SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્રે ઉગાર્યા એમ. એસ. પાટડિયા [રાજકોટથી પ્રસિદ્ધ થતા ‘પરમાર્થ’’ માસિકના ઈ. સ. ૧૯૮૬ના જુલાઈ માસના અંકમાંથી સાભાર ઉદ્ભુત. 7 સં.] શંખલપુર ગામ. આ ગામની દક્ષિણે પ કિલોમીટર દૂર વર્ષો પહેલાંની ગુફાઓ. આ ગુફાઓ અસંખ્ય કારીગરોએ એવી રીતે પથ્થરમાંથી કોતરી હશે કે જાણે એક અજાયબી જેવું લાગતું. ગુફાઓમાં નાના નાના પથ્થરના રથો, સૂર્યથ, નટરાજ, શંકરનું તાંડવનૃત્ય, તમામ ઋષિઓ, ૨૪ તીર્થંકરો તેમજ અન્ય કલાકૃતિઓ કંડારાયેલી હતી. આ બધી મૂર્તિઓ પહાડમાં જ કોતરાયેલી. એક જગ્યાએ સભામંડપ. આ સભામંડપને બત્રીસ થાંભલાઓ. ગમે જગ્યાએથી ઊભા રહીને ગણી શકાય પણ ખરી વાસ્તવીકતા એ હતી કે કોઈ પણ થાંભલી એકબીજીને નડતરરૂપ નહોતી. ગુફાની રચના એવી હતી કે જે રસ્તેથી પ્રવાસીઓ જાય તે જ રસ્તેથી પાછા ફરવા પડતું. પ્રવેશદ્વાર એવું હતું કે સામાન્ય રીતે પ્રવાસીઓ જવાની હિંમત ન કરે. કારણ કે આ ગુફાના મુખ્યદ્વાર ઉપર હજારો મણની એક મહાકાય પથ્થરની શિલા આધાર વિના લટકતી રહેલી. હજારો મુસાફરોએ આ ગુફાની મુલાકાત લીધેલી. ગામથી દૂર હોવાથી તેમજ આ જ ગામની સરહદમાં હોવાથી ગ્રામજનોને આ બાબતમાં બિલકુલ રસ નહીં. તેઓને મન સામાન્ય વસ્તુ હતી. આ નાનપણથી દેરાસર જવાની કાયમી ટેક. એક પણ દિવસ એવો ન હોય કે પીયૂષની દેરાસરમાં હાજરી ન હોય. તબિયત બીમાર હોય તો ઘોડાગાડી કરીને પણ હેમચંદભાઈ સાથે દેરાસર જાય. સવારે તથા સાંજે નમો અરિહંતાણમ્, નમો સિદ્ધાણમું, એમ નવકારમંત્રની પચાસ માળાઓ કર્યા પછી જ રાત્રે સુવાની ટેવ હતી. પોતે એમ માનતો કે આજે જગતમાં માનવોનું વિશ્વચક્ર ચાલે છે. તેમાં દૈવીકૃપા છે અને ક્ષણે ક્ષણમાં મહાવીર સ્વામી સાથે જ છે. ઘણી વખત સ્વપ્નમાં પીયૂષ તેજપુંજના દર્શન કરતો. તેથી તે માનતો કે આત્માનું ઉચ્ચ કોટી સાથે જોડાણ થયેલું છે. પણ આ વાત કુટુંબના કોઈ સભ્યને જણાવતો નહીં. આ જ ગામની હાઈસ્કૂલના ઘનશ્યામભાઈ દવે આચાર્ય. તેઓ સારા સ્વભાવના. બાળકોને સંસ્કારના શિક્ષણની સાથેસાથે રમતગમતના દરેક સાધનો હાઈસ્કૂલમાં વસાવેલા. વ્યાયામના સમયે વિદ્યાર્થીઓને રમતગમત પોતે રમાડતા, એક દિવસ આચાર્ય સાહેબે ઉચ્ચતમ ધોરણના વિદ્યાર્થીઓને કહ્યું કે, તમારે પ્રવાસમાં આવવું હોય દરેક વિદ્યાર્થીએ વાલીની સંમતિની સહીવાળું સંમતિપત્ર તથા પંદર રૂપિયા લેતા આવવાનું. વધારાનો ખર્ચ શાળામાંથી કરવામાં આવશે. તેમજ જમવા માટે દરેક વિદ્યાર્થીએ ટીફીનની વ્યવસ્થા પોતે કરવાની રહેશે. સાંજના મોડી રાત્રે બસમાં પરત આવવાનું છે એમ કહીને દરેક વિદ્યાર્થીને હાઈસ્કૂલનો પત્ર આપ્યો. વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ રાજી થયા. મુકેશ મોનીટરે કહ્યું : સાહેબ પ્રવાસ ક્યારે થવાનો છે? તેથી આચાર્યસાહેબે જણાવ્યું કે, આજથી પાંચમા દિવસે ગ્રહો ચરણ પરમેષ્ઠિનાં, આપે સિદ્ધિ અપાર, જન્મ-મરણ ફેરા ટળે આપે સિદ્ધિ સાર.’–૪૨ સરોડી ગામમાં હેમચંદભાઈ વણીકનું કુટુંબ રહે. આ કુટુંબ ખૂબ જ સુખી. તેમને સંતાનમાં પાંચ પુત્રી તથા એક પુત્ર પીયૂષ હતો. પીયૂષ દસમા ધો૨ણમાં અભ્યાસ કરતો. ખૂબ જ ધાર્મિક વૃત્તિવાળો. ૧૦૧
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy