________________
શબ્દોનો ભાવાર્થ, હાવભાવ વગેરે ઉ૫૨થી સમજી શકે છે. તેથી તેમણે મને કહ્યું કે આ તમને એમ કહેવા માગે છે કે તમે તમારા ધર્મના મંત્રો બોલવાનું બંધ કરો નહિતર તમને મારી નાખીશ...ઇત્યાદિ.
આ સાંભળીને મેં પેલા પઠાણ પ્રત્યે મૈત્રીભાવના ચિંતવીને મનમાં જ નવકાર મહામંત્રનું સ્મરણ ચાલુ રાખ્યું. .અને થોડી જ વારમાં પેલો પઠાણ ચાલ્યો ગયો અને તેની જગ્યાએ જે વ્યક્તિઓએ આ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હતો. એ બે વ્યક્તિઓ પેલા ભાઈના શરીરમાં પ્રવેશીને રડતાં રડતાં કરુણ સ્વરે કહેવા લાગી કે, “મહારાજ, સાહેબ અમને બચાવો! અમે ખૂબ જ દુ:ખી છીએ! અમારો ઉદ્ધાર કરો!''... ઇત્યાદિ.
મેં તેમને કહ્યું, ‘‘તમે શા માટે બીજા જીવોને દુઃખી કરવા માટે આવા પ્રયોગ અજમાવો છો? આવા પ્રયોગ કરવાનું છોડી દ્યો અને બીજાને સુખ આપો તો તમે પણ સુખી થશો.'’
તેમણે કહ્યું, ‘“અમે બધું સમજીએ છીએ પણ શું કરીએ? લાચાર છીએ. જેમ કોઈ દારૂડિયો દારૂના નુકસાનનો ખ્યાલ હોવા છતાં તેને છોડી શકતો નથી તેમ અમે પણ આ વ્યસનને છોડી શકતા નથી.''
તેમને પોતાનો પરિચય આપવા જણાવ્યું પણ તેમણે કહ્યું : ‘“અમારા જેવા પાપીઓનો પરિચય મેળવીને શું કરશો? એ વાત રહેવા દ્યો.''
પછી તેમને પ્રાસંગિક થોડી હિતશિક્ષા આપી અને થોડી વા૨માં એ વ્યક્તિઓ પણ જતી રહી, ત્યારે સ્વસ્થ બનેલા એ ભાઈની સમક્ષ મોટી શાંતિ વગેરે માંગલિક સંભળાવ્યું અને તેમને ઉપાશ્રયે આવવા જણાવ્યું.
થોડા સમય બાદ એ ભાઈ પોતાનાં ધર્મપત્ની સહિત ઉપાશ્રયમાં આવ્યા. અમોએ આચાર્ય ભગવંતને વધી હકીકતથી વાકેફ કર્યા હતા. તેઓશ્રીએ વાસક્ષેપ મસ્તક ઉપર નાંખતાં જ ફરી પેલો અરબસ્તાની પઠાણ જાગ્રત થયો અને
અત્યંત ગુસ્સામાં પોતાની ભાષામાં મૂઠ્ઠી ઉગામીને ધમકીઓ આપવા લાગ્યો.
અમે પૂજ્યશ્રીને કહ્યું, ‘‘આપ રહેવા ઘો, અમને નવકારનો પ્રયોગ અજમાવવાની અનુમતિ આપો.'' પૂજ્યશ્રીએ કહ્યું, ‘ભલે.’
થોડી વાર બાદ પેલા ભાઈ જ્યારે મૂળ સ્વરૂપમાં આવી ગયા ત્યારે અમે તેમને ઉપાશ્રયના એક રૂમમાં લઈ ગયા. અમારામાંથી એક મુનિવર તેમની સામે બેઠા. બાકીના તેમની બાજુમાં ઊભા રહ્યા. વજ્રપંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા કરીને મુનિવરે નવકાર સંભળાવતાં જ તરત પેલો પઠાણ છંછેડાયો અને ફરી પહેલાં કરતાં પણ વધુ ઉગ્ર રીતે ધમકીઓ આપવા લાગ્યો. એટલે તરત અમે બધા મુનિવરોએ પણ તાલબદ્ધ રીતે મોટે અવાજે નવકાર મહામંત્રનું રટણ શરૂ કર્યું. પઠાણના ગુસ્સાનો પાર ન રહ્યો. જાતજાતની ભયંકર મુદ્રાઓ દ્વારા મુનિવરને ડરાવવા અનેક પ્રયત્નો કરવા લાગ્યો. અત્યંત મજબૂત મુઠ્ઠી ઉગામીને એકદમ જોરથી મુનિવરના મોઢા સુધી લઈ આવતો! જાણે કે હમણાં જ મુનિવરની બત્રીશી તોડી નાંખશે કે તેમને મારી નાંખશે! ઢીલા-પોચા હૃદયની વ્યક્તિનું કદાચ હ્રદય જ બેસી જાય એવી ભયંકર ગર્જનાઓ, ફૂત્કારો, ચીસો તથા ચેષ્ટાઓ કરવા લાગ્યો છતાં પણ મહામંત્રના પીઠબળથી જરા પણ ગભરાયા વિના મુનિવર પણ મોટે સ્વરે તાલબદ્ધ નવકા૨નું રટણ કરતા જ રહ્યા. લગભગ વીસેક મિનિટ સુધી પઠાણે અનેક પ્રકારનાં તોફાનો કર્યાં પણ નવકારના અદશ્ય અભેદ્ય કવચને લીધે મુનિવરને જરા પણ સ્પર્શ કરી ન શક્યો! તેથી હિંમતમાં આવી જઈને મુનિવરે તેના વાળ પકડી લીધા. ત્યારે તેનું મોઢું એકદમ દયામણું થઈ ગયું અને છેવટે, ‘‘હવે મારો નમાઝ પઢવાનો સમય થઈ ગયો હોવાથી હું જાઉં છું.'' એવા પ્રકારના શબ્દો અરબસ્તાની ભાષામાં ઉચ્ચારીને તે જતો રહ્યો.
ત્યાર બાદ એક કાશ્મીરી ઓલિયો કે જે પહેલાં એ ભાઈને હેરાન કરતો હતો, પણ પાછળથી તેને
ખેદ પ્રવૃત્તિ વિષે નહીં, મનચંચળતા જાય; જાપ જપતાં નવકારનો, સહજ સમાધિ થાય.’-૩૬
૯૫