SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પઠાણના ભૂત પર નવકારનો પ્રભાવ પૂ. ગણિવર્ય શ્રી મહોદયસાગરજી મ. સા. સં. ૨૦૪૨ની આ વાત છે. ચાતુર્માસથી થોડા દિવસ પૂર્વે અમે મુંબઈના એક પરામાં ગયા હતા. ત્યાં લગભગ ૪૫ વર્ષની ઉંમરના એક કચ્છી જૈન ભાઈ વીસેક વર્ષોથી ઈર્ષ્યા પીડિત અમુક વ્યક્તિઓએ કચવેલ મેલી વિદ્યાના પ્રયોગના લીધે ખૂબ જ હેરાન થઈ રહ્યા હતા. એ ભાઈ અમારા પૂર્વ પરિચિત હતા. તેઓ સ્વભાવે ખૂબ જ નિખાલસ છે. તેમના કહેવા મુજબ ૨૦ વર્ષો પૂર્વે તેઓ પોતે પણ મેલી વિદ્યાના પ્રયોગ કે ભૂતપ્રેતના વળગાડ વગેરે વિષયમાં માનતા ન હતા. પણ આજે જ્યારે તેઓ પોતે જ વીસેક વર્ષોથી મેલી વિદ્યાના પ્રયોગનો ભોગ બનીને પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે તેઓ પણ આ બાબતને માનતા થયા છે. તેમના શરીરમાં કોઈ અરબસ્તાની પઠાણનો આત્મા પ્રવેશીને તેમને ખૂબ જ કષ્ટ આપે છે. અનેક પ્રકારનાં તોફાન કરાવે છે. જ્યારે પણ તેઓ કોઈ પ્રસિદ્ધ તાંત્રિકો પાસે એ વળગાડને દૂર કરાવવા જાય ત્યારે તરત જ તેમના શરીરમાં અચાનક કોઈ ભયંકર વેદના ઉત્પન્ન કરાવીને પ્રાયઃ કરીને તેમને જવા જ ન દે. ડૉક્ટરોએ તેઓ સંપૂર્ણ નિરોગી હોવાનું જાહેર કર્યું છે કોઈ માંત્રિક તેમના ઘરે જઈને વળગાડ દૂર કરવા પ્રયત્ન કરે તો તેને જ અચાનક ઝાડા-ઊલટી વગેરે થઈ આવે અને બીજી વાર તેમના ઘરે આવવાની હિંમત પણ ન કરી શકે!... અનેક ખ્યાતનામ મંત્રવાદીઓ પણ તેમના આ વળગાડને દૂર કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. જ્યારે પણ વળગાડને દૂર કરવા માટે કોઈ પ્રયોગ કરવામાં આવે કે તરત પેલો અરબસ્તાની પઠાણ અત્યંત ભયંકર ગર્જનાઓ સાથે અરબસ્તાની ભાષામાં તેમને મારી નાંખવાની ધમકીઓ આપવા માંડ અને આખરે એ મંત્રવાદીને નિષ્ફળતા જ સાંપડે છે. ૯૪ આ ભાઈને પોતાની કુળદેવી ઉપર પણ આસ્થા છે. ઘરમાં કુળદેવીની છબી સમક્ષ ધૂપ-દીપ રોજ કરે છે એટલે ક્યારેક કુળદેવી પણ તેમના શરીરમાં પ્રવેશીને તેમની રક્ષા કરે છે. પરંતુ કુળદેવી સાત્ત્વિક પ્રકૃતિનાં છે. પેલો પઠાણ અત્યંત આસુરી પ્રકૃતિવાળો છે. એટલે તેને સંપૂર્ણ દૂર કરી શકતા નથી. તેમ આ ભાઈનો જાન લેવા પણ દેતા નથી. એક દિવસ યોગાનુયોગ તેમના ઘરે ગોચરી નિમિત્તે જવાનું થયું અને એ ભાઈના તથા તેમના ધર્મપત્નીના કહેવાથી માંગલિક સંભળાવવાની શરૂઆત કરી. નવકાર બોલીને જ્યાં વજ્રપંજર સ્તોત્ર બોલવાની શરૂઆત કરી કે અચાનક ભયંકર ગર્જના સાથે પેલા ભાઈ એકદમ ઉછળી પડ્યા અને ગુસ્સાના આવેશમાં બિહામણી આકૃતિ કરીને અરબસ્તાની ભાષામાં ધમકીઓ આપવા માંડ્યા. અવારનવાર આવું બનતું હોવાથી તેમનાં ધર્મપત્ની તથા બે બાળકો અરબસ્તાની ભાષાના થોડા રાધાવેધની રીતથી, જે જપે નવકાર; સહજ વેધ રસ તે લહે, જે જપે નવકાર.’–૩૫ એક વખત આ ભાઈ અમારી પાસે આવ્યા હતા અને પોતાની પરિસ્થિતિ દર્શાવી ત્યારે તેમને ઘરમાં રોજ એક આયંબિલ ક૨વાનું તથા નવકાર અને ‘ઉવસગ્ગહર'નો જાપ કરવા ભલામણ કરી હતી. પણ તેમણે કહ્યું કે જ્યારે પણ હું આવા સાત્ત્વિક ઉપાય કરવા પ્રયત્નો કરું છું ત્યારે કાંતો થોડી વારમાં ઘેન ચડવા માંડે છે અને કલાકો સુધી કે ક્યારેક ૪-૫ દિવસ સુધી ઘેનમાં જ રહેવું પડે છે અને ક્યારેક તો છાતીમાં અચાનક એવું દબાણ થાય કે મારે એ જાપ પડતો જ મૂકવો પડે છે!
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy