________________
નવકારે જીવન બક્યું આયંબિલની ઓળીના દિવસો ચાલુ હતા. મેં પણ ઓળી કરવાનો નિર્ણય કર્યો. આયંબિલનો ત્રીજો દિવસ અને એ જ દિવસે એક ટ્રકનો સોદો થયો અને બપોરના એક વાગ્યા પહેલાં ટ્રકનું મુહૂર્ત કરવાનો ટાઇમ. આ બાજુ એક વાગ્યાથી બે વાગ્યા સુધી જોગેશ્વરી(ઇસ્ટ)માં શ્રીપાળરાજાનો રાસ હું વાંચતો. ટ્રક લેવા મલાડ ગયો. ત્યાં દોઢ વાગી ગયો. મારે રાસ વાંચવા સમયસર પહોંચવું હતું. મેં મલાડથી જોગેશ્વરી આવવા રીક્ષા કરી. ગોરેગામ સમ્રાટ ટોકીઝ આગળ રોડ ડિવાઇડર સાથે રીક્ષા અથડાઈ અને ગુલાટ ખાઈ ઊંધી વળી
ગઈ.
ગણવાની શરૂઆત કરી દીધી. મારી બાજુમાં બેઠેલા ભાઈઓ પણ થોડાક અસ્વસ્થ થઈ ગયા. બાવો એકીટસે મારી સામે જોયા કરે છે, કોઈક વશીકરણના પ્રયોગની જેમ જ! કાંઈ બોલતો નથી. પાંચેક મિનિટ પસાર થઈ ગઈ. બાવો ત્રાટક કરતો હતો. મને હવે ગભરામણ થવા લાગી. મેં પણ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક નવકારનો જાપ ચાલુ રાખ્યો. થોડીક ક્ષણો બાદ બાવાજીએ મૌન તોડ્યું અને મને ઉદ્દેશીને કહ્યું, “બચ્ચા, તુમ કુછ વિદ્યા જાનતે હો? મેં જવાબ આપ્યો કે “હમારે પાસ આપકે જૈસી વિદ્યા કહાંસે હો સકતી હૈ?' એણે કહ્યું. “તુમ ફૂડ પોતે હો, તુમ ગમી નો મંત્રણ करते हो, उससे मेरी वशीकरण विया निष्फल हो रही !” પછી પ્રશ્ન કર્યો, “તુમહારી શાદી હો ગઈ?' હવે મારામાં હિંમત આવી હતી. મેં વળતો પ્રશ્ન કર્યો. “આપ અપની વિદ્યાસે બતાઓ. એણે કહ્યું, “શાદી હુઈ નહીં હૈ મગર ૧૫ દિનમેં નક્કી હો જાયેગી!'' મારે એ વર્ષમાં લગ્ન કરવાં જ ન હતાં અને લગ્નની કોઈ વાત ચાલતી પણ ન હતી. મને લાગ્યું કે બાવો ખોટું બોલે છે.
પછી બાવાએ મને ૧૦૦ થી લઈ ૧૧૦ ની વચ્ચે કોઈ પણ રકમ ધારવાનું કહ્યું. મેં મનમાં ૧૦૫ ધારી લીધા. બીજી જ ક્ષણો એણે કાગળ ઉપર ૧૦૫” લખી દીધા. આ જોઈ હું તાજુબ થઈ ગયો. બાવો જતાં જતાં કહેતો ગયો. તારો મંત્ર જોરદાર છે, મારા આટલા વરસોની સાધના અને શક્તિ આજે પોતાનો પરચો બતાવી શક્યા નથી. બાવો છ મહિના બાદ આવીશ' એમ કહી ચાલ્યો ગયો, તે આજ સુધી આવ્યો નથી. ત્યારબાદ ૧૫ દિવસમાં મારા સગપણ અને એક મહિનાની અંદર લગ્ન થઈ ગયાં!
આ દિવસથી નવકાર મંત્ર ઉપર મારી શ્રદ્ધા ખૂબ જ વધી ગઈ.
ત્યાર પછી તો નવકાર મંત્રના પ્રભાવે નાનામોટા અનેક પ્રસંગોએ નવકાર પ્રત્યેની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી જ રહી છે. તેમાંના બે-ત્રણ પ્રસંગોનો અહીં ઉલ્લેખ કરું છું.
હું અને રીક્ષાચાલક બેઉ નીચે દબાઈ ગયા. લગભગ ૪૦૦ માણસોનું ટોળું ત્યાં ભાં થઈ ગયું. અમને બેઉને ખેંચીને જેમ તેમ બહાર કાઢ્યા. મને માથામાં મૂઢ માર લાગ્યો હતો પરંતુ રીક્ષાવાળાનો એક હાથ અને એક પગ કપાઈ ગયા. પુષ્કળ લોહી વહેતું હતું. રીક્ષાની પાછળ એક ટ્રકવાળો હતો એણે મને કહ્યું. “શેઠ! તમારું નશીબ જોરદાર છે. મારી અચાનક બ્રેક લાગી નહિ તો રીક્ષા અને તમારા બંનેનો ભુક્કો બોલાઈ જાત. રીક્ષાચાલકની હાલત ગંભીર હતી. એને હૉસ્પિટલમાં લઈ ગયા અને હું જોગેશ્વરી પાછો આવ્યો. બે દિવસ તકલીફ હતી પણ પછી સારું થઈ ગયું. રીક્ષામાં મારા નવકાર ચાલુ હતા. આયંબિલના તપ અને નવકારના જાપે નવું જીવન બહ્યું.
એક વખત અમે ત્રીસેક જણા ટિટવાલા ગયા હતા. ત્યાંથી પાછા વળતા બધા જણા ત્રણ ટાંગામાં ગોઠવાઈ ગયા. આ બાજુ રસ્તો સાંકડો અને એક નાળું આવતું હતું. ત્યાં લગભગ ૨૫ ફૂટની ઊંચાઈ હતી. સામેથી એક રીક્ષા આવી રહી હતી. રીક્ષાના હોર્નના કારણે ઘોડા ભડક્યા, રસ્તાની બાજુએ વળ્યા અને અમે ટાંગા સહિત ઉપરથી નીચે ૨૫ ફૂટ ઊંડી ખાઈમાં પડ્યા!
દુષ્કર માયા ત્યાગ છે, તે પણ સુકર થાય; જાપ જપતાં નવકારનો, માયા થાય વિદાય.'-૪૦.
( ૯૯ /