________________
૪ ઠાણા હતા. પૂ. ગુરુદેવશ્રીને શંખેશ્વરમાં અઠ્ઠમ કરવાની ખૂબ ભાવના હતી પણ સંયોગવશાત્ વડીલો તરફથી અઠ્ઠમ માટે અનુમતિ મળી શકે તેમ ન હતી. પૂજ્યશ્રી જ્યારે રાધનપુર પહોંચ્યા ત્યારે અઠ્ઠમની ભાવના સાથે રાત્રે નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં નિદ્રાધીન થયા, અને તેમણે સ્વપ્ન જોયું : ‘એક મોટા હોલમાં ઘણા સાધ્વીજીઓ બિરાજમાન હતા. ત્યાં અચાનક એક મોટો નાગ આવ્યો કે જે ખૂબ જ ચમકદાર કાંતિયુક્ત હતો. પૂ. ગુરુદેવશ્રીએ અન્ય સાધ્વીજીઓને પૂછ્યું, ‘આવા મોટા નાગને જોઈને તમને ભય નથી લાગતો!' ત્યારે વયોવૃદ્ધ વડીલ સાધ્વીજીઓએ કહ્યું કે, ‘આ તો ધરણેન્દ્રદેવ છે, એટલે અમને ભય નથી લાગતો.’
ત્યાં તો એક નાનકડો બાળક રડતો રડતો ત્યાં આવ્યો. પૂ. ગુરુદેવશ્રી તેને ઊપાડવા જાય છે, ત્યાં કોઈક એમને કહે છે, જો તમે આ બાળકને ઉપાડશો તો આ નાગદેવ તમને ડંખ મારશે.’
પૂજ્યશ્રીએ કહ્યું : ‘ભલે ડંખ મારે પણ હું તો આ બાળકને રડતો જોઈ શકતી નથી’ એમ કહી એ બાળકને ઉપાડ્યો અને તેને નવકાર મહામંત્ર સંભળાવ્યો. ત્યારે તે બાળક ખૂબ જ રાજી થઈ ગયો અને પેલા નાગદેવને કહ્યું, બાપા, બાપા, મને જે જોઈતું હતું તે મળી ગયું. તમે આમને કાંઈક
વરદાન આપો!'
ત્યારે નાગરાજે પૂ. ગુરુદેવશ્રીને કહ્યું, ‘માંગો, માંગો, તમને જે જોઈએ તે આપું.’
પૂજ્યશ્રીએ કહ્યું, ‘મને બીજું કાંઈ જ નથી જોઈતું પણ હું શંખેશ્વર જાઉં છું. ત્યાં મારી અક્રમ કરવાની ભાવના છે. તે નિર્વિઘ્નતાએ પૂર્ણ થાય એટલું જ ઇચ્છું છું!’
卐
જાપ કેમ થઈ શકશે?' જાપ પૂર્ણ કર્યા વિના મુખમાં પાણી પણ નહિ નાખવાનો સંકલ્પ હતો.
એ જ ચિંતામાં સૂઈ ગયા અને રાત્રે ૧૨ વાગે નિદ્રા દૂર થતાં બેસી ગયા અને નવકાર મહામંત્રનો
જાપ કરવા લાગ્યા.
૧૦-૧૨ નવકાર ગણ્યા ત્યાં તો શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન એમની સામે આવીને બેસી ગયા ને નવા-નવા રૂપ કરવા લાગ્યા.
પૂ. ગુરુદેવશ્રી કહેવા લાગ્યા : 'તમે તો વીતરાગ ભગવાન છો. તો પછી નવાં-નવાં રૂપ લઈને મને કેમ રમાડો છો?'
તો પણ એ દૃશ્ય ચાલુ રહ્યું. ત્યારે પૂ. ગુરૂદેવશ્રીએ કહ્યું, ‘તમે મને શ્રી સીમંધરસ્વામી ભગવાનનાં દર્શન કરાવો.’
અને, ખરેખર ત્યાં પૂજ્યશ્રીને અદ્ભુત સમવસરણનાં દર્શન થયાં. તેમાં બિરાજમાન થયેલા શ્રી સીમંધરસ્વામી ભગવાન અમૃતથી પણ સુમધુર વાણીમાં, પ્રમાદ ત્યાગ” વિષેની દેશના આપી રહ્યા હતા.... ભગવંતના શબ્દો પણ પૂ. ગુરુદેવશ્રીએ સ્પષ્ટ સાંભળ્યા. પૂજ્યશ્રીના આનંદનો પાર ન રહ્યો. થોડી વાર બાદ ઘંટનાદ સંભળાયો, અને સમવસરણ અદૃશ્ય થઈ ગયું. તેની જગ્યાએ ફરી પેલા ભીડભંજન દાદા ત્યાં આવી ગયા અને કેટલીક વાર બાદ તે પણ અદશ્ય થયા ત્યારે ઘડિયાળમાં બેના ડંકા થયા આમ બે કલાક સુધી પૂજ્યશ્રીએ કોઈ અલૌકિક દુનિયાનો આનંદ અનુભવ્યો. પછી પણ સવાર સુધી નવકાર જાપમાં જ લીન રહ્યા. સૂતા નહિ!... ને સવારે દેરાસરમાં દર્શન કરવા ગયા ત્યારે ત્યાં પણ રાત્રે
દેખાયા હતા તેવા જ સ્વરૂપમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન થયાં અને અપૂર્વ આનંદની અનુભૂતિ થઈ.
“દેહભાન ભૂલાઈ ગયું!”
‘તથાસ્તુ’ કહીને નાગરાજ અદશ્ય થઈ ગયા. પછી પૂજ્યશ્રી શંખેશ્વર પહોંચ્યા. વડીલોની અનુમતિ મેળવી અઠ્ઠમ તપ કર્યો. ત્રીજા ઉપવાસે રાત્રે સૂતી વખતે થોડી ચિંતા થઈ કે સવારના સમયસર નહિ ઉઠાશે તો રોજના સંકલ્પ પ્રમાણે
એક વખત કચ્છ-માંડવીમાં પૂ. ગુરુદેવશ્રીએ ખીરના ૨૦ એકાસણા તથા મૌન સહિત ૧ લાખ નવકાર જાપનો સંકલ્પ કર્યો હતો. રોજ ૫૦ બાંધી
‘તેજ હણાયું આંખનું, વળી હરાયું મુખનું નૂર; તો નવકાર મંત્રના જાપથી, વાઘે તેજ ભરપુર.’– ૩૮
૯૭