________________
णमो त्थु णं समणस्स भगवओ महावीरस्स । अनन्तलब्धिनिधानाय श्री गौतमस्वामिने नमः ।
पञ्चमगणधर श्री सुधर्मस्वामिने नमः । श्रीमद् विजय प्रेम-भुवनभानु-जयघोष-जयसुन्दरसूरि
__पंन्यासविश्वकल्याणविजयसद्गुरुभ्यो नमः। परमकृपालु परमतारक गुरूदेव श्रीमद् पंन्यासप्रवर यशोविजयपादपद्मभ्यो नमः।
“જિનાગમો વિજયતે” (પ્રસ્તાવના) અનંત કલ્યાણકારી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પરમકૃપાથી તથા પરમ પૂજ્ય પરમોપકારી ભવોદધિતારક ગુરૂદેવશ્રી પંન્યાસ પ્રવર શ્રીમદ્ યશોવિજયજી મહારાજની અસીમકૃપાથી, પંચમ ગણધર ભગવાન સુધર્માસ્વામીથી પરંપરાએ પ્રાપ્ત થયેલ શ્રી આચારાંગ સૂત્રને પંડિતવર્ય શ્રી અમૃતલાલ ભોજક વડે અનેક હસ્તલિખિત આદર્શોને આધારે સંશોધિત કરાયેલ તથા આગમપ્રજ્ઞ પૂજ્ય મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજા વડે સંપાદિત કરાયેલ નિવૃત્તિકુલીન શ્રી શીલાચાર્ય(પ્રસિદ્ધ નામ શીલાં કાચાર્ય) વિરચિત ટીકા સાથે યુગપ્રભાવક શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિ મહારાજાની જન્મશતાબ્દી વર્ષે આગમાભ્યાસી વર્ગના કરકમળમાં અર્પણ કરતાં અમને અપાર આનંદનો અનુભવ થાય છે.
| વિક્રમ સંવત ૨૦૬૨નું મારું ચાર્તુમાસ મલાડ, હીરસૂરી જૈન સંઘમાં હતું ત્યારે પૂજ્યપાદ ગુરૂદેવશ્રીએ કહ્યું કે “આચારાંગ ચૂર્ણિનું સંશોધન કર'. ત્યારથી મારા માટે તદન અજાણ એવા આ નવા સંશોધનજગતમાં મારો પ્રવેશ થયો. તે પૂર્વે પૂજ્યપાદ દીક્ષાદાનેશ્વરી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્યપાદ પુણ્યરત્નસૂરીશ્વરજી મહારાજા આચારાંગ ચૂર્ણિનું સંશોધન કરી રહ્યા હતા. લગભગ ૪ અધ્યયન સુધી સંશોધન પૂર્ણ થવા આવ્યું હતું. ત્યાર બાદ સમય-સંજોગના અભાવે કાર્ય આગળ વધી શક્યું નહિ. પૂ. પુણ્યરત્નસૂરીશ્વરજી મહારાજે આ આંતરવ્યથા મારા ગુરૂદેવશ્રીને જણાવી અને ત્યારે પૂ. પુણ્યરત્નસૂરીશ્વરજી મહારાજની સહર્ષ અનુમતિથી તથા પરમકૃપાળુ ગુરૂદેવની અસીમ કૃપાથી આચારાંગ ચૂર્ણિના સંશોધનનો પ્રારંભ થયો.
આચારાંગ ચૂર્ણિના સંશોધન દરમ્યાન ચૂર્ણિમાં આવતા અનેક દુર્ગમ સ્થળોએ વારંવાર આચારાંગ ટીકાને અવલોકવાનું બનતું હતું. તે વખતે આચારાંગ ટીકામાં પણ કેટલાક સ્થળે પાઠોની સંદિગ્ધતા નજર સમક્ષ આવી. તેથી આચારાંગ ટીકાનું પણ સાથે સાથે જો સંશોધન થાય તો અભ્યાસુ વર્ગને અધ્યયનમાં સુગમતા રહે એવી લાગણી ઊંડે ઊંડે રહેતી હતી. દિવ્યપ્રભાવી પૂજ્યપાદ ગુરૂદેવશ્રી મારા મનનો આ વિચાર જાણી ગયા ન હોય તેમ એકવાર પ્રભાસપાટણ