્યા કાન નાક દુખકારી રે નવકાર. સગા સંબંધી જોઈ રહ્યા રે લોલ, આંખે આંસુના પૂર દુઃખકારી રે, બેન બનેવી ને ભાણીયાં રે લોલ, દુઃખી થાય ભરપૂર દુઃખકારી રે નવકાર. એબ્યુલન્સ તિહાં લાવીયા રે લોલ, ઈસ્પીતાલ તત્કાલ દુઃખકારી રે. ઉપાડીને સુવાડીયા રે લોલ, લાવ્યા ગૃહ તત્કાલ દુઃખકારી રે નવકાર. કાળી અંધારી રાતડી રે લોલ, રાતના ત્રણને ચાલીસ દુઃખકારી રે, એવે સમે તિ શું બન્યું રે લોલ, સાંભળ વિસવા વીસ મનોહારી રે નવકાર. ગેબી અવાજ તિહા સાંભળ્યો રે લોલ, બીજાને નવ સંભળાય તે વારી રે,
જિન શાસનનો સાર છે, ચૌદ પૂર્વનો પણ સાર; શ્રી નવકાર હિયે વસે, તેને શું કરે સંસાર.'-૪૯