SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રના પ્રભાવે તમારી પુત્રીની સદ્ગતિ થઈ છે.’ મેં મારી પુત્રીનાં દર્શન કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી અને તે દેવીએ એક દિવસ મારી પુત્રી કે જે પણ નવકાર શ્રવણનાં પ્રભાવે દેવી થઈ છે, તેનાં મને દર્શન કરાવ્યાં. એટલું જ નહિ પણ તેના ચક્ષુ જે વ્યક્તિને આપવામાં આવ્યા હતા. તેનાં પણ દર્શન કરાવ્યા. તેથી મને ખૂબ સંતોષ થયો. તે દેવીએ પોતાની પાસેથી ધન વગેરે કાંઈ પણ માંગવા માટે અનેક વખત મને આગ્રહ કર્યો છે. પણ મેં હજી સુધી તેની પાસેથી તેવું કાંઈ પણ માંગ્યું ખરેખર આ ઘટનાથી નવકાર પ્રત્યેની મારી શ્રદ્ધા એકદમ દઢ બની ગઈ છે. સહુ કોઈ શ્રદ્ધાપૂર્વક નવકારમંત્રની આરાધના કરી પોતાનું આત્મકલ્યાણ સાધો એ જ શુભ ભાવના. ઉપરોક્ત ઘટના ટૂંકમાં પાર્શ્વચંદ્રગચ્છીય સા. શ્રી ૐકારશ્રીજી પાસેથી સાંભળી હતી. તથા દ્રૌપદીબેનનું ઍડ્રેસ પણ તેમની પાસેથી મળ્યું. તે મુજબ અમોએ અંબરનાથ જઈ તેમના મુખેથી જ આ ઘટના સવિસ્તાર સાંભળી તથા સં. ૨૦૪૩ના ડોમ્બીવલી ચાતુર્માસમાં રવિવારીય પ્રવચનમાળા દરમ્યાન અમારી સૂચનાથી દ્રૌપદીબેને વિશાળ સભા સમક્ષ પોતાના અનુભવની આ ઘટના રજૂ કરી હતી, જે સાંભળીને અનેક આત્માઓનાં હૈયામાં નવકાર મહામંત્ર પ્રત્યે ભારે અહોભાવ ઉત્પન્ન થયો હતો. દ્રૌપદીબેનના વક્તવ્યનો સારાંશ અત્રે રજૂ કરવામાં આવ્યો છે શાસ્ત્રોમાં નાગ, સમળી, ઉંદર, વાનર, બળદ વગેરે અનેક તિર્યંચો પણ અંત સમયે નવકાર શ્રવણથી દેવગતિ આદિ સદ્ગતિને પામ્યાની વાતો સાંભળવા મળે છે, તેની યથાર્થતા ઉપરોક્ત અર્વાચીન ઘટના વાંચવાથી અચૂક સમજાશે. સંપાદક ‘યમદૂત ખાલી હાથે પાછા ફર્યા!' (સત્ય ઘટના પર આધારિત ગીત) રચયિતા : શ્રી કાંતિલાલ ખીમચંદ શાહ નાની બજાર, ધ્રાંગધ્રા, પીન-૩૬૩ ૩૧૦ (દુહા) નમન કરું અરિહંતને, બીજા સિદ્ધ ભગવાન; આચાર્યને પાઠક પ્રવર, સાધુગણ ગુણવાન. ૧ એ પાંચેને વૃંદતા, સર્વ પાપ હણાય; મંગલ છે એ સર્વમાં, પ્રથમ મંગલ ગણાય. ૨ અડસઠ અક્ષર એહમાં, મંત્ર ભલો નવકાર; મુજ ગૃહમાં એ સમરતાં, હુઓ જય જયકાર. ૩ પ્રસંગ બન્યો છે એકદા, ચમત્કારી જ ગણાય; વિગતે તેને વર્ણવું, ઉત્તમને સુખદાય. ૪ ――――――――― ચમત્કાર મોટો થયો, ચકિત થયા સહુ લોક; નજરે જોવા આવતા, મુજ ઘર થોકે થોક. ૫ ઢાલ પહેલી (માલણ પહેલી સામી મળી રે લાલ —એ દેશી) ધ્રાંગધ્રા શહેર સોહામણું રે લાલ, જિનમંદિર ત્યાં પાંચ સુખકારી રે; ભાવથી તેહને વંદતાં રે લાલ, આવે નવ ઉની આંચ મનોહારી રે. નવકાર મંત્રને વંદીએ રે લાલ. એ ટેક જેનું ચિત્ત ચૌટે ૨મે, વાંકો નહીં ઘરબાર; તે પણ જપે નવકારને, તો ચિત્તડું આવે દ્વાર.’-૪૮ ૧૦૭
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy