________________
કાન્તિ' શબ્દ કાને પડ્યો રે લોલ, સુણીને આશ્ચર્ય થાય તે વારી રે નવકાર. ઉપર કોઈ હતું નહિ રે લોલ, બધા હતા દર્દીની પાસ તે વારી રે, છતાં અવાજ કોણ આપતું રે લોલ, અવાજ છે ખાસ પ્રિયકારી રે નવકાર. ચારે બાજુ જોઈ વળ્યો રે લોલ, મને કોઈ નવ દેખાય તે વારી રે, હાંફળો ફાંફળો ફરી રહ્યો રે લોલ, ભાન ત્યાં તો ચાલી જાય તો વારી રે નવકાર. સામે ઊભા ગુરુ માહરા રે લોલ, હંસ સાગર મહારાજ સુખકારી રે, હસતાં હસતાં બોલીયા રે લોલ, સાંભળ કાન્તિ આજ સુખકારી રે નવકાર. મૂંઝવણ તારી મટી જશે લાલ, ભાવે સમારોને નવકાર સુખકારી રે, હવે કોઈ દેખું નહિ રે લોલ, ચાલી ગયો અંધકાર દુઃખકારી રે નવકાર. આણા કરી પરિવારને લાલ, સમરો બધા નવકાર સુખકારી રે, બા તમારી બેઠી થશે રે લોલ, થશે અદ્ભુત ચમત્કાર સુખકારી રે નવકાર. ચાર. કલાકે સાંભળ્યો રે લાલ,
મનસુખ' એવો અવાજ સુખકારી રે, કાકી એના તો બોલીયા રે લોલ, ભાભુનો છે અવાજ સુખકારી રે નવકાર. ઠંડી શરીરની ઉડાડવા રે લોલ, બામ ઘસ્યો તત્કાલ તે વારી રે, ઉપાશ્રયથી સાધ્વી આવીયા રે લોલ, માંગલિક બોલ્યા તત્કાલ પ્રયકારી રે નવકાર. સુનંદાશ્રીજી મોકલે રે લોલ, મરઘાને ધર્મલાભ સુખકારી રે, બે કલાકે બેઠા થશે રે લોલ, એવા છે આશીર્વાદ સુખકારી રે નવકાર. નવ વાગ્યે બેઠા થયા રે લોલ,
થોડી પીધી રાબ ગુણકારી રે, ચોથે દિવસે અન્ન ભાળિયું રે લોલ, પેટમાં પડી થોડી રાબ સુખકારી રે નવકાર. હળવે હળવે બોલીયા રે લોલ, સંભળાવો નવકાર પ્રિયકારી રે, રોગ મને તો કાંઈ નથી રે લોલ, સાચો સાથી નવકાર સુખકારી રે નવકાર. આઠ દિવસથી ગણી નથી રે લોલ, નવકારવાળી એક સુખકારી રે, ચાર લાખ અધૂરા હજી રહ્યા રે લોલ, પૂરા કરવાની મારી ટેક સુખકારી રે નવકાર. દવાખાને હું પહોંચીયો રે લોલ, સાંભળો મેવાડાભાઈ પ્રિયકારી રે, “મરઘા' હવે સાજી થઈ રે લોલ, રોગ નથી તેને કાંઈ આવારી રે નવકાર. નર્સ ડૉકટર હવે ચકિત થયા રે લોલ, અદ્દભુત છે. સમાચાર સુખકારી રે, આશા અમને હતી નહિ રે લોલ, કોણે કર્યો ચમત્કાર મનોહારી રે નવકાર. નવકારની વાત સાંભળી રે લોલ, વાહ વાહ બોલી જવાય તે વારી રે, ઘરમાં આનંદ વ્યાપ્યો રે લોલ, બાળકને મીઠાઈ વહેંચાય મનોહારી રે નવકાર. આડોશી પાડોશી ભેગા થયા રે લોલ, સૌ આવે મરઘાની પાસ સુખકારી રે, પ્રત્યક્ષ પારખુ જોઈને રે લોલ, કરે મંત્ર પર વિશ્વાસ સુખકારી રે નવકાર. સગા સ્નેહી સૌ આવીયા રે લોલ, સાંભળ્યો મહા ચમત્કાર સુખકારી રે, ત્રણ જગતમાં તે વડો રે લોલ, મહામંત્ર નવકાર પ્રિયકારી રે નવકાર. પેપરવાળા આવીયા રે લોલ, છાપવા છે સમાચાર સુખકારી રે, તમારા ઘરે બન્યારે રે લોલ, કેવી રીતે ચમત્કાર પ્રિયકારી રે નવકાર.
એક જ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય; સંચિત સાગર સાતનો, પાતિક દૂર પલાય.'-૫૦.
ST
૧૦૯