SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવાસ થશે. સવારમાં છ વાગ્યે દરેક વિદ્યાર્થીએ ટીફીન સાથે આવવાનું રહેશે. જે વિદ્યાર્થીની વાલીની સંમતિ નહીં હોય તેને બસમાં પ્રવેશ મળી શકશે નહીં. સાંજના સ્કૂલેથી છૂટીને પીયુષે સંમતિપત્ર પોતાની માતા સમક્ષ રજૂ કર્યો. માતા ચારુલતાએ કહ્યું કે તારા પિતાજી પેઢીએ છે તે આવે ત્યારે સમજાવજે. અને તેમની સહી લઈ લેજે. અંતે તો નિર્ણય તારા પિતાજીએ કરવાનો છે. રાત્રે પિતાજી હેમચંદભાઈ પેઢીએથી આવ્યા. જમ્યા પછી પુત્ર પીયુષે વાત કરી કે બાપુજી મારે આપણા સાહેબ સાથે પ્રવાસમાં જવું છે, તેથી આ પત્રમાં સહી કરી આપો અને મને પંદર રૂપિયા આપો. હું કાલે સાહેબને આ બંને આપી દઈશ. આ વાત સાંભળતાં હેમચંદભાઈએ કહ્યું કે પીયૂષ તું હજુ મારી દૃષ્ટિએ નાનો છે. તારે પાંચ બહેનો છે અને તું મને લાડકો છે. તને બહાર મોકલવાનો મારો જીવ બિલકુલ ચાલતો નથી. તું કહે તો હું તને કહે ત્યાં ફરવા માટે લઈ જાઉં પણ તું પ્રવાસની વાત છોડી દે. પણ બાપુજી, હવે તમે ચપટીમાં જીવ રાખો મા. જેનું હું રાત્રી અને દિવસ સ્મરણ કરું છું, મારા શ્વાસોશ્વાસમાં મહાવીર સ્વામી છે, મારા દરેક રૂંવાડામાં મહાવીર ૨વામીના નામનો નાદ નીકળે છે. તે ખુદ જ મારી સાથે છે, તો પછી તમારી ચિંતા રાખવાનું કારણ શું? હું મારી માળા સાથે લઈ જઈશ સવારે બસમાં પચીસ માળા ફેરવી લઈશ અને સાંજે મોડું થશે તો બસમાં સાંજની પચીસ માળા ફેરવી લઈશ. બાકી હું બહાર નીકળું ત્યારથી તમારે માનવું કે હું અને મહાવીર સ્વામી સાથે છીએ. સમગ્ર બ્રહ્માંડ ધ્રુજી ઊઠે તો પણ તમે તમારા હૈયાને મજબૂત રાખજો. મને મહાવીર સ્વામી ઉપર પૂરો ભરોસો છે. કોઈનાથી વાંકો વાળ થઈ શકે તેમ નથી. આ પ્રમાણે જણાવતાં પિતાજીએ પત્રમાં તરત સહી કરી દીધી અને પંદર રૂપિયા હાથમાં આપ્યા ને કહ્યું કે, પીયૂષ, તું હવે ખરેખર ધર્મની આરપાર ઊતરી ગયો છે. તું ખુશીથી પ્રવાસમાં જા. અહીંયાંની કોઈ ચિંતા રાખીશ નહીં. ત્યાં પીયૂષ સંમતિપત્ર તથા પંદર રૂપિયા લઈને નવકાર મંત્રની માળા કરવા બેસી ગયો. બધા અગિયાર વાગ્યે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની જોડે પીયૂષે પણ સંમતિપત્ર અને પંદર રૂપિયા ઘનશ્યામ સાહેબને આપ્યા. એકંદરે એકસો વિદ્યાર્થીઓનાં સંમતિપત્રો તથા રકમ એકત્ર થઈ. બે બસનું રીઝર્વેશન કરાવ્યું. ત્રણ દિવસ બાદ શાળાના બે શિક્ષકો તથા આચાર્ય સાહેબની સાથે સો વિદ્યાર્થીઓ સહિત શંખલપુરની ગુફાના પ્રવાસે ૭ વાગે ઉપડ્યા. રસ્તામાં વાસુકી મંદિર તથા વર્ષો પહેલાં પોતાના જીવોનું બલિદાન આપેલા બસો મોટા મોટા પાળીયાઓ જોયા. વિગત તપાસતાં જાણવા મળ્યું કે આ જગ્યાએ બે લગ્નની જાન તથા બહારવટીયાઓ સાથે ધીંગાણું થયેલું, તેના આ પાળીયા છે. બરાબર દસ વાગે શંખલપુર ગામ પાસેથી બસ પસાર થઈ. ગામથી ગુફા ૫ કિલોમીટર દૂર હતી તેમજ ગામના પાદરમાંથી રસ્તો જતો હતો તેથી ગામજનો નિહાળી શકે કે બસમાં પેસેન્જરો છે કે પ્રવાસીઓ. ગામ પાસેથી ખાડા ટેકરા પથ્થર ઢાળ પસાર કરતી બસ અગિયાર વાગે ગુફાથી અર્ધો કિલોમીટર દૂર ઊભી રહી. શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ હવે પગપાળા પ્રવાસ શરૂ કર્યો. વિદ્યાર્થીઓમાં કુતૂહલ હતું કે કઈ કઈ મૂર્તિઓ હશે? કેવી હશે? પથ્થરના પહાડમાંથી કેવી રીતે કોતરકામ થયું હશે? કેટલાં વર્ષો પહેલાંની ગુફાઓ હશે? વગેરે વાતો કરતા કરતા બરાબર બાર વાગે ગુફાનાં દ્વાર પાસે એકસો ત્રણ પ્રવાસીઓનું ટોળું ઊભું રહ્યું. ભોંયરામાંથી આરપાર નીકળી શકાય છે કે કેમ? તે કોઈ જાણતું નહોતું. પણ તેની રચના કોઈ એવા ઇલમી કારીગરોએ એવી કરી હતી કે સૂર્યના પ્રકાશના શેડા ઠેકઠેકાણે જોવા મળતા. આચાર્યસાહેબ સાથે વિદ્યાર્થીઓ ગુફામાં દાખલ “દૂર કરે પાતક બધાં, કરે સંકટમાં સંહાય; કલ્પવૃક્ષ કામધેનુ સમો, નવકાર મંત્ર છે ભાઈ.’–૪૩ 卐 내 ૧૦૨
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy